Alpa Vasa

Inspirational

2  

Alpa Vasa

Inspirational

પ્રેમની પરિભાષા

પ્રેમની પરિભાષા

5 mins
7.5K


૧૮ પ્રેમની પરિભાષા

પ્રકૃતિની જેમ પ્રેમી હ્રદય પણ વસંત પાંગરે અને મહોરે છે. પ્રેમ આંધળો છે. તેમ તેનામાં માણસને સમૂળો આદત, સ્વભાવ, ગમા, અણગમા સહિત બદલી નાંખવાની તાકાત છે. દાખલા રૂપે, આજે એવા બે પ્રેમી, રાશિ અને રોહિતની વાર્તા કરું.

સંતાનની ખુશીમાં જ પોતાની ખુશી માનનારાઓમાં રાશિના માતા-પિતા મોખરે હતા. અને કેમ ન હોય?  લગ્નનાં દસ વર્ષ પછી ખૂબ વ્રત, દોરા-ધાગા કર્યા પછી આવેલી દીકરી હતી. પછી પોતાના પગલે લક્ષ્મીને પણ લઈને આવી હતી. મોટી થતી ગઈ તેમ રંગે-રૂપે, ડહાપણ અને બુદ્ધિમત્તામાં પણ કાઠું કાઢવા લાગી. નામ પ્રમાણે જ બારે બાર રાશિના સુખ, ઐશ્વર્ય પોતાની તથા માતા પિતાની ઝોળીમાં ભરવા લાગી હતી. ખૂબ જ વહાલ અને લાડકોડમાં ઉછરતી રાશિને કશું માંગવું જ નહોતું પડતું. કલ્પવૃક્ષ સમાન તેના માતા પિતા અને નોકરો તેનો પડ્યો બોલ ઝીલતા અને વગર માંગે બધું હાજર કરી દેતા.

સ્કુલ પતાવી, રાશિ તેના ઘરથી ઘણે દૂર એવી કોલેજમાં આવી. એક તો રાશિની પસંદની કોલેજ અને ગાડી – ડ્રાઇવરની સગવડ હતી. તેથી માતા પિતાને ના કહેવાનો કોઈ સવાલ જ ન હતો. ઘર અને સ્કુલના કોચલામાંથી બહાર, કોલેજના મુક્ત વાતાવરણમાં રાશિને ધીરેધીરે દુનિયાના સારા-ખોટા પાસાનો અનુભવ થવા લાગ્યો. પણ તે સમજદારીથી ડગ માંડતી હતી.

એક દિવસ કોલેજ છૂટ્યા પછી, બધા મિત્રો ગૃપમાં બેઠા હતા, ત્યારે દોડતી પ્રિયા આવી, "હલ્લો ફ્રેન્ડ્સ, કાલે બધા સાંજે ૭ વાગે ગોલ્ડન હાઉસમાં આવી જજો. એક સરપ્રાઈઝ છે." 

"પણ, એ તો ડિસ્ક છે ને?" ચિંતિત સ્વરે રાશિએ કહ્યું.

"સો વ્હોટ? તને કોઈ ખાઈ નહી જાય. આપણું આખું ગ્રુપ, અને મારા બીજા મિત્રો પણ છે. લગભગ પચ્ચીસ-ત્રીસ મિત્રો જઈશું. સો, નો આ્રગ્યુમેન્ટ એન્ડ નો નખરા. યુ ઓલ આર કમીંગ. ઓકે."                  

રાશિની આંખ ખૂલી. તે એક અજાણ્યા રૂમમાં પલંગ પર સફાઈથી ઓઢીને સૂતેલી હતી. તેનું માથું દુખતું હતું તેથી અનાયાસે તેનો હાથ માથા પર જવા ઉંચકાયો. તેણે જોયું તેના એક હાથમાં ગડી વાળેલો કાગળ હતો, ને બીજા હાથમાં તેનો મોબાઈલ. "ઓહ! હું કયા છું?" એ વિચારે તેણે કાગળની ગડી ખોલી. લખ્યું હતું, "ડોન્ટ વરી, યુ આર સેફ. કોલ મી ઓન નંબર. રોહિત." રાશિએ ધ્રુજતા હાથે ફોન લગાવ્યો. "હલ્લો,.. હલ્લો.. હું રાશિ." "આર યુ ઓકે નાઉ? હું રોહિત, બસ બે જ મિનિટમાં આવ્યો."

રાશિ ફ્રેશ થઈને, પોતે ક્યાં, કેવી રીતે? શું? વગેરે જવાબ વગરના સવાલો મગજમાં લઈને વિચારમાં અટવાતી બેઠી હતી ત્યાં ટક, ટક, ટક.. દરવાજે ટકોરા પડ્યા. ગભરાતા રાશિએ કી હોલમાંથી જોયું. કંઈક જાણીતો ચહેરો લાગ્યો. તેણે દરવાજો ખોલ્યો. આગંતુકે કહ્યું, "કેમ છે, તને હવે? આર યુ ઓકે નાઉ?" "તું...? મેં જોયો છે તને, આપણી કોલેજમાં. પણ મને કાંઈ સમજાતું નથી." ને રાશિ માથું પકડીને બેસી ગઈ. "રાશિ, હું રોહિત છું. કોમર્સ વિભાગમાં ટી.વાય.માં છું." "આહ, મારું માથું? પણ હું અહીં કેવી રીતે? હું ક્યાં છું? હું, હું તો પ્રિયાની પાર્ટીમાં ગોલ્ડન હાઉસ ગઈ હતી."

"હા, મને ખબર છે. આ ગોલ્ડન હાઉસનો જ ઉપરનો રૂમ છે. સાંજે તારા મિત્રોએ કંઇક અંશે મજાકમાં ને મહદ્ અંશે બદ ઈરાદાથી તને નશો કરાવી દીધો હતો. હું અહીં બાઉન્સરની ડ્યુટી, એઝ પાર્ટ ટાઇમ જોબ કરું છું." "તો? મારા બધા મિત્રો ક્યાં ગયા?" "બધા જ નશામાં ધુત્ત હતા. હજી આઠ – દસ જણાં નીચે છે. તારી સાથે કંઈક અજૂગતું બનશે એવું લાગતા, તને સંભાળીને અહીં મૂકી ગયો હતો. અને નશો ઉતારવાની દવા પણ પીવડાવી હતી."

વાસ્તવિકતાને બરાબર સમજી ગયેલી રાશિ ભાવવિભોર થઈ ગઈ. " થેક્યું, થેંક્યુ વેરી મચ. આ અણજાણતામાં થયેલો પહેલો જ શોકીંગ અનુભવ, ને તારા શુભ પ્રયાસે તેમાંથી બચી પણ ગઈ. ફરી ખૂબ આભાર. પણ હવે હું ઘરે જઈશ. મારા પેરન્ટ્સ ચિંતા કરતા હશે."

"રાતના બે વાગ્યા છે. ક્લબ પણ હવે બંધ થશે. હું મૂકી જાઉં છું તને ઘરે. અને હા, તારા મોબાઈલમાંથી ડેડના નામે સેવ કરેલા નંબર પર ચિંતા ન કરવાનો મેસેજ પણ મૂકી દીધો હતો."

રાશિ તો રોહિતના એક પછી એક કરેલા ઉપકાર નીચે દબાતી જતી હતી. સમજદારને એક ઠોકર જ બસ થઈ જાય છે. આ એક પ્રસંગે રાશિને વિચારતી કરી મૂકી. રાશિ અને રોહિત હવે દોસ્ત થઈ ગયા. જેમ જેમ રાશિ, રોહિતને મળતી ગઈ તેમ તેમ તેના વિચારો. આદર્શો તેને આકર્ષાવા લાગ્યા. મધ્યમ વર્ગીય રોહિત સવારે કોલેજ જતો ને રાત્રે બાઉન્સરની નોકરી કરી પોતાનો અને નાના ભાઈનો ભણવાનો ખર્ચો કાઢી લેતો, જેથી સરકારી ક્લાર્ક પિતાને રાહત મળે.

રોહિત સાથે હરતા-ફરતા તેની પ્રમાણિકતા અને સચ્ચાઈની પણ પરખ રાશિને થઈ ગઈ. રોહિત બીજાની જેમ તેના પૈસા કે રૂપમાં પણ અંજાઈ નહોતો ગયો. રોહિતની ખુદ્દારીને સમજી ગયેલી રાશિએ પ્રેમનો એકરાર કરતા પહેલા પોતાને રોહિત જેવી બનાવવાની કોશિશ શરૂ કરી. ને બસ, રાશિ પોતાની જાતને રોહિતના ઢાંચામાં ઢાળવા લાગી. હવે તે ગાડી છોડી, ટ્રેનમાં અને બસમાં કોલેજ જવા આવવા લાગી.

પોતાના મોજ, શોખ અને કપડાં-જૂતા પાછળ પણ જરૂરી ખર્ચ જ કરવા લાગી. અત્યાર સુધી મોટી મોટી હોટલમાં ખાવા જતી રાશિને રોહિત સાથે, રસ્તા પર ઊભા રહીને પાણીપૂરી અને સેન્ડવીચ ખાવાની વધુ ગમવા લાગી હતી. હવે તે પૂરેપૂરી રોહિતમય થઈ ગઈ હતી. તેને પ્રણય પંથ પર મજબૂત ડગ માંડતી જોઈને ધીરે ધીરે તેના મિત્રો અને માતા – પિતાનો પણ સાથ, સહકાર અને પ્રોત્સાહન સાંપડવા લાગ્યા.

લોકો કહે છે, પ્રેમ આંધળો છે. પણ સાથે સાથે પ્રેમમાં દિવ્ય દ્રષ્ટિ પણ છે. આ દિવ્ય દ્રષ્ટિના ચશ્માં જે આંખો પહેરે તે પોતાની જાતને વિસરીને પ્રિયપાત્રમાં સાકરની જેમ સમાઈ જાય છે અને વસંતના જેમ મહોરી ઊઠે છે. વૃક્ષની જેમ જ, જૂની આદત સ્ટાઈલ ખેરવીને નવા પાન સાથે, નવા વાતાવરણમાં સેટ થવા સજ્જ થઈ જાય છે. "સતત વહેવું અને પરિવર્તનશીલ રહેવું." એ પ્રકૃતિનો નિયમ રાશિએ બરાબર સમજી લીધો હતો. રોહિત પણ રાશિનો પ્રેમ પામતા આત્મવિશ્વાસથી વધુ નિખર્યો, એ પણ રાશિની જીવન શૈલીને અપનાવવા બે – ચાર ડગલાં આગળ વધ્યો.

આમ, બન્ને પોતાનો દિવ્ય, પૂર્ણ પ્રેમ પામવા જાતને ઓગાળી દેવાનો મંત્ર સાધી લીધો હતો. અને આજે ખરા અર્થમાં એકબીજાના વેલેન્ટાઈન બની રહ્યાં.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational