Rohini vipul

Inspirational

4  

Rohini vipul

Inspirational

પરિવર્તન

પરિવર્તન

2 mins
23.5K


સુનીલ પોતાના મિત્ર કંદર્પ સાથે મોબાઈલ પર વાત કરી રહ્યો હતો. "આજકાલ ફેસબુક પર લોકો અલગઅલગ રીતે અસરકારક વાક્યો અને ચિત્રો દ્વારા કોરોના વાયરસ અંગે જાગૃતિ ફેલાવવાનો ઉપાય કરી રહ્યા છે. આપણે પણ કઈક કરીએ."

મમ્મી બધું સાંભળી રહી અને સુુનીલ સામે જોઈ રહી હતી. કંદર્પને સૂચનો આપી રહ્યો હતો. સુનીલની વાત પતી એટલે સામેે જોયું, એનું ધ્યાન ગયું કે મમ્મી એની સામે જોતી હતી. સુનિલે પૂછ્યું,શું થયું મમ્મી?"મમ્મી બોલ્યા," જો બેટા તું જે કરી રહ્યો છે એ ખરેખર સારી વાત છે. પણ આ વસ્તુના મૂળમાં જઈને જોઈએ તો આપણી ધરતી માતાની ખરાબ હાલત આપણે જ કરી છે. ધરતીમાતા બિચારી શ્વાસ ન લઈ શકે અને માસ્ક પહેરવો પડે એવી હાલત છે! ધરતીમાતા આપણને બને એટલા સુખ આપવા તૈયાર છે પણ આપણે જ એક ખરાબ બાળક જેવું વર્તીને આપણી માતાને કનડી રહ્યા છીએ."

મમ્મી એ વાત ચાલુ રાખી,"કોરોના વાયરસ આવ્યો એ પહેલાં સતત સમાચાર આવી રહ્યા હતા, દિલ્હી માં પ્રદૂષણ ખૂબ વધારે છે. અને અમદાવાદમાં, મુંબઈ માં પણ વધારે છે. અમુક અંતરથી વધારે જોઈ શકાય એવી પણ હાલત ન્હોતી. કોરોના અને લૉક ડાઉનના કારણે બધા ઘરમાં રહે છે. અત્યારે પ્રદૂષણ સાવ ઘટી ગયું છે.

લોકો વગર કારણ ના ઘરની બહાર નીકળીને અમથો પેટ્રોલનો ધુમાડો કરે છે. અત્યારે બધા ઘરે જ છીએ ને! ઘરે રહેવાથી થોડી વિચારશક્તિ ખીલી રહી છે.

કોઈ બહારનું જમીને બીમાર નથી પડતું, કોઈનું એક્સીડન્ટ નથી થતું, શ્વસન ક્રિયા ને લાગતા કોઈ રોગ નથી થતા. અરે! સામાન્ય તકલીફ પણ નથી થઈ રહી. ડૉક્ટર સાવ નવરાધૂપ થઇને બેઠા છે.

આ સમયગાળો આપણને ખૂબ વિચારવાનો સમય આપી રહી છે. બધું ખરાબ કરવાવાળા આપણે જ છીએ. ભલે આ વાઇરસ ગમે ત્યાંથી આવ્યો હોય પણ એનું કારણ આજની આપણી લાઇફસ્ટાઇલ છે. સગવડતા અને આધુનિકતાની પાછળ આંધળી દોટ મૂકવાને કારણે શું આપણે આપણી ધરતીમાતા ને દુઃખ નથી આપી રહ્યા!?"

સુનીલ ને મમ્મીની વાત સાચી લાગી. સુનીલે વિચાર્યું," મમ્મી ની વાત સાચી છે. હું અત્યારે ઘરે છું. લૉક ડાઉનના કારણે ઘરે છું. નહિતર બધા મિત્રોના ઘરે રખડીને પેટ્રોલનો ધુમાડો કરતો હોત!

ગંગા નદીના શુદ્ધિકરણ નો પ્રોજેક્ટ કેટલા સમયથી ચાલી રહ્યો છે! આજે એમને એમ પણ ગંગા નદી ચોખ્ખી થઈ ગઈ, પ્રદૂષણ ઘટી ગયું અને એના કારણે દૂર સુધીનું ચોખ્ખું દેખાય છે.

સુનીલે પોતાના જીવનમાં પરિવર્તન લાવવાનો નિર્ધાર કર્યો," હવે હું કદી વગર કારણે પેટ્રોલનો ધુમાડો નહિ કરું. કામ હોય તો જ બહાર જઈશ.

અને અઠવાડિયામાં એક દિવસ સંપૂર્ણ લૉક ડાઉન પાળીશ. લોકો અનલિમિટેડ માં જમવા જઈને જમવાનો બગાડ કરે છે. એ પણ હું નહિ કરું. પાણી નો પણ જરૂર મુજબ ઉપયોગ કરીશ. વાતાવરણ અને હવા ચોખ્ખી રહે એની માટે બધાને સમજાવીશ!"


Rate this content
Log in

Similar gujarati story from Inspirational