પરિવાર
પરિવાર
રાત જામતી જાય છે. ચોમેર સૂનકાર છે. સીમા અને સમીરના ઘરની લાઈટ ચાલુ છે. બંને ગેલેરીમાં આટાં મારે છે અને નજર રસ્તા પર છે. સલોની હજી ઘરે આવી નથી. પતિ-પત્ની આખો દિવસ કામ પર જાય. દીકરી જુવાન થતી જાય છે. પછી ખોટી સોબતમાં ભટકતી થઈ ગઈ છે, કોનો વાંક?
"મા-બાપને દેશમાં ન મોકલી દીધા હોત, તો આજે આ દિવસ જોવો ન પડતે." સમીર વિચાર કરે છે, પોતે માતા- પિતાનો દીકરેા બનીને ન રહ્યો તેમાં પોતાનો જુવાન દીકરો ખોયો... જે ડ્રગ્સના રવાડે ચઢી ગયો હતો અને અત્યારે નશાસુધાર ગૃહમાં છે. પતિ-પત્નીના સંબધ પણ કામ, પાર્ટી અને પાર્લર પાછળ સૂકાઈ ગયા છે. અને આજે દીકરીનો અતો-પત્તો નથી!
"જબ ચિડિયા ચૂગ ગઈ ખેત... અબ પછતાયે ક્યા હોવત હૈ?"
દરેક કુટુંબના દીકરા-વહુ પણ જો આ પહેલેથી જોઈ, સમજી શકે તો કુટુંબ તૂટતાં અટકે અને યુવાધન વેડફાતું બચે.
