Lalit Parikh

Inspirational Others Romance

3  

Lalit Parikh

Inspirational Others Romance

પ્રેમ- પ્રસ્તાવ…

પ્રેમ- પ્રસ્તાવ…

4 mins
14.2K


દિવાળી કરતા ય દેવ દિવાળી અને તુલસી વિવાહનો મહિમા આ નાનકડા સાધારણ સ્થિતિના ધર્મપ્રેમી પરિવાર માટે ત્યારે પણ વિશેષ હતો,આજે પણ એટલો જ છે અને કાયમ કાયમ માટે આવો ને આવો જ રહ્યા કરવાનો. કારણ ? તેની પાછળ એક સાચી અનોખી વાર્તા જ વાર્તા છે.

એકની એક દિકરી તેજસ્વિનીના માતા-પિતા સમાજની પ્રાથમિક શાળાના સંગીત શિક્ષક-શિક્ષિકા હતા અને ઓછા પગાર અને સંગીતના ક્લાસ- ટ્યુશનોની અતિરિક્ત આવકથી, સતત કાયમ વધતી જતી મોંઘવારીનો સામનો કરીને પણ, મોટી થઇ ગયેલી દીકરીને સારું ભણાવી ગણાવી, હૈદરાબાદની જાણીતા નિઝામ ટ્રસ્ટની સ્કોલરશિપ મેળવીને મેડિકલ કોલેજ સુધી પહોંચાડવામાં સફળ થયેલા. આ સફળતા મોટા મોટા અબજોપતિ ઉદ્યોગપતિઓની મોટી મોટી સફળતા કરતા ય તેમના માટે વિશેષ વિશેષ મહત્વની હતી.

તેજસ્વિની યથા નામ તથા ગુણ જેવી, ભણવામાં જેવી અને જેટલી તેજસ્વિની હતી, એટલી જ દેખાવમાં પણ તેજોમય અને પ્રભાવશાળી હતી. રૂપાળું નમણું મોઢું, હસતી ભાવભરી આંખો, સપ્રમાણ શરીરસૌષ્ઠવ અને આ સહુ પર કલગી સમાન તેની સુમધુર વાણી. સંગીત તો તેને વારસામાં મળેલું હોવાથી તે કોલેજના સમારોહોમાં જ નહિ, શહેર ભરમાં, આખા સમાજમાં ગીત-સંગીતના કાર્યક્રમોમાં મોખરે રહી, યશ પ્રસિદ્ધિ કમાતી રહેતી. ટી.વી.ની સારેગમ પ્રતિસ્પર્દ્ધામમા પણ તે સર્વપ્રથમ આવી, મોટું નામ કમાઈ ચૂકી હતી. માબાપ માટે દિકરી તુલસી ગૌરવ-ગરિમા હતી. ધર્મ અને સંસ્કાર તો તેજસ્વિનીને ગળથૂથીમાંથી જ મળતા રહ્યા હતા.

તેજસ્વિની મેડિકલ કોલેજમાં દાખલ થઇ ત્યારે આમ તો એ સહુ કોઈનું આકર્ષણ બની ગઈ. પરંતુ તેજસ્વિની કોઈ કરતા કોઈને દાદ આપે એ તેના સ્વભાવમાં જ ન હતું, એટલે બધા મેડિકલ સહાધ્યાયીઓ તેને બિજલી કહેતા. સામે જુઓ કે વાત કરવા જાઓ તો કરંટ લાગે એવો તેનો રૂઆબ હતો. નમ્રતા પણ ખરી અને જબરો કડપ પણ ખરો.

તેની સાથે ભણતો તેજસ એક નંબરનો તોફાની બારકસ, સહુ નવા પ્રવેશાર્થીઓનું રેગિંગ કરે-કરાવે અને છોકરીઓ સુદ્ધાને હેરાન-પરેશાન કરી-કરાવીને જ રહે.

તેજસ્વિનીની સાથેની જ બેચમાં ભણતો તેજસ. શ્રીમંત માબાપનો મનસ્વી દિકરો. કોઇથી ન ડરનારો તેજસ ભણવામાં હોંશિયાર હોવાથી પ્રોફેસરોનો પ્રિય વિદ્યાર્થી અને મેડિક્લ કોલેજમાં પોતાની સર્વતોમુખી પ્રતિભાના કારણે પહેલા જ વર્ષમાં કોલેજ યુનિયનનો પ્રેસિડન્ટ તેમ જ ક્રિકેટ કલબનો કેપ્ટન પણ બની ગયો.

તેજસ્વી તેજસ તરફ જુએ પણ નહિ એ તેજસથી બર્દાશ્ત ન થઇ શક્યું. કારમાં લિફ્ટ આપવાની ટ્રાય કરે તો “થેન્ક્સ” કહી મોઢું ફેરવી લે અને કહે “મારા માટે વોકિંગ બેસ્ટ એક્સરસાઈઝ છે.’

નોટ્સ માંગે તો કહે: ”હું મારી નોટ્સ કોઈને ય આપતી નથી.”

‘કોલેજ ડે- ફંક્શન’માં તેણે સહુના આગ્રહથી ગાયું તો તેના સરસ ગવાયેલા “હમ હોંગે કામિયાબ” પર તાળીઓના ગડગડાટ પછી તેજસે પણ કવિ વેણીભાઈ પૂરોહિતનું લખેલું અને અવિનાશ વ્યાસ દ્વારા ગવાયેલું તથા સંગીતબદ્ધ થયેલું લોકપ્રિય ગીત “તારા પ્રેમની પૂનમનો પાગલ એકલો” ગાઈને પોતાનો સંગીતપ્રેમ પ્રદર્શિત કર્યો અને ગીત ગાતી વખતે તેજસ્વિનીની સામે જ સામે જોતા જોતા, પોતાનો પ્રેમ પ્રસ્તાવ આંખોની આડશમાં પ્રસ્તુત કર્યો. એ પછી જ્યારે તે તેની નજીક જઈને પ્રેમપૂર્વક બોલ્યો:

"સરસ ગાવા માટે તમારા મીઠા મધુર કંઠને વંદન અને તમને અભિનંદન” તો તેણે પહેલી વાર ઔપચારિક શૈલીમાં “થેન્ક્સ”એ એક શબ્દ કહ્યો અને એ એક શબ્દ સાંભળી તોફાની તેજસના મનમાં જબરું તોફાન જાગ્યું.

આ એક શબ્દનો આશ્રય-સેતુ પકડી તેજસ મોકો શોધી તેના ઘરે પહોંચી ગયો -તેને અભિનંદન આપવા -સારેગમના કાર્યક્રમમાં વિજયી અને સર્વપ્રથમ ઘોષિત થયાના ઉપલક્ષ્યમાં. આ પ્રભાવિત થયેલી તેજસ્વિનીને તો ગમ્યું ; પણ તેના શિસ્તના આગ્રહી માબાપને મુદ્દલે ન ગમ્યું.

”આમાં અમારા ઘરે દોડી આવવાની કોઈ જરૂર નથી.” ભેટ આપવા માટે લાવેલ પુષ્પગુચ્છો પણ તેજસને પરત કરી દીધો.

”આની કોઈ જરૂર નથી.”

દિવાળી પછી દેવદિવાળી પર, રાતે તુલસી વિવાહ કર્યા બાદ, આંગણના તુલસી ક્યારામાં જયારે તેજસ્વિની કોડિયું લઇ દીવો કરવા ગઈ, તો એકાએક ક્યાંકથી, કોઈ લગ્નના વરઘોડામાં ફોડેલો ભયંકર ફટાકડો, આડો ફૂટી તેના પર આવી પડ્યો અને હાથમાંના સળગાવેલ કોડિયા સાથે તે સંતુલન ગુમાવી ગબડી પડી. પળ ભરમાં તો તેનો નવો રેશમી પંજાબી પોષાક સળગી ઊઠ્યો. તેનાથી ચીસ પડી ગઈ અને માબાપ દોડીને બહાર આવ્યા ત્યાં સુધીમાં તો બેભાન થઇ ગયેલી તેજસ્વિની, સળગી ઊઠેલા તેના નવા નકોર રેશમી પંજાબીમાં સળગી ઊઠી. માબાપે ધાબળો ઓઢાડી આગ તો બુઝાવી; પણ એટલી વારમાં તેજસ્વિની પગથી માથા સુધી ભરપૂર દાઝી ગઈ. એમ્બ્યુલન્સ્માં હોસ્પિટલ લઇ જઈ તેને બર્ન સેક્શનમાં લઇ જવામાં આવી તો વિભાગાધ્યક્ષ સર્જન બોલ્યા:

”બચે તો નસીબ.થર્ડ ડીગ્રી બર્ન ઈન્જ્યરી થઇ છે.”

એકાએક આવી ગયેલા આ ખર્ચને કેમ પહોંચાશે એ ચિંતામાં મનની ભીતર ભીતર જ સળગી રહેલા માબાપ પાસે તેજસ રૂપિયાની થોકડીઓ ને થોકડીઓ લઈને આવતો રહ્યો, રોજ રાત દિવસ અનેક ચક્કર હોસ્પિટલના બર્ન વિભાગના મારતો રહ્યો. રૂપાળી, નમણી, દેખાવડી તેજસ્વિની હવે કૈંક વિચિત્ર જ દેખાવા લાગી હતી. અને એવી તેજસ્વિનીને જયારે તેજસે પ્રેમપૂર્વક તેની દાઝેલી પણ હવે થોડી રૂઝાવા આવેલી આંગળી પર વીંટી પહેરાવી, પ્રપોઝ કરી ત્યારે તેના સાચા, ઊંડા, અનેરા પ્રેમનો પરિચય મળતા જયારે તેજસ્વિની તેમ જ તેના માતાપિતાના નેત્રો ઊભરાઈ આવ્યા ત્યારે આ અનોખા પ્રેમ પ્રસ્તાવનાના મૂક સાક્ષી એવા હોસ્પિટલના ડોકટરોને અને નર્સોના હૈયા પણ ભરાઈ આવ્યા.

હકીકતમાં આ તો એકદમ અદ્ભુત,અભૂતપૂર્વ દૃશ્ય હતું- સાચા પ્રેમ પ્રસ્તાવ પ્રસંગનું. એ પછીની દેવ દિવાળીએ તેજસ-તેજસ્વિનીના લગ્ન થયા, ત્યારે વરઘોડામાં ફટાકડા ન ફોડી, તેજસ અને તેના સમજુ માતા પિતા દ્વારા દાખલો બેસાડવામાં આવ્યો કે કોઈને પણ દઝાડી મૂકે એવા ફટાકડા જાહેર રસ્તા પર તો ન જ ફોડવા જોઈએ. (સત્ય કથા)



Rate this content
Log in

Similar gujarati story from Inspirational