Panchal Bhoomika

Romance

2  

Panchal Bhoomika

Romance

પ્રેમ કે સમર્પણ?

પ્રેમ કે સમર્પણ?

6 mins
939


 પ્રેમ એટલે સાથે જીવવું જ નહિ પણ એકબીજાને પામ્યા વગર આખી જિંદગી કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર દૂર રહીને પણ સાથે રહેવાનો અહેસાસ પ્રેમ એટલે ફક્ત પામવું જ નહિ આપણે જેને ચાહિયે છીએ તેને આખી જિંદગી પામ્યા વગર પણ અઢળક પ્રેમ આપી જ શકીયે છીએ બસ ફક્ત પરસ્પર એક વિશ્વાસ અને લાગણીની ડોર અતૂટ હોવી જોઈએ.


"પ્રેમની ક્ષણોના સ્મરણનો પણ એક અનોખો આનંદ હોય છે.અને અહીં દુષ્યંત એજ ક્ષણોમાં આખી જિંદગી જીવી લેવા માંગે છે."


2015 નો સમયગાળો ચાલી રહ્યો હતો સોશિયલ મિડયા એ પૂર જોશમાં વેગ પકડ્યો હતો. સિયાએ પણ ફેસબુકમાં એકાઉન્ટ બનાવ્યુ હતું હજી તો હમણાં જ તો તેનું ગ્રેજયુશન પૂરું થયું હતું.અને તેને એક M.N.C કંપની માં સારી જોબ પણ મળી ગઈ હતી. સ્વભાવે ચંચળ, શાંત અને હંમેશા બીજા વિશે પહેલાં વિચારવાવાળી સિયા એ હમણાં જ ફેસબૂક માં લોગીન કર્યું ઓફિસનું કામ પૂરું થતાં જ તે પણ ફેસબુક ખોલી ને બેસી જતી. સિયાની પ્રોફાઈલમાં તેની એક ફ્રેન્ડ પ્રિયંકા પણ હતી પ્રિયંકા અને સિયા અવારનવાર કાંઈ ને કાંઈ પોસ્ટ મુકતા અને પછી કોમેન્ટસ અને લાઈક ની આપલે થતી.આ બધું છેલ્લાં છ મહિનાથી રૂટિન થઇ ગયુ હતું સિયા તો જાણે ફેસબુક દીવાની બની ગઈ હતી.


ઓફિસથી નીકળતાની સાથે જ સિયા એ એક પોસ્ટ શેર કરી અને જોતજોતામાં તેમાં લાઇક્સ અને કૉમેન્ટ્સ પણ આવવા લાગી પ્રિયંકા અને સિયા કોમેન્ટ્સમાં વાત કરતાજ હતા કે ત્યાં પ્રિયંકાનાં એક કોમન ફ્રેન્ડ એ પણ આ કોમેન્ટસ માં જોડાયો અને તે હતો દુષ્યંત હવે પ્રિયંકા સિયા અને દુષ્યંત વાત કરવા લાગ્યા.

2 દિવસ પછી જયારે સિયા એ ફેસબુક ઓપન કર્યું તો તેમાં દુષ્યંતની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી હતી સિયા એ 2 દિવસ વિચાર કર્યા પાછી તેની રિકવેસ્ટ એક્સેપટ કરી અને અહીંથી જ શરૂ થઇ દુષ્યંતનાં પ્રેમની ગાથા કે જે કયારેય સિયા સુધી પહોંચી જ નાં શકી.


દુષ્યંત એક મિકેનિકલ એન્જીનીયર છે હમણાં જ એનુંં એન્જીનીયરીંગ પૂરું થયું હતું સ્વભાવે શાંત અને લાગણીશીલ દુષ્યંત હંમેશા સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતો અને અહીજ તેને સિયા મળી ગઈ, સિયા અને દુષ્યંત હવે ફેસબુક ફ્રેન્ડ્સ બની ગયા હતા હાય હેલોથી શરૂ થયેલો સંબંધ હવે પુરજોશમાં આગળ વધી રહ્યો હતો.

દુષ્યંત ને સવારે મોર્નિંગ શિફટ હોવાથી તે 5:00 વહેલા ઉઠી જતો અને ઉઠતાની સાથે જ સિયા ને ગુડ મોર્નિંગ નો મેસેજ મોકલતો. આ હવે રૂટિન બની ગયુ હતું દુષ્યંતની સવાર સિયા ને મેસેજ કરી ને જ થતી.અને પાછી તેનાં મેસેજ ની રાહ જોવા માં અડધો દિવસ નીકળી જતો. તેને સિયા ગમવા લાગી હતી તે હંમેશા કાંઈ નાં કાંઈ બહાને તેની સાથે વાત કરવાનાં મોકા જ શોધતો અને સિયા કયારે ઓનલાઇન આવે એજ વિચાર્યા કરતો. દુષ્યંત એક સંસ્કારી ઘરનો છોકરો હતો. એટલે જ સિયા ને તેનાં પર વિશ્વાસ કરવામાં વધારે સમય નાં લાગ્યો અને બન્ને એ એકબીજા ને પોતાનાં ફોન નંબરની આપલે કરી.આમ તો સિયા મોડર્ન જમાનાની મોડર્ન યુવતી હતી છતાં પણ તે પોતાની જાત ને અત્યારના મોડર્ન યુગથી દૂર રાખતી હતી કારણ કે તે જાણતી હતી કે સોશિયલ મીડિયાનાં ગેરફાયદા પણ ઘણા છે દુષ્યંત ને તો તેણે 1 મહિના સુધી પારખી ને પછીજ તેની સાથે એક ફ્રેન્ડ તરીકે રહી હતી. નહી તો સિયા ને કોઈ છોકરો પસંદ આવે એવુ તો ભાગ્યેજ બને.


હવે તો વોટ્સઅપમાં બંનેની વાતો ગુડ મોર્નીગથી પણ વધી ગઈ હતી. પણ સિયા હજી પણ તેણે એક સારો ફ્રેન્ડ જ માનતી હતી. પણ દુષ્યંત તો સિયાનાં સ્વપનમાં દિવસરાત ખોવાયેલો રહેતો પણ કયારેય પોતાનાં પ્રેમનો પ્રસ્તાવ તે સિયા સમક્ષ નાં મૂકી શક્યો!

તો આ બાજુ સિયા નાં પણ મનમાં હવે પ્રેમ બીજ અંકુરિત થવા લાગ્યા પણ એક છોકરી કયારેય પોતાના પ્રેમનો એકરાર નથી કરી શકતી અને એમાં પણ આતો સિયા હતી એમ કોઈ ને પોતાના મન ની વાત કહી દે એમાંની તો હતીજ અહીં તે.


દુષ્યન્ત હંમેશા વિચારતો કઈ રીતે કહું સિયા ને? 

એ શું વિચારશે? 

શું એ પણ મને પ્રેમ કરતી હશે? 

હું એને કહી દહીંશ અને તેણે ખોટું લાગી જશે તો? 

આવા કાંઈ કેટલાંય વિચારો કરતા કરતા દુષ્યંતની સવાર તો પડી ગઈ પણ તે વિચારી રહ્યો હતો કે શું કરું? કેવી રીતે સિયા ને પોતાના મનની વાત કહું? 

અને તેણે હિંમત કરીને આજે સિયા ને કહીજ દીધું.... 


અરે અરે અરે અરે રોકાઈ જાવ યાર હજી તો બીજો અધ્યાય બાકી છે.


દુષ્યંત એ સિયા સમક્ષ પ્રેમનો એકરાર તો નાં કર્યો પણ હા પણ એક હિન્ટ તો આપી જ દીધી કે તે સિયાને પસંદ કરે છે.

હું તારા ઘરે તને જોવા આવું તો? 

તારા મમ્મી પપ્પા ને કહી રાખજે તું, હું મારાં મમ્મી પપ્પા સાથે આવીશ. અને દુષ્યન્ત તો બસ સપનાની દુનિયામાં ખોવાઈ ગયો. 


અને એ ઘડી આવી જ ગઈ જયારે તે સિયા ને રૂબરૂ મળ્યો બન્ને પરિવારો સાથે પરસ્પર ચર્ચા વિચારણા થઇ સિયા ને પણ દુષ્યંત સારો જ લાગ્યો પણ દુષ્યંતનાં બોડીગાર્ડ જેવા શરીરનાં લીધે સિયાનાં પપ્પા ને દુષ્યંત પસંદ નાં આવ્યો . સિયા એકદમ સ્લિમ એન્ડ ટ્રિમ ગર્લ અને દુષ્યંત 75 કિલો વજન ધરાવતો 25 વર્ષ નો યુવાન આવામાં સિયાનાં પપ્પા એ દુષ્યન્ત ને રિજેક્ટ કરી નાખ્યો અને દુષ્યંત ને પણ એવુ જ લાગ્યું કે સિયા ને હું પસંદ નથી એટલે જ સિયા એ નાં પાડી.


સમય દરિયાની લહેરનાં જેમ પુરજોશથી વહી રહ્યો હતો હવે બન્ને વચ્ચે વાતો ઓછી થવા લાગી હતી સિયાનાં પણ લગ્ન થઇ ગયા હતા અને દુષ્યંત ને પણ એક જીવનસાથી મળી ગઈ હતી.

બન્ને પોતપોતાની જિંદગીમાં ઘણાં જ ખુશ હતા છતાં પણ જયારે પણ દુષ્યંત એકાંતમાં બેસતો ત્યારે તેને સિયા યાદ આવી જતી અને તે વાતનો અફસોસ થતો કે તેણે સિયા ને પોતાના મનની વાત કહી જ નાં શક્યો....પોતાનું મન માનવી ને અને પોતાનો પ્રથમ પ્રેમ અધૂરો જ રહી ગયો તે દર્દ પોતાના દિલ માં છુપાવીને ફરી પાછો તે ભૂતકાળ ને ભૂલી ને વર્તમાનમાં આવી જતો.


પુરા 3 વર્ષ પછી આજે ફરીથી સિયા અને દુષ્યંતનાં વચ્ચે હાય હેલો થયું.


હાઈઈઈઈઈઈઈ કેમ છે તું? 

આઈ એમ ફાઈન એન્ડ યુ? 


બસ આવી નોર્મલ વાતો થઇ અને જોતજોતામાં બન્ને પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગયા અને આજે દુષ્યંત એ હિમ્મત કરીને સિયાને કહી જ દીધું કે હું તને બહુજ પ્રેમ કરું છું કરતો હતો અને હંમેશા કરતો રહીશ. આ સાંભળી ને સિયાનાં પગ નીચેથી જમીન સરકી ગઈ ! આજ તો એ 3 વર્ષ પહેલાં સાંભળવા માંગતી હતી પણ દુષ્યંત કહી નાં શક્યો સિયા સમજી નાં શકી અને બન્નેનો અબોલ પ્રેમ 3 વર્ષ સુધી એકમેકનાં હૃદયમાં જીવંત રહ્યો પણ કોઈ એકબીજા ને કહી નાં શક્યાં. 


આજે ઘણાં સમય પાછી વાતો થઇ દુષ્યંત એ પોતાના પ્રેમનો એકરાર કર્યો આજે બધું જ સારુ હતું, બંન્ને ને એકબીજા માટે અનહદ પ્રેમ લાગણી હતી પણ સમય તેમના હાથમાંથી સરકી ગયો હતો એ બંન્ને પરણેલાં હતા અને પોતાની ઉંમર કરતા પણ વધારે સમજદાર તેઓ એ ક્યારેય પણ પોતાના જીવનસાથી ને દગો આપવા વિશે વિચાર નાં કર્યો પણ એ વચન આપ્યું એકબીજા ને કે જિંદગીનાં અંત સુધી બંન્ને સંર્પકમાં રહેશે.


દુષ્યંત અને સિયા એકબીજા સાથે વાતો કરે છે, પ્રેમ વ્યક્ત કરે છે એકબીજાની લાગણીને સમજે છે અને પોતાના જીવનસાથી પ્રત્યે પણ સંપૂર્ણ વફાદારી દાખવે છે. તેઓ જીવનસાથી નાં બની શક્યા તો કાંઈ નહી પણ જીવન ભર એકબીજા સાથે મનથી જોડાઈ ને જીવનને ભરપૂર આનંદમાય રીતે જીવે છે.


હું મારાં રીડર્સ ને પૂછવા માંગુ છું અમુક સવાલો... 

શું પોતાના પહેલાં પ્રેમ સાથે દિલથી જોડાયેલા રહેવું તે અપરાધ છે? 


શું લગ્ન પછી પોતાની ગમતી વ્યક્તિ સાથે વાત કરવી એ ગુનો છે? 

પોતાના જીવનસાથી સાથે વફાદાર રહેલા બે લોકો જયારે પોતાના અધૂરા રહી ગયેલા પ્રેમનો એકબીજા સામે એકરાર કરે છે ત્યારે લોકો આ સમ્બન્ધ ને બહુ ખરાબ નજરે જોતા હોય છે પણ હું કહું છું શું એકબીજા સાથે માત્ર વાત કરવાથી જો દુઃખ હળવું થતું હોય, તમને ખુશી મળતી હોય તો શું આ કોઈ અપરાધ છે? 


પ્રેમ તો પ્રેમ હોય છે ને લગ્ન પછી કરો કે પહેલાં તેમાં પવિત્રતા, વિશ્વાસ અને સ્વાર્થ વગરની હૂંફ - લાગણી હોવી જોઈએ જે માત્ર હૃદયનાં ભાવ જાણી શકે સમજી શકે.


Rate this content
Log in

Similar gujarati story from Romance