Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

પ્રેમનો સ્વીકાર

પ્રેમનો સ્વીકાર

2 mins
125


"જ્યાં હોય જીવનની મસ્તી

જ્યાં હોય મિત્રતા અનોખી

એ હોય કોલેજની જિંદગી"

કોલેજનો પ્રથમ દિવસ હતો. ચારે તરફ કોલાહલ હતો. સૌ પોતપોતાની વાતોમાં મશગુલ હતા. ત્યાં જ એક રેડ કલરની કાર આવી. સુંદર અને આકર્ષક કાર. સૌ જોઈને આભા બની જાય એટલી સુંદર કાર. બધા એમાં કોણ હશે એ જોવા આતુર. સૌને એમ કે કોલેજના કોઈ પ્રોફેસર હશે. ત્યાં તો દરવાજો ખુલ્યો અને ખૂબ જ સુંદર છોકરી. જેનું નામ સોના. લાલ કલરનો ડ્રેસ, ઊંચી એડીના ચપ્પલ અને ખભે પર્સ. સૌનું ધ્યાન આકર્ષિત કરતી રૂમમાં દાખલ થઈ.

કોલેજના પ્રથમ વર્ષના ઓરડામાં દાખલ થઈ. બધા તેની સાથે મિત્રતા કરવા ઉતાવળા હતા. સોના પણ સ્વભાવે મળતાવડી. બધા સાથે વાત કરી. સૌની સખી બની ગઈ. કોલેજમાં બધા એની સાથે મિત્ર હતા. તેના જ રૂમમાં એક અનિકેત નામનો છોકરો. સ્વભાવે ખુબ સીધો. વધારે પડતાં વાત કોઈ સાથે ન કરે. ભણવામાં ખૂબ હોંશિયાર. સોનાને એનો સ્વભાવ ખૂબ ગમે. તેની સાથે વાત કરે. સોના મોટાભાગનો સમય અનિકેત સાથે પસાર કરે. બંને વચ્ચે ખૂબ સારી મૈત્રી.

સોના અનિકેતને પસંદ કરવા લાગી. અનિકેત આ બાબતે તેની સાથે કોઈ વાત ન કરે. એક દિવસ સોનાએ અનિકેતને કહ્યું," હું તને પસંદ કરું છું. હું તારી સાથે જીવન જીવવા ચાહું છું. અનિકેતે કંઈપણ જવાબ આપ્યો નહીં. બીજી વાત કરવા લાગ્યો.

કોલેજનું ત્રીજું વર્ષ પૂર્ણ થવા આવ્યું હતું. સોનાએ કહ્યું, "અનિકેત હું તને ખૂબ પસંદ કરું છું. શું હું તને પસંદ નથી ?" તું મારી વાતનો જવાબ આપતો જ નથી. ત્યારે અનિકેત બોલ્યો," જો સોના તું મારી ખુબ સારી મિત્ર છે. તું મને પસંદ છે. પરંતુ તું મારી પરિસ્થિતિ જાણતી નથી. તમે ખૂબ પૈસાદાર કુટુંબની છોકરી છે. તું એક દિવસમાં જેટલા પૈસા ખર્ચ કરે તે અમારી મહિનાની આવક છે. એટલા માટે હું તારી વાતનો જવાબ આપતો નથી. તું મારી પરિસ્થિતિને સ્વીકાર કરી શકીશ. જો હા તો મારા ઘરમાં સ્વાગત છે. નિર્ણય તારા પર છે. હું તને કોઈ જાતના દબાવમાં રાખવા માંગતો નથી."

સોનાએ ખૂબ વિચાર કર્યા પછી અનિકેતને કહ્યું," તું મને પસંદ છે. ભલે હું ગમે તેવા વાતવરણમાં ઉછરીને મોટી થઈ છું. પણ તારો દિલથી સ્વીકાર કરું છું. તારો સાથ જ મારા માટે ઘણો છે.

"જ્યાં હોય પ્રેમની મીઠી વાત

ત્યાં ન હોય સંપતિની વાત"


Rate this content
Log in

Similar gujarati story from Inspirational