STORYMIRROR

ઈલાબેન પી. જોષી

Inspirational

3  

ઈલાબેન પી. જોષી

Inspirational

પ્રતિબિંબ

પ્રતિબિંબ

2 mins
120

"રામવિલા" રેસ્ટોરામાં થતો ગણગણાટ 'હાથે ખાવાની ત્રેવડ નથી. પણ બાપાને બહાર જમવાનો ઢઢડીયો તો જુઓ ? આટલાં નાનકડાં છોકરાને તેની મા નહિ સાચવતી હોય ? બિચારાં ! આ ભાઈનાં ગળે બાંધી દીધા છે બંનેને."આવું બોલતાં બોલતાં કોઈ મૂછમાં હસતું હતું તો કોઈ મોઢું બગાડતું હતું.

આવાં ગણગણાટ તરફ જરાય ધ્યાન આપ્યાં વગર ગૌરવ પોતાની મસ્તીમાં પોતાનાં પૌત્ર અને પિતાને પ્રેમથી એક પછી એક કોળિયો મોઢામાં આપી જમાડે છે. ચાલ,બેટા ! આ...કરો. સરસ ! ચાલો, પપ્પા ! તમે પણ આ...કરો.હસીને રમત રમતમાં બંનેને જમાડે છે. જમતાં જમતાં મોઢું બગડે. કપડાં ઉપર કંઈ ઢોળાઈ તો ટિશ્યૂ પેપરથી સાફ કરી નાખે. વળી પાછો 'ગુડબોય ! બસ,હવે આટલું જ છે.ખાવુ તો પડશે. આટલું ખુટાડી દો તો બંનેને આઈસ્ક્રીમ મળશે. એવું કહી બંનેને ભરપેટ જમાડી પછી આઈસ્ક્રીમ પણ ખવડાવ્યો.

મજા આવીને બંને ? એમ વાત કરતાં કરતાં વોશબેઝિન પાસે લઈ જઈ બંનેના હાથ, મોઢાં, કપડાં બધું સાફ કરી દીધું. બંનેને એક એક હાથે પકડી બહાર વેઈટિંગ ખુરશી પર બેસાડી. પોતે પાછો અંદર આવ્યો. 

બધાને 'એટેન્શન પ્લીઝ' સાંભળો મારે તમને કંઈ કહેવું છે. તમારો ગણગણાટ મેં સાંભળેલો. તમે આવડાં બાળક હતાં ત્યારે તમારાં પિતા તમારાથી શરમાતા હતાં ? તો તમે આજે તેનાથી શું કામ શરમાઓ છો ? 

આપણે કહીએ છીએ કે બાળક અને ઘરડાં બંને સરખા હોય.તો બંનેને બાળકની જેમ પ્રેમથી કેમ ન રાખી શકીએ ?તમે પણ વૃદ્ધ થશો. ત્યારે તમારો દીકરો તમારાથી શરમાઈને તમને ક્યાંય નહિ લઈ જાય.તો તમને ગમશે ?એક રૂમમાં પૂરી રાખશે તો કેવું લાગશે ?

ભૂતકાળ જ ભવિષ્ય બનીને આપણી સામે આવતો હોય છે.હું તો આજ ભૂતકાળ અને ભવિષ્યકાળ બંને એક સાથે જીવી ગયો. મારે તો આઠેય તિરથ થઈ ગયાં. 

થોડીવાર મને મારો ચહેરો બાળકમાં દેખાતો હતો. તો થોડીક વાર હું મને ઘરડાં પિતાની અંદર જોતો હતો. આ એક વાસ્તવિકતા છે.

બધાને ગૌરવની વાત સમજાણી. બધાએ પોતાની ભૂલ પણ સ્વીકારી. અને મનમાં કંઈક સંકલ્પ સાથે ગૌરવની વાતને તાળીઓથી વધાવી લીધી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational