પ્રેમ
પ્રેમ


રીટા અને રોહનનો પ્રેમ-સંબંધ લગ્ન સુધી પહોંચી ગયો લગ્ન પણ થઈ ગયા. હવે લગ્ન-જીવનનો સાચ્ચો દોર શરૂ થયો હતો. પ્રેમ-સંબંધ વખતે અગણિત અપેક્ષાઓ હતી પણ બધી અપેક્ષાઓ થોડી કંઇ પૂર્ણ થાય ? એ બધી અપેક્ષાઓ પૂર્ણ ન થતા બંને વચ્ચે ઝઘડાનો દોર શરૂ થઈ ગયો.
એકસમય પર રોહન ઝઘડાથી દૂર રહેવા એકાંત માણવા નદી કિનારે પહોંચી જાય છે. ત્યાં શેર-ઓ-શાયરી ની મહેફિલ જામેલી હતી. ત્યારે એને શાયરી સાંભળવા મળે છે.
"वाहियात ए हुस्न का
तुम इतना नाज क्यों करते हो,
अपनी रुह को हुस्न से तुम
फना करके जाओगें
रहो प्यार से, अम्न से
क्योंकि
तुम ये हुस्न को भूला ना पाओगे
(तुम मुझे यूँ भूला ना पाओगे)
- संकेत व्यास (इशारा)
આ સાંભળીને ખુદને સમજાવે છે કે પ્રેમ સંબંધ હતો ત્યારે પ્રેમથી વર્તતો હતો તો આ લગ્ન સંબંધમાં શા માટે એ અપેક્ષાઓ લઈને દુઃખી થાઉ? ઝઘડા કરૂ? કેમ હું પ્રેમથી ના રહું!!!