Mittal Purohit

Drama Tragedy

5.0  

Mittal Purohit

Drama Tragedy

પ્રેમની રમત

પ્રેમની રમત

17 mins
624


" આસ્થા, તું હજુ પણ તૈયાર નથી? તને કહ્યું હતું કે આપણે ૪ વાગ્યે નીકળવાનું છે,.." અમીત થોડા ગુસ્સામાં બોલ્યો..૩:૩૦ થવા આવી હતી અને આસ્થા હજુ સિરિયલ માં મસ્ત હતી. એણે અમીત ની વાત નો જવાબ ના આપ્યો એટલે અમીત ટી.વી. ઑફ કરતાં બોલ્યો , ' આસ્થા, પ્લીઝ ઉભી થા હવે, મોડું થશે,તને રેડી થતાં વાર લાગશે.' હવે આસ્થા નું ધ્યાન ઘડિયાળ ના કાંટા તરફ ગયું, ' અરે બાપ રે ! સૉરી , જાનુ મારું ધ્યાન ન હતું, તું મને ૨૦ મીનીટ આપ હું આવું છું '.અમીત ને હળવું ચુંબન કરી આસ્થા અંદર ગઈ..અમીત ની આંખોમાં ભીનાશ આવી ગઈ..જાત ને સંભાળી એ ઉભો થયો.


         અમીતે શશી ને કૉલ કર્યો.' હેલ્લો, સાંભળ હું અને આસ્થા નીકળી એ જ છીએ તમે પણ જલદી પહોંચો..' કહી ફોન મૂકી એ પણ તૈયાર થવા ગયો..આસ્થા એ સરસ લાલ કલર ની સિલ્ક ની સાડી પહેરી જે એની સુંદરતા ને વધારી રહી હતી..ખુલ્લાં રેશમી વાળ, ગોરો - પાતરો અને કામ દેવ ને ય મોહી લે એવો સુંદર દેહ.જાણે સાક્ષાત કોઈ અપ્સરા આવી હોય એવી રૂપાળી લાગી રહી હતી એ. અમીત ના મનમાં એને પોતાની બનાવી લેવાની લાલચ જાગી. એના રુપ નું મૌન પાન કરતાં અમીત ની ચોરી પકડી ને આસ્થા એના ગળે વળગી પડી.' હું કેટલી સરસ લાગું છું નહીં? પણ જાનુ મારી સુંદરતા નો શ્રેય હું તને આપું છુ. તું મને એટલું ચાહે છે એટલે મારો નિખાર વધતો જાય છે. લવ યુ.આસ્થા ને આગળ બોલતી અટકાવી અમીત એને આછો ધક્કો મારી સડસડાટ રુમ ની બહાર નીકળી ગયો. આસ્થા થોડીવાર માટે ડઘાઈ ગઈ, એ સમજી ન શકી અમીત નું આ વર્તન. આસ્થા અમીત ની પાછળ પાછળ બહાર આવી.


     " આસ્થા, તારુ પર્સ લીધુ? અને હા , એમાં તારે જોઈએ એટલા પૈસા તિજોરીમાંથી લઈ લે, તારે કામ લાગશે." બોલતાં તો અમીત ના ગળે ડૂમો ભરાઈ આવ્યો, અમીત સોફા ઉપર લગભગ ફસડાઇ પડ્યો.આસ્થા કંઈ સમજી ના શકી આખરે વાત શું છે? .ઘર બંધ કરી બન્ને ગાડી માં બેઠા..અમીત ચૂપ હતો, આસ્થા એ અમીત ને પુછ્યું, " અમિત , શશી અને શિખા પણ આવે છે ને પાર્ટી માં??" 'હા' એટલો જ જવાબ મળ્યો..આસ્થા એ હળવેથી અમીત નો હાથ પકડ્યો અને મોડું એના લીધે થયું હોવાથી સૉરી પણ કહ્યું. છતાં અમીત કોઈ ચિંતા કે દુ:ખ માં હોય એમ લાગ્યું.


    આસ્થા એ મ્યુઝિક ઑન કર્યુ, " तुझसे नाराज नही जिंदगी हैरान हूँ मैं, हैरान हूँ मैं ।" શબ્દો સાંભળીને અમીત ની આંખોમાં ફરી ઝળઝળીયા આવી ગયાં ..ગીત બંધ કરીને એણે બારી બહાર જોવા નો વ્યર્થ પ્રયાસ કર્યો . આસ્થાથી હવે આ સહન ન થયું, એણે અમિત ને પૂછ્યું, " આખરે શું ભૂલ કરી મેં? કેમ આવું વર્તન કરે છે? એ જ કે તને ખૂબ પ્રેમ કર્યો?"..અને આસ્થા રડી પડી..અમીત ચૂપ રહ્યો, એણે ફરી શશી ને કૉલ કર્યો ' યાર , તમે કેટલે છો ? જલદી પહોંચો '.. આસ્થા એ હવે અમીત સાથે કંઈ જ ન બોલવાનો નિર્ણય કર્યો..એ રડતી આંખો થી બહાર ની દુનિયા જોઈ રહી.


     કેવું લાગે, જ્યારે તમે એક જ વ્યક્તિ ને પોતાની દુનિયા માની હોય અને એ જ વ્યક્તિ એક અકારણ તમને દુઃખ પહોંચાડે. બસ હવે તો બન્ને મૌન હતાં..જ્યારે કોઈ સાથે હોવા છતાં બહુ દૂર હોય ત્યારે બધું જ મિથ્યા લાગે. ૮ મહિનાના સાથ માં ૨ મહિના તો આસ્થા ને પોતાની જાતને સંભાળવામાં જ ગયા, પણ પછી ધીમે ધીમે અમીતની ભલાઈ, લાગણીઓ અને એની કાળજી એ આસ્થા નું મન મોહ્યુ. એ પોતાને તો ઓળખતી જ ન હતી, કોણ છે એ? ક્યાં રહે છે? એનું કોણ છે આ દુનિયા માં? કશુંય તો એ જાણતી જ ન હતી, બસ અમીતે જે કહ્યું એ જ એના માટે સત્ય હતું.

      જોરદાર બ્રેક વાગતાં જ આસ્થા વિચારોમાંથી જાગી, ગાડી પાર્ક કરી અમીત નીચે ઉતર્યો, સામે શશી અને શિખા પણ આવીને ઉભા હતા, અમીત શશી ને ભેટી પડ્યો કદાચ એ રડી ગયો, પણ આસ્થા ને જોતા જ એણે પોતાને સંભાળી લીધો..આસ્થા અને શિખા એ પણ હળવું હગ કર્યું..અંહી થી ચારેય એક જ ગાડી માં જવાના હતા, શશી એ અમીત ને સાથે બેસાડ્યો અને એણે ડ્રાઈવિંગ કર્યું, આસ્થા સ્પસ્ટ ન સમજી શકી કે શું ચાલી રહ્યું છે, પણ આ ચારેય ભેગા હોય અને મૌન એટલે ચોક્કસ કંઈક ગંભીર હશે એ જરુર સમજી ગઈ.


        બરાબર આઠ મહિના પહેલા આ ત્રણ એની જીંદગીમાં કોઈ મહત્વ ધરાવતા જ ન હતા, કદાચ કોઈ ઓળખાણ જ ન હતી.

       એક અંધારી રાતે અમીત, શશી અને શિખા કોઈ પાર્ટીમાંથી પાછા આવી રહ્યા હતા ત્યારે ત્રણે પોતાની મસ્તીમાં હતા અમીત ગાડી ચલાવતો હતો, શશી અને શિખા બન્ને પતિ -પત્ની પાછળ બેઠા હતા, અમીત બબડવા લાગ્યો,  " તમે એ ના ભૂલી જશો કે હું બેઠો છું, લવબર્ડસ.." શિખા એ અમીત ને બાજુ ની ખાલી સીટ ભરી લેવા કહ્યું, અમીત ખાલી હસ્યો, શશી પોતાના મિત્ર ને ઓળખતો હતો એણે શિખા ને કહ્યું, " ડીયર , તું ઓળખે તો જે આ શ્રમજીવી ને, એને પ્રેમ કરવાની કે કોઈ સુંદર છોકરી સાથે લગ્ન કરવાની ક્યાં ફૂરસદ જ છે? એને તો અંબાણી સાથે હરિફાઈ છે". અને ત્રણેય હસવા લાગ્યા.અમીત એ કહ્યુ પણ ખરું, " કે કોઈ એવું મળતું જ નથી જેની સાથે પ્રેમ થાય, પ્રેમ થી મોટો કોઈ બીજો વહેમ જ નથી".


     બસ આમ જ વાતો કરતા કરતા થોડાક આગળ વધ્યા ત્યાં અચાનક અમીત એ બ્રેક મારી, આગળ કોઇ અકસ્માત થયો હતો, રસ્તો સુમસામ હતો કોઈ રસ્તાની સાઈડમાં પડેલું દેખાયુ, ત્રણેય નીચે ઉતર્યા, એક યુવતી લોહીથી લથપથ પડી હતી, આજુબાજુ કોઈ દેખાયુ નહી, એના શ્વાસ ચાલુ હતા, એટલે પહેલા એને હોસ્પિટલ લઈ ગયા.

        ફોર્મ ભરતી વખતે પોલીસ કેસ કે બીજી કોઈ માથાકૂટ ના થાય એટલે અમીત એ ફોર્મમાં યુવતી ના પતિ તરીકે સાઈન કરી..એને એમ કે ભાન માં આવશે એટલે એ સમજાવી દેશે. એ રાત તો કોઈ ને શંકા ન થાય માટે અમીત ત્યાં એ યુવતી પાસે જ રોકાયો, સવારે ઘરે જઈને આવું એમ હોસ્પિટલ માં જણાવી એ નીકળી ગયો, એણે શશી ને કૉલ કરી જણાવી દીધું " તું અને શિખા જઈ આવો હવે હું આરામ કરીશ, જો એ યુવતી ભાન માં આવે તો બધું બરાબર સમજાવી દે જે, એનું નામ ખબર ન હતી તો મેં ફોર્મ માં આસ્થા લખ્યું છે ".


       અમીત ઑફિસે જવા નીકળી ગયો, શશી અને શિખા પણ હોસ્પિટલ પહોચી ગયા, થોડી વારે ડૉ. આવ્યા એમણે એ યુવતી ને તપાસી.. ડૉ. બધી સૂચનાઓ આપતા હતા અને શશી શિખા ને મૂકી ઑફિસ જવા નીકળી ગયો.શિખા જોઈ રહી આ યુવતી ને, કેટલી સુંદર છે, કોણ હશે? એમ વિચારી રહી હતી કે, એ યુવતી ભાન માં આવી, ડૉ ..એ એને ચેક કરી અને બધુ પૂછવા પ્રયત્નો કર્યા, પણ એ યુવતી ને કંઈજ યાદ ન હતું, ડૉ. ની હાજરી માં શિખા એ એ યુવતી ને પોતાની મિત્ર છે એમ કહી દીધું, એટલે ડૉ. એ યુવતી ના પતિને બોલાવવા કહ્યું, શિખા એ અમીત ને કૉલ કરી જણાવી દીધું, આસ્થા હજુ મૂંઝવણમાં હતી, એના મનમાં અનેક સવાલો ઘુમતા હતાં, એણે એક ચીસ પાડી.ડૉ . એ શિખા ને કહ્યું કે આપ એની મિત્ર છો તો એમને એમના અને અમીત વિષે વાત કરો જેથી એ મગજ પર બહુ ભાર ન આપે. શિખા સમજી ન શકી કે શું કહે, પણ ડૉ. ઉભા હોવાથી અમીત ની બધી વિગતો કહી અને એ પણ કહ્યું કે એ એનો પતિ છે. આસ્થા ને કશું યાદ તો ન આવ્યુ પણ આ હકીકત સ્વીકારવા સિવાય કોઈ રસ્તો ન હતો.


      થોડી વાર માં જ શશી અને અમીત પણ આવી પહોંચ્યા, શિખા એ બધી વાત કરી, ત્રણેય બહાર નીકળી ચર્ચા કરી અને નિર્ણય લીધો કે, આ યુવતી ના પરિવાર ને પોતે જ શોધશે..ત્યાં સુધી એને પોતાની સાથે જ રાખશે. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લઈ શશી ના ઘરે ગયા, ત્યાં શિખા એ આસ્થા ની સરસ સંભાળ રાખી, એમ ને એમ કરતાં ૨ મહિના પસાર થઈ ગયા, આસ્થા સતત શિખા ને પૂછતી, કે શા માટે અમીત એને ઘરે નથી લઈ જતો? ત્યારે ઘરે સંભાળ રાખનાર બીજુ કોઈ નથી એટલે એમ કહી શિખા ટાળી દેતી.

        બન્ને મિત્રો આસ્થા ના પરિવાર ને શોધી રહ્યા હતા, પણ ક્યાંય કોઈ પત્તો ન હતો. આ બાજુ આસ્થા વધુ યાદ કરવાની કોશિશ કરે તો એની તબિયત બગડી જાય, એટલે શશી, શિખા અને અમીતે નિર્ણય લીધો કે, આસ્થા ને અમીત ની જોડે એનાં ઘરે લઈ જવી.

        ધીમે ધીમે અમીત એની સરસ સંભાળ રાખતો અને બન્ને દોસ્ત બની ગયાં,  અમીત બન્ને ના લગ્ન ની એક કહાની બનાવી ને આસ્થા ને સમજાવી દીધી, આસ્થા ના પરિવાર માં કોઈ નથી અને પોતે પણ એકલો જ છે , જે ગણો એ આ શશી અને શિખા જ છે એ વાત પણ એને જણાવી..


      ધીમે ધીમે સમય વીતતો ગયો, ૪ મહિના પસાર થઈ ગયા, હજુ આસ્થા ના પરિવાર વિષે કંઈજ જાણવા મળ્યું ન હતું.અમીત ખૂબ સમજુ અને સંસ્કારી છોકરો હતો, એણે ક્યારેય આસ્થા ની ગયેલી યાદ શક્તિ નો ફાયદો ઉઠાવ્યો ન હતો.. આસ્થા ની, એના અને અમીત ના સંબંધ ને લઈ ને જે મૂંઝવણ હતી એ પણ અમીત સમજી ગયો અને હસી ને કહેતો, ' તુ સારી થઈ જાય અને તને વિશ્વાસ થાય કે હું જ તારો પતિ પછી જ હું તને સ્પર્શ કરીશ. આથી આસ્થા ના મનમાં અમીત ને લઈ ને ખૂબ આદર્શ જાગ્યો.

       આસ્થા ની સંભાળ રાખતા રાખતા અમીત ને ક્યારે એની સાથે પ્રેમ થઈ ગયો એ ખ્યાલ જ ન રહ્યો..અમીતે શશી અને શિખા ને બધી વાત કરી, શશી એ આ વાત જાણી કે એ ખુશી થી ઉછળી પડ્યો,," અરે દોસ્ત, તને આખરે કોઈ ગમ્યું ખરુ, તારા જીવન ની એકલતા દૂર થાય એથી વિશેષ બીજુ શું હોય? આસ્થા ખૂબ સારી છોકરી છે, એને કહી દે તારા દિલ ની વાત".

 શિખા : ' પણ શશી, આ તો અંધારા માં તીર મારવા જેવી વાત છે, જ્યાં સુધી એનો પરિવાર ન મળે ત્યાં સુધી જ એ અમીત ની સાથે, કોઈ એની શોધ કરતાં આવશે તો?.આમ લાગણીઓ માં ડૂબવાની વાત ન કર, એ કોણ છે? ક્યાં રહે છે? અને સૌથી મહત્વનું કે જો કદાચ એ પરણિત હશે તો? '

 શશી : ' શિખા, તુ જાણે છે કે, અમીત એકલો કેવી રીતે જીવે છે? જો એના જીવનમાં કોઈ ખુશી ઓ લઈ ને આવે તો કેમ રોકે છે તું?'

 શિખા: શશી, હું ય અમીત નું ભલું જ ઈચ્છું છું, એટલે જ કહું છું, કાલે અમીત અને આસ્થા નો સંસાર સરસ ચાલતો હોય અને એનો પરિવાર મળે, એને લઈ જાય તો??

 શશી : અરે ૫ મહિના થયા.આપણે શોધખોળ પણ કરી, જો મળવાના હોત તો મળી ગયાં હોત, હવે અમીત ને જીવન શરુ કરવું જ જોઈએ.

 શિખા: ભલે , ચલો કોઈ લેવા ન આવ્યુ, પણ અચાનક જો આ છોકરી ને એનું બધું યાદ આવી ગયું તો? કદાચ એ પરણેલી હશે તો? વિચાર કર્યો એ વિશે. શું જવાબ આપશો. એની ખોવાયેલી યાદશક્તિ નો તમે ફાયદો ઉઠાવ્યો એમ?? 

 શશી : જો શિખા, તું એ બધું હમણાં ન વિચારીશ..તું એમ કહેવા માંગે છે કે અમીત એની સાથે એક જ ઘરમાં રહેવા છતાંય, પતિ -પત્ની છે એમ કહ્યા પછી પણ એ આસ્થા થી દૂર રહે, અને જીવન માં પહેલી વાર તો એને પ્રેમ થયો અને એ પણ સાચો, છતાંય એ દૂર રહે.ભગવાન જે કરશે એ સૌનું ભલુ જ કરશે.


         મોબાઈલની રીંગ વાગતાં જ શિખા વિચારોમાંથી બહાર આવી. એ આસ્થા અને અમીતના ચહેરા તરફ જોઈ રહી. એના શબ્દો જ એને આજે ધારદાર છરી જેવા લાગ્યા, અમીત, આસ્થા અને શિખા ત્રણેય ની આંખો ભીની હતી.

      શિખા એ આસ્થાના હાથ પર હાથ મૂક્યો..એને આશ્વાસન આપવાનો પ્રયત્ન કર્યો, પણ આસ્થાની આંખોમાં છલકતા આંશુ જોઈ એ પોતે રડી પડી.. અને આસ્થા ચોંકી ગઈ, " શિખા, તું કેમ રડે છે? મારી આંખો તો અમીતના બદલાયેલા વર્તન ના લીધે, પણ તું કેમ? " 

શિખા એ અમીત તરફ જોયું, અમીતે આંખો થી ઈશારો કર્યો, એટલે શિખા એ આસ્થા સાથે વાત શરુ કરી.


     " આસ્થા, હું જે કહું એ ધ્યાન થી સાંભળ, જો અમે કોઈ તને દુઃખ પહોંચાડવા ન હતા માંગતા, અમે જે કર્યું એ તારા ભલા માટે જ. હું જે કહું એ પછી તું અમને ખોટા ન સમજીશ."

   ' કેમ એવી કઈ વાત છે? જે આપણી સૌની સાથે જોડાઈ છે? અને આપણે પાર્ટી માં જઈએ છે ને? તો આટલી શાંતિ કેમ?'

   " જો આસ્થા, તને અમે જેટલી પોતાની માની એનાથી વધુ તેં અમને માન, સન્માન અને પ્રેમ આપ્યો..અને અમીત માટે તો તું એના જીવવાનું બળ છે:"..

   'તો શશી વાત શું છે? આજ અચાનક તમે બધાય કેમ આમ વર્તન કરો છો? વાત શું છે?' 

   હવે હિંમત કરી શિખા એ આસ્થા ને બધું જ કહેવાની શરુઆત કરી.." આસ્થા, આપણે કોઈ પાર્ટી માં નથી જતા, આપણે રાજકોટ જઈએ છીએ,".. 

 'રાજકોટ? કેમ કોને ત્યાં?'

 " તારા ઘરે આસ્થા, તારા પરિવાર પાસે"..

  " એટલે? મારા પરિવાર પાસે? હું સમજી નહી "

    એટલે શિખા એ બધી જ વાત કરી, અને કઈ રીતે અમીત ને પણ એનાથી પ્રેમ થયો પણ એનો ફાયદો ઉઠાવી ક્યારેય આસ્થા ને અડ્યો પણ નથી એટલે આસ્થા એને ખોટો ન સમજે એ પણ જણાવ્યું.


    આસ્થા થોડી વાર સુધી સ્તબ્ધ બની સાંભળી જ રહી એ સમજી ન શકી કે એ શું બોલે. એક પળમાં આખી જિંદગી બદલાઈ ગઈ, જેને એ પોતાના સર્વસ્વ માનતી હતી એ તો એના હતા જ નહીં, અને જે ખરેખર એના છે એ એને યાદ જ નથી..આ કેવી સ્થિતિ.

      શિખા એ એના ખભે હાથ મૂકીને એને સમજાવવા પ્રયત્ન કર્યો, " જો આસ્થા, અમારામાંથી કોઈ ઈચ્છતા નથી કે તું અમારી જીંદગીમાંથી જાય પણ તારા પોતાના પરિવાર માટે પણ તું એટલી જ જરૂરી હશે એ જ વિચારે તને તારા સાચા ઘરે લઈ જઈએ છીએ ".આસ્થા હવે કંઈજ બોલવાની સ્થિતિમાં ન હતી એની આંખોમાંથી સતત વહેતા આંશુ સાથે એ અમીત ને એકીટશે જોઈ રહી.

     " આસ્થા, અમે તારુ ભલું જ ઈચ્છીએ છીએ, તને જોયા પછી મને એમ લાગતુ હતુ કે ભગવાને તને મારી નાની બેન બનાવી ને મોકલી, પણ.

.તું અમારી અને અમીત ની સ્થિતિ સમજી શકે છે " કહી શશી એ આસ્થા તરફ એક વ્હાલભરી દ્રષ્ટિ કરી.


    " તો હવે એટલું કહેવાની મહેરબાની કરશો ? કે હું કોણ છું? અને તમને શી ખાતરી કે જ્યાં મને લઈ જાવ છો એ મારો પરિવાર જ છે? કે પછી એમ લાગ્યું કે આ અજાણી વ્યક્તિ માટે શા માટે પોતાના પૈસા, ઘર અને સુખ બગાડવા? એમ જ વિચાર્યું હશે ને?"- એક આક્રોશ સાથે અને ક્રોધાવેશ નજરે અમીત તરફ જોઈને આસ્થા બોલી.

     અમીત હજુ સુધી મૌન જ હતો..શશી કંઈક બોલે એ પહેલાં જ અમીતે શશી ને રોકી લીધો..અને ગાડી ઉભી રાખવાનો ઈશારો કર્યો, એક ચા ની લારી હતી..બન્ને નીચે ઉતર્યા..શશી એ શિખા અને આસ્થા ને ચા માટે પુછ્યું,  શિખા નીચે ઉતરી, આસ્થા એ ના કહી, એટલે અમીત ચા લઈ એની નજીક ગયો, " લે ચા પી લે, તને માથું દુખશે " .. આસ્થા અમીત ને એકીટશે જોઈ રહી.શા માટે એ એની આટલી ચિંતા કરે? કોણ છું હું એની? શા માટે એ એની જીંદગી માં આવ્યો?? વગેરે પ્રશ્નો એના મનમાં ઘુમરાતા હતા.આસ્થા કોણ જાણે કેમ પણ, ચ્હા માટે ફરી ના ન કહી શકી.


     જીવન ની સફર અટકી ગઈ હતી, પણ ગાડી ની સફર ફરી આગળ વધી.આસ્થા એ એક અકળામણ સાથે ત્રણેય સામે જોયું..એણે એ ત્રણેય ને પૂછ્યું, " તમે કેવી રીતે કહી શકો કે એ મારો પરિવાર જ છે? કોઈ ખાતરી કરી કે એમ જ મારા થી છુટવા.." વાક્યને એ પુરુ ના કરી શકી, એની આંખોમાં થી આંશુ વહેવા લાગ્યા.

 " તને શું લાગે, અમે તારા થી છુટવા માંગીએ છીએ? એમ હોત તો એ લોકો ને ક્યારના અંહી બોલાવી તને સોંપી દીધી હોત. શિખા થી આગળ બોલી ન શકાયુ. શશી એ વાત આગળ વધારી, " આસ્થા અમે એમ જ તને લઈ નથી જતાં, હું અને અમીત રાજકોટ જઈ પુરી ખાતરી કરી ને આવ્યા..ત્યાં તારા માતા પિતા અને એક નાનો ભાઈ છે, એ તારી ખૂબ આતુરતા થી રાહ જુએ છે..

      આસ્થા એ એક હાશકારો અનુભવ્યો..એ સાથે જ એનાથી બોલી જવાયું " એનો મતલબ હું કુંવારી જ છું, હું એ લોકો ને સમજાવીશ એ મારા પ્રેમ ને સમજશે"..

   ' ના આસ્થા, જો એમ શક્ય હોત તો અમે દુખી ના હોત. ક્યારનાય તને ત્યાં જઈ ને માંગી લાવ્યા હોત'.. અમીત બોલ્યો.

'તો શું થયું? '

' તારી સગાઈ થઈ ગઈ છે, એ તને ખૂબ જ ચાહે છે, અને કુદરતી કરામત તો જો, તારું સાચુ નામ અમીતા છે..કાશ આ અમીત ની અમીતા હોત.પણ આ કાશ.બહુ નડે'..અમીત ની આંખોમાં ભીનાશ આવી ગઈ. 


 બપોર થવા આવી હતી, એક કાઠીયાવાડી હોટલે ગાડી ઉભી રાખી શશી નીચે ઉતર્યો, એની સાથે શિખા પણ ઉતરી. ગાડી માં અમીત અને આસ્થા એકલા હતા..અમીત નીચે ઉતરવા લાગ્યો ત્યાં જ આસ્થા એ એનો હાથ પકડી લીધો, " અમિત, તારા કહેવાથી ય મને કંઈજ યાદ નથી આવતું, તો મારો ભૂતકાળ, જે મને ખબર કે યાદ પણ નથી એના લીધે હું મારો વર્તમાન અને ભવિષ્ય બન્ને બગાડી રહી છું..

શું આ યોગ્ય છે ખરુ? હું તો એક લાશ જેવી હતી એમાં પ્રાણ પુરી નવું જીવન તેં આપ્યું, હવે મેં તને જ મારુ સર્વસ્વ સોંપી દીધું હવે તું બોલ શું કરવું?"

   અમીતે હાથ છોડાવી એટલું જ કહ્યું, " એ તને ખૂબ સુખી રાખશે, પ્રેમ અને પૈસો બન્ને છે એની પાસે.મારી પાસે ફક્ત પ્રેમ જ છે, તું ત્યાં વધુ સુખી થઈશ.." 

 " એમ, તે અંદાજ પણ લગાવી લીધો, પૈસા જ બધું છે, તો લોકો પ્રેમ ના મળતા કેમ આત્મહત્યા કરે? અને તું કહે છે કે એની પાસે ખૂબ પૈસા છે તો તું એટલો ય વિશ્વાસ નથી કે મને પણ વાપરવા આપશે, તો તે મને તિજોરીમાંથી લઈ લે એમ કહ્યું. અમીત મારી જીંદગી હવે તું જ છે.


     અમીત હૉટલમાં ગયો..આસ્થા એટલે અમીતા પણ પાછળ ગઈ.જમી બધા ફરી રવાના થયા, આસ્થા એ ગીત વગાડવા કહ્યું, શશી એ ગીત વગાડ્યુ.. "तुझसे नाराज नही जिंदगी हैरान हूँ मैं । हैरान हूँ मैं ।तेरे मासूम सवालों से परेशान हु में ।"  અમીત આસ્થા ને જોઈ રહ્યો..જાણે ગીત ના શબ્દો એ લોકો માટે જ રચ્યા હોય એમ લાગ્યું.

       રાજકોટ આવી પહોંચ્યા હતા, હવે આસ્થા પોતાના પરિવાર ને મળવાની હતી, પણ ના એને એ વાત નો કોઈ હરખ હતો કે ના કોઈ ઉત્સુકતા. એની આંખો તો ક્યારનીય અવિરત છલકાતી હતી, જીવન ના મધ દરિયા આવી ને એ ઉભી હતી અને એ જે નાવ માં બેઠી હતી એ એની મંઝીલ સુધી જવાની જ ન હતી,..

     એક મોટા બંગલામાં બધા પ્રવેશ્યા, એ બંગલામાં હાજર સૌ દોડતા આવ્યા, આસ્થા ને ભેટી ને એના માતા-પિતા ખૂબ રડ્યા, પાછળ ઉભેલા એનો ભાઈ હળવેથી આવી ને એની પાસે ઉભો રહ્યો, ' દીદી , તું કેમ જતી રહી હતી, હવે હું તને ક્યાંય નહીં જવા દઉ..' એટલા માં જ એના પપ્પા બોલ્યા, ' અરે ચલો મારી દીકરી ઘરે આવી છે, એ સાસરે જાય પછી આટલુ રડજો, હમણાં તો મારી દીકરી આ ભલા માણસ ની મહેરબાની થી સાજી ઘરે આવી છે એને અંદર લઈ જાવ'..

   ત્યાં જ મમ્મી બોલી ઉઠ્યા, " હવે હું મારી લાડલી ને ક્યાંય પણ નથી જવા દેવાની" વાત પુરી થાય એ પહેલાં જ આસ્થા નો મંગેતર આવ્યો અને બોલ્યો, " ના મમ્મી, મેં અમી વિના આ સમય કેવી રીતે પસાર કર્યો એ મારુ મન જ જાણે, હવે એ આપણ ને મુકી ને ક્યાંય પણ નથી જવાની" બોલતાં જ એ એને ભેટી અને રડવા લાગ્યો, .


    આસ્થા કંઈ જ બોલી નહીં, એને તો આ લોકોમાંથી કોઈ જ ચહેરો યાદ ન આવ્યો,એક અજાણી વ્યક્તિ ના ચહેરા પર જેમ અણગમો હોય એમ એણે ચહેરો કર્યો. મહેમાન ગતિ માણી ને આસ્થા ને મૂકી ત્રણેય પાછા ફર્યા,એક ખાલીપો હતો જેને ભરવા શશી એ મ્યુઝિક ઑન કર્યુ..પણ અકળામણ વધુ થતાં એ પણ બંધ કર્યું..આ બાજુ આસ્થા ને બધાય બધુ યાદ કરાવવા મથવા લાગ્યા, જુના ફોટા, જુની વાતો,વગેરે ધ્વારા, પણ એને તો એ જ યાદ આવતું જે એને ભૂલવાનુ હતું, જેની સાથે એને કોઈ સંબંધ ન હતો. પોતાના લોકો વચ્ચે ય એ પારકી હોય એમ એ એકલી રડવા લાગી. એને તો અમીત સાથે વીતાવેલી હર ક્ષણો યાદ આવવા લાગી.


      આસ્થા ને અંહી આવ્યા ને અઠવાડિયુ થવા આવ્યું, એ ધીમે ધીમે સાવ સૂનમૂન બેસી રહેતી.એને યાદ તો ઘણું બધું આવતું પણ એ અહીનુ નહી, અમીત સાથે નું. એક દિવસ આસ્થા ની સગાઈ થઈ હતી એ અનુપ આસ્થા ને ફરવા માટે લેવા આવ્યો..એ એમની મનપસંદ જગ્યાએ ગયા..અમીતા ને ભાવતી દહીં પુરી મંગાવી પણ એના ચહેરા પર કોઈ જ ખુશી કે ઉત્સાહ જણાયો નહીં..

    અનુપ એક સમજુ વ્યક્તિ હતો..એણે અમીતાનો હાથ પોતાના હાથમાં લઈ એની મૂંઝવણ સમજી જતાં કહ્યું, " અમુ, તને ખબર છે અમે તારી કેટલી રાહ જોઈ, તને કેટલું શોધી? આ ૮ મહિના અમારા બંધાય માટે ખૂબ જ ખરાબ હતાં, છતાંય મને આપણા પ્રેમ ઉપર વિશ્વાસ હતો, મને હતું કે તું મને એકલો મુકી ક્યાંય નહીં જાય..બહુ રડ્યો તારી યાદ માં, બહુ તડપતો તને શોધવા, મેં મમ્મી પપ્પા અને ભાઈને તો સાચવ્યા પણ એકાંત માં હું તુટી જતો..જ્યારે તારી ખબર મળી ત્યારે જાણે એક નવું જ જીવન મળ્યું એમ લાગ્યું..પણ તું ક્યાં છે એ કરતાં યાદ વધુ ચિંતા એ હતી કે કેવા લોકોની સાથે હશે. પણ સાચું કહું, આ અમીતજી ને મળ્યા પછી લાગ્યું કે તું એક જવાબદાર વ્યક્તિ ના ઘરે છે તું..અને હાશ થઇ, એ ખૂબ સારો વ્યક્તિ છે. મને વિશ્વાસ છે કે એણે તારી ખૂબ સંભાળ રાખી જ હશે ‌..એ વ્યક્તિ એ ક્યારેય તારી ગયેલી યાદશક્તિ નો કોઈ ફાયદો નહીં ઉઠાવ્યો હોય એ પણ હું જાણું છું..એ તને અહી લાવ્યા એ પહેલાં અમે ૨-૩ મુલાકાત અમે કરી હતી.(આસ્થા ની આંખો માં અમીત નું નામ સાંભળીને આંસુ આવી ગયાં. એનાં એ આંસુ લૂછતાં જ અનુપ બોલ્યો).અમુ, હું સમજું છું કે આ સમય તે કેવી રીતે પસાર કર્યો હશે, અમીત જી એ મને જણાવ્યું કે એમણે તને એમની પત્ની તરીકે રાખી હતી પણ ક્યારેય સ્પર્શ કરી નથી. અમુ, હું એક શિક્ષક છું, મને ખબર છે કે એક સ્ત્રી નું માન જાળવતો પુરુષ એ સ્ત્રી માટે કેટલો મહત્વનો હોય.. એ ન ભુલીશ કે આપણે પહેલાં સારા મિત્રો છે, એટલે હું કોઈ જબરદસ્તી તારી જીંદગી માં આવવા નથી માગતો, તું અમીત જી ને પ્રેમ કરે છે ને?‌ તુ અંહી છું પણ શરીર થી જ બાકી તારું મન તો તું ત્યાં જ મુકીને આવી. તારી ખુશી જ મારી ખુશી. બોલ ઘરનાં ને હું મનાવીશ..પણ તારી આ ચુપ્પી મને કોતરી ખાય છે"


     વાક્ય પૂર્ણ થાય એ પહેલાં તો અનુપ રડી પડ્યો..અને આસ્થા ની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.અનુપે ફરી ધીમે થી કહ્યું, " બોલ અમુ, શું છે તારા મગજ માં, તારા દિલ માં. હું પહેલા તારો દોસ્ત. બોલ".

  અને જાણે આસ્થા અમીતા બની અનુપ ને ભેટી ખુબ રડી. અનુપ બધું સમજી ગયો, એણે આસ્થા ને વચન આપ્યું કે એ ઘરનાં ને સમજાવશે.અને હંમેશા આસ્થા નો સારો દોસ્ત બની ને રહેશે.

અમીતા ના ઘરે બધાને સમજાવીને અનુપે- અમીતા ને અમીત પાસે મોકલવા ની તૈયારી કરી.. પોતાની અંદર ના અધૂરા પ્રેમ ને દોસ્તી નું નામ આપી લાગણીઓ ને એણે સમેટી લીધી..

   ' અમીત, ઘરે જઈને આરામ કર, તારી આ હાલત નથી જોવી મારે, શિખા સાચું જ કહેતી હતી, પણ મેં જ તને ઉશ્કેર્યો..' શશી ને જાણે પસ્તાવો થતો હતો.. 

   " દોસ્ત, એટલે જ હું આ ચક્કર માં ન'તો પડતો, આ પ્રેમ બરબાદ કરી નાખે છે. મને એ ઘર -ઘર લાગતું જ નથી આસ્થા વિના. એને કેવી રીતે ભુલી શકાય?" બોલતા બોલતા તો અમીત ધૃસકે ધૃસકે રડી પડ્યો.


  જેમતેમ કરીને એ અમીત ને સમજાવી ને એના ઘરે લાવ્યો.. ઘરનો દરવાજો ખોલ્યો તો અંદર નું દ્રશ્ય જોઈ શશી અને અમીત આશ્ચર્ય માં પડી ગયા.અંદર અનુપ, આસ્થા અને શિખા પહેલાં થી જ હતાં..શિખા એ અમીત ની નજર ઉતારી અને હર્ષાશ્રુ સાથે બોલી, " મારી જ નજર લાગી હતી તમને બન્ને ને, તમારી બન્ને ની હાલત જોઈ હું મારી જાતને જ દોષિત માનતી હતી, શા માટે મેં અમંગળ વિચારો કર્યા એમ ભગવાન ને કહેતી હતી, અને ખૂબ પ્રાર્થના કરતી કે કોઈ ચમત્કાર થાય. અને જો આ ચમત્કાર, તારા પ્રેમ ની તાકાત થી આપણી આસ્થા પાછી આવી ગઈ..અમીત, આ દેવદૂત એવા અનુપ ભાઈ નું રુણ આપણે ક્યારેય નહીં ચુકવી શકીએ.." આટલું બોલતાં જ શિખા ને અટકાવી અનુપ બોલ્યો.." અરે બહેન લેખ તો ઉપરવાળો લખીને જ રાખે ,એ ધારે એની સાથે મેળાપ કરાવીને જ રહે.. અમુ ને મેં ચાહી પણ અમીત ભાઈ જેટલી કદાચ ચાહત નહીં હોય તો ભગવાને એમનો મેળાપ કરાવ્યો.."

 અનુપ ના પગ માં પડતા અમીત આંસુ સાથે બોલી પડ્યો" ખબર નહી કયા એવા પુણ્ય કર્યા કે આસ્થા મને મળી, પણ હા, હું એટલો સ્વાર્થી નથી કે કોઈ ના ભાગ ને ઉધાડી ને મારું ઘર મહેકાવુ.. તમારો આ ઉપકાર તો મને સાત જન્મ નહીં ભુલાય.પણ આસ્થા પર તમારો હક છે"


     હવે આસ્થા એ મૌન તોડતા કહ્યું" હું કોઈ રમકડું નથી, મને જો અપનાવવી જ નહતી તો કેમ તારા જીવનમાં લાવ્યો. હું રાજકોટ રહી પણ મને કંઈજ યાદ ન આવ્યું..મારા માટે તું જ સર્વસ્વ છે,, અનુપ જી ખુબ સારા છે પણ મને કશું યાદ ન આવે ત્યાં સુધી મારે જીંદગી ને રોકી રાખવી? અનુપ જી ની દોસ્તી હું આજીવન નિભાવીશ ..પણ એક પતિ તરીકે તો મેં તને જ માન્યો છે.. તું નક્કી કર શું કરવું.."

     બધાંની વાતો સાંભળી અમીત એક આંસુ ભરી આંખે આસ્થા ને કહ્યું"" બોલ, આસ્થા ! શું મારા ઘર અને દિલની રાણી બની ને મારા જીવનમાં મહેક લાવીશ?""

      અને અમીત ની એ અપ્સરા એ એક શરમના શેરડા સાથે અમીત ને ભેટતા બોલી"" હા, પણ એક શરત , મારી સિરિયલ ટાઈમ તું ટી.વી. ઑફ નહીં કરે"..

   "મંજુર" કહી બન્ને એકબીજાને ભેટી પડ્યા..શશી અને શિખા ઈશારો કરી અનુપ નો આભાર માની રહ્યા અને અનુપ ના મોબાઈલ માં રીંગ રણકી. तुझसे नाराज़ नहीं जिंदगी हैरान हुआ में ,हेरान हु".


Rate this content
Log in

Similar gujarati story from Drama