પ્રેમ લગ્ન
પ્રેમ લગ્ન


રેશમા મુસલમાન અને કિશોર હિન્દુ. બન્ને એ દસ વરસ પહેલા છૂપાઈને કોર્ટ મેરેજ કરી લીધાં. રેશમાની સાસુએ રેશમાને દિલથી સ્વિકારી ના હતી. રેશમાના પપ્પા પાસે આઠ કરોડનો બંગલો હતો. રેશમા કિશોર પર આંધળો વિશ્વાસ કરતી હતી. કિશોર પોલીસમાં હતો.
એક દિવસ એને ડ્યુટી માટે બહારગામ જવાનું થયું. ત્યાં કાર અકસ્માતમાં એનું મૃત્યુ થઈ ગયું. રેશમા માથે આભ તૂટી પડ્યું એ ત્રણ મહીનાથી પ્રેગનેટ પણ હતી. કિશોરની લાશ જોઈ સુન્ન થઈ ગઈ! રડવાનું પણ ભૂલી ગઈ. લાશ સાથે મોબાઈલ પણ આવ્યો. એને પાસવર્ડ ખબર હતી ફોન ચેક કર્યો તો એમાં બીજી છોકરીનાં ફોટા,વિડીઓ તેમજ રેશમાના પપ્પાનો બંગલો હડપ કરવાનો પ્લાન પણ હતો. રેશમા શુન્યમન્સ્ક થઈ મોબાઈલને તાકી રહી.