Vibhuti Desai

Inspirational Others

3  

Vibhuti Desai

Inspirational Others

પ્રકાશની કેડી

પ્રકાશની કેડી

2 mins
74


નવ મહિના માનાં ઉદરમાં અંધકાર વચ્ચે રહીને પ્રકાશમાં જવા માટે દિવસો ગણતાં ગણતાં વૃધ્ધિ પામતી રહી અંતે મારો જન્મ થયો પરંતુ આ શું ? પ્રકાશનું તો કિરણ જ નથી. અંધારી ઓરડીનાં ખૂણામાં હું વિચારતી રહી, આમ અંધારામાં જ રહેવાનું !

એકાદ મહિનો થયો ત્યારે આછો આછો પ્રકાશ માનાં ખોળામાં હતી ત્યારે જોવા મળ્યો સાથે વાત પણ સાંભળી કે, નવ મહિના માનાં ઉદરમાં અંધારામાં રહીને તરત પ્રકાશમાં લાવે તો નવજાત શિશુની આંખને નુકશાન થાય, એટલે ધીમે ધીમે મારી સફર તમસથી પ્રકાશ તરફ પ્રયાણ કરશે.

સમય પસાર થતાં ભણવાની ઉંમર થતાં શાળામાં દાખલ કરી. કોરી પાટી જેવું મગજ, કશું જ ખબર ના પડે. કાળી પાટી પર એકડો ઘૂંટીને અક્ષર જ્ઞાન મળતાં જ અજ્ઞાનતાનો અંધકાર જ્ઞાનરૂપી પ્રકાશથી દૂર થયો.

 જિંદગીમાં આગળ વધતાં કંઈ કેટલીય વખત અંધકારનો સામનો કરવો પડ્યો પરંતુ માવતર અને શાળાનાં ગુરુજીનાં સંસ્કારથી અંધકારને દૂર કરી જિંદગીમાં પ્રકાશ મેળવી આગળ વધતી જ ગઈ.

 અંધકારથી ડર્યા વિના એને દૂર કરી પ્રકાશ મેળવવાનો રસ્તો શોધવો એ વાત મેં આત્મસાત કરી લીધી.

લગ્નજીવનમાં પણ કેટલીક વખત તો એવું લાગતું કે, ઘોર અંધકાર જ છે, પરંતુ પ્રયત્ન કરી રસ્તો શોધતી.

મઝધારે પતિની માંદગી અને ચિર વિદાય તો જાણે અંધકારનું જ સામ્રાજય હોય એવી સ્થિતિ.એ સમયે ચોતરફ અંધકાર જ અંધકાર જ અંધકાર, એવા સમયમાં હિંમત અને સાસુમા તેમજ બાળકોનાં સાથ સહકારથી પ્રકાશની કેડી કંડારી.

અંધકારને વ્યાપક અર્થમાં લઈએ તો એવું કહેવાય કે જીવનમાં આવતી ‌મુશ્કેલી, સંઘર્ષ એટલે અંધકાર. આવે સમયે હિંમત, ધીરજ, મક્કમ મનોબળ અને સંપૂર્ણ આત્મવિશ્વાસથી વિચારીએ તો ઉકેલ મળે જ મળે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational