પ્રેમની ભક્તિ
પ્રેમની ભક્તિ


કોઇ એક ગામમાં એક મોટું મંદિર હતું. ત્યાં એક સાધુ પોતાની ભક્તિથી ભગવાનની પૂજા કરતો હતો. કોઈ એક રાત્રીના સમયે સાધુના ઘરે ચોર ચોરી કરવા માટે આવ્યો. તે સમયે સાધુ ઘોર નિંદરમાં સૂતો હતો. ચોરે વિચાર્યું કે ઘરમાં માણસ સૂતો છે. તે જાણીને ચોર ઘરમાં સામાન શોધવા લાગ્યો. પરંતુ ચોરના હાથમાં કંઈ જ સામાન હાથ ના લાગ્યો. તેથી તે નિરાશ થઈને પાછો જવા લાગ્યો.
તે સમયે ઘરમાં સૂતો સાધુ જાગી ગયો. અને તેને ચોરને રોકીને કહ્યું કે આ સાધુના ઘરમાં તને કોઈ મૂલ્યવાન કે કિંમતી સામાન નહીં મળે. પણ હું તને ખૂબ જ હૃદયપૂર્વક પ્રેમ આપી શકું છું. તું મારુ એક કામ કરી શકીશ..ચોરે કહ્યું કે હા બોલો. તો સાધુ કહે કે તું બસ મારુ એક કામ કર. આજની રાત બસ મારા ઘરે રહીને ભગવાનને પ્રાર્થના કરીશ. તને તારી મહેનતનું ફળ પણ કદાચ મળે. સંજોગોવશાત સવારે કોઈ પૈસાદાર ભક્ત આવીને પોતાની મનોકામના પૂર્ણ થવાથી કેટલાક રૂપિયા સાધુના ચરણોમાં મૂકી ગયો.
સાધુએ તે બધા જ રૂપિયા ચોરને આપી દીધા. અને કહ્યું કે આ રુપિયા તારા છે. તારી પ્રાર્થનાને કારણે ભગવાને તને ભેટ આપ્યા છે. માટે તું તારા જોડે જ રૂપિયા રાખ. આ સાંભળીને ચોરની આંખોમાં આંસુ આવી ગયા. અને આશ્વયચકિત થઈ ગયો અને કહ્યું કે હું તો ભગવાનને ભૂલી જ ગયો હતો. જે એક રાતની પ્રાર્થનાથી મને આટલું બધું આપી દીધું. તેના હૃદયમાં પરિવર્તન જોવા મળ્યું. તેને તે રૂપિયા ન લીધા. અને તે સાધુના પગમાં પડી ગયો. સાધુએ ખૂબ જ ધીરજ અને પ્રેમથી ચોરનું વ્યક્તિત્વ સંપૂર્ણપણે બદલી નાખ્યું. અને તેને પોતાના જીવનમાં કદી પણ ચોરી ન કરવાનો સંકલ્પ કર્યો.
આમ, આપણે પણ બીજાને ખરાબ આદત સુધારવા માટે તેને શિક્ષા કે દંડ ન કરવો જોઈએ. પરંતુ તેને પ્રેમથી બધું જ બદલી શકાય છે. પ્રેમથી દરેકના જીવનમાં પરિવર્તન લાવી શકાય છે.