Panchal Bhoomika

Romance Drama

5.0  

Panchal Bhoomika

Romance Drama

એક દુજે કે લિયે

એક દુજે કે લિયે

38 mins
1.2K


હોય જો કોઈ સાથે તો જીવન જાણે કાદવમાં કમળનું ફૂલ અનેના હોય તો એજ જાણે રણમાં કમળનું ફૂલ, ખરેખર કહું છુંં કરી લેજો પ્રેમ કરવાની ભૂલ, ખુશી મળે કે ગમ પણ એના વિના જીવન છે ધૂળ.


એક દુજે કે લિયે

પ્રસ્તાવના :


"લાગણી એ સંબંધ અને પ્રેમનો પર્યાય છે.... લાગણી વગર પ્રેમ અને સંબંધ એ પર્વત વગરની ટોચ જેવા છે. પર્વત વગર જેમ ટોચનું કઈ અસ્તિત્વ જ નથી તેમ લાગણી વગર સબંધ કે પ્રેમનો કોઈ અસ્તિત્વ જ નથી હોતું."


જીંદગી 

પ્રેમ એટલે એક સુંદર, પવિત્ર અને બધાં જ સંબંધોથી ઉપરના દરરજ્જામાં જે આવે તે એટલે ખરા અર્થમાં પ્રેમ થયો કહી શકાય. આ દુનિયામાં મનુષ્યયોનીમાં જન્મ લઇને જેણે પ્રેમ નથી કર્યો તે વ્યક્તિએ પોતાની જીંદગીમાં કઈ જ નથી જોયું. તે ઘણો સુંદર અહેસાસ છે. પ્રેમમાં લાગણી અને સહાનુભુતિના બીજ રોપાયેલા હોય છે કોઈ એવી વ્યક્તિ નથી જે આવી લાગણીઓને વહેતી રોકી શકે. 


અહી તમને પ્રેમમાં પડેલી બે વ્યક્તિઓની વાત જણાવુ છુંં કે કેવી રીતે આજની યુવાપેઢી પોતાના પ્રેમને નિભાવી શકે છે. ઘણાં બધી મુશ્કેલીઓ હોવાં છતાં પણ જે વ્યક્તિ તમારો સાથના છોડે તેજ વ્યક્તિએ ખરા અર્થમાં તમને સાચો પ્રેમ કર્યો છે તેવું કહી શકાય બાકી 6 કે 8 મહિનાના ટૂંકા ગાળાના સંબંધો નું ભવિષ્ય ભાગવું એ અકાલ્પનિક છે. પણ જે વ્યક્તિ આખી જીંદગી સાથ નિભાવે તેજ વ્યક્તિ સાચી રીતે જીવનસાથી બની શકે. મુશ્કેલીઓ વગર જીવન શક્ય જ નથી તમે કોઈ પણ કામ હાથમાં લેશો મુશ્કેલીઓ તો આવશે જ પણ બધામાંથી બહાર કઈ રીતેનીકળવું તે આપનાં હાથમાં છે.એકબીજા પ્રત્યે લાગણી બંધાય પછી પ્રેમ થાય ત્યાં સુધી બધું જ બરાબર હોય છે પણ જયારે વાત આવે લગ્નની ત્યારે સમજાય છે કે જીંદગીમાં ફક્ત પ્રેમ જ જરૂરી નથી પરંતુ પરિવારની ખુશી, સમંતિની પણ એટલી જ જરૂર હોય છે જેને પ્રેમ કરતા હોઈએ તે વ્યક્તિ સાથે પરિવારની સંમતીથી લગ્ન જેવા પવિત્ર સંબંધમાંમાં બંધાવાનું થાય તો જીવન સોળે કળાએ ખીલી ઉઠે છે. 


"સંબંધોના સરવાળામાં ક્યારે બાદબાકી ભાગાકાર આવી જાય છે તે આપણ ને જ ખબર નથી હોતી જયારે ખબર પડે છે ત્યારે ફક્ત એક શૂન્ય રહી જાય છે જેને આપણે કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો પરિણામ શૂન્ય જ મળે છે સંબંધોમાં પણ આવું જ હોય છે "


શું આ લોકો પોતાના પ્રેમ ને મેળવી શકશે ???? શું દુનિયા સાથે પોતાના પ્રેમ માટે  લડી શકશે ????

જોઈએ ભક્તિ  અને તીર્થની પ્રેમકહાની....


ભક્તિ એ તેના મમ્મી - પાપાની એકની એક દીકરી. જરૂર કરતા વધારે જ લાડકોડમાં ઉછેરેલી અને મમ્મી -પાપાની બહુ જ લાડકી હતી. એકની એક દીકરી હોવાને લીધે તેના ઉછેરમાં કોઈ પણ પ્રકારની કમી રાખવામાં આવી નહોતી આવી ભક્તિ  મમ્મી - પાપા પણ તેમને ઘણો જ પ્રેમ કરતી હતી.


દેખાવામાં ભક્તિ ઘણી જ સુંદર લાગતી હતી.તેનો ચેહરો એક દમ માસૂમ હતો જે ગમે તેવી વ્યક્તિ ને પોતાના તરફ આકર્ષી શકે. માસૂમ છતા પણ કંઈક અલગ જ પ્રકાર સાદગી ધરાવતી હતી સિમ્પલ છતાં પણ દરેક વ્યક્તિનું દિલ જીતી લેવામાં માહેર હતી.


 ભક્તિ કોલેજના છેલ્લાં વર્ષ માં હતી આજે પરીક્ષાનો છેલો દિવસ હતો તે સવારે 10 વાગે તૈયાર  થઇ ને ભક્તિ પોતાની  જીગર જાન મિત્ર કાવિયાના ઘરે વાચવા માટે જતી હતી. પરીક્ષાની ચિંતા ભક્તિ ને હંમેશાથી રહેતી આખું વર્ષ તનતોડ મેહનત કરે છતાં પણ પરીક્ષાના સમયે ચિંતા વધી જતી છતાં  પણ ભક્તિ  તનતોડ મેહનત કરીને પરીક્ષા  માં પેહલો  નંબર લાવવા માટે મથ્યા કરતી.અને તેની મેહનત રંગ પણ લાવતી તેનાનપણથી ભણવામાંઘણી જ હોશિયાર હતી આજે પણ ભક્તિ એ સવારથી જ તૈયારી કરવાની શરૂવાત કરી લીધી  હતી. કાવિયા ભક્તિની જીગર જાન મિત્ર હતી તેઓ નાનપણથી જ સાથે જ મોટા થયા હતા ભક્તિ નો મોટા ભાગ નો સમય કાવિયા સાથે જ પસાર થતો.


આજે કાવિયાના ઘરેથી ભક્તિ અને કાવિયા તેનાં એકટીવા પર બેસીને કોલેજ જવા માટે નીકળ્યા ... ભક્તિ એ પિંક કલરની ટી - શર્ટ અને બ્લુ કલરની કેફ્રી પહેરી હતી. 


11.00 વાગ્યે ભક્તિ કલાસરૂમમાં પેપર આપવા પહોચી ગઈ અને 3 કલાકના પેપર બાદ બને બહેનપણીઓ યુનીવર્સીટી પાસે આવેલા વડાપાવની સ્ટોલ પર જઈને નાસ્તો કર્યો. 3 કલાક નું પેપર  લખવા બેસીએ ત્યારે એવું લાગે કે જેમ કે કોઈ એ એકનાના બાળક ને ડરાવી ધમકાવી ને બેસાડી દીધો હોય. બસ આખા વર્ષની મહેનત નું ફળ ફક્ત 3 કલાકમાંજ મળે જે વય્ક્તિ એ આ ભણતર બનાવિયું  હશે તે વ્યક્તિ ખરેખર ઘણી જ હિમત વાળી હશે 3 કલાક બેસી રેહવાનો  નિયમ ઘડ્યો છે. નહિ તો 3 કલાકમાં તો દુનિયા કયાંની ક્યાં પહોચી જાય પણ આપણે તો આ 3 કલાકમાં આપણા હાથમાં કલમ પકડીને પકડી ને બસ લખ્યા જ કરવાનું લખ્યાં જ કરવાનું.


કોલેજથી ભક્તિ ઘરે આવી મમ્મી એ પૂછ્યું " બેટા કેવું ગયું પેપર ??????


સારું ગયું મમ્મી..... આમ તો બહુ અઘરું  હતું પણ 85 % તો આવશે જ .. ભક્તિ એ કહ્યું.


પરીક્ષા પત્યા પછી ભક્તિ ને ઘરે બેસી રેહવાનો  ઘણો જ કંટાળો આવતો હતો તેને પપ્પા ને પૂછ્યું પપ્પા હું જોબ જોઈન કરી સકું ને પપ્પા એ તરત જ હા પડી દીધી હા બેટા કેમ નહિ ??? તું તો મારો દીકરો છે દીકરી નહિ. અને ભક્તિ ને એક હોસ્પિટલમાં કેશિયર તરીકેની જોબ જોઈન કરી લીધી... ભક્તિ ને પેહલાથી જ જીવનમાં પોતાની આગળ વધવાનું ગમતું અને હવે તો તે કમાતી પણ થઇ ગયી હતી જોબ ફક્ત 3 મહિનાની રજાઓ પુરતી જ હતી પછી તેને MBA એ કરવું હતું તો એ પણ માર્કેટિંગ ફિલ્ડમાં પણ ત્યાં સુધી તેને જોબ જોઈન કરી દીધી ભક્તિ અને કાવિયા બને એ જોબ સાથે જ જોઈન કરી હતી ભક્તિ ને જ મજા આવતી હતી. ...અને હોસ્પિટલમાં તેના મળતાવડા સવ્ભાવના કારણે તે બધાની માનીતી બની ગઈ હતી તેના બોસ તો વાડી તેના કામના ગણા જ વખાણ કરતા હતા. ...


આજે શિવરાત્રી હતી ભક્તિ અને એના મમ્મી સવારે મંદિર જઈ ને આવિયા હતા અને ભક્તિ ને હોસ્પિટલ આજે પણ ચાલુ જ હતી સામાન્ય રીતે હોસ્પિટલની જોબમાં કયારેય પણ રાજા હોતી જ નથી. ....24 કલાક કામ ચાલ્યા જ કરે આજે ભક્તિ ને થોડું મોડું થઇ ગયું હતું અને બસમાં પણ જવાનું હતું એકટીવા  બગડ્યું હતું તેથી. .... ભક્તિ એ BRTS માંથી ટીકીટ લઇ ને સોલા ક્રોસ રોંડથી બસમાં બેઠી બસ ભીડ હોવાના લીધે. .....તેને બેસવાની જગ્યા પણના મળી. ... આવામાં બસમાં એક વૃદ્ધ અને વાંકા વાડી ગયેલા એક વડીલ જોયા તેને બાજુની સીટમાં એક છોકરો બેઠો હતો કાનમાં હેડફોન ભરાવી ને તેને તે વડીલ ને જોયા પણ તે તેની ધૂન માજ હતો. ....ભક્તિ એ તેને કહ્યું. ..


Excuse Me ..... .. "....


તેને કઈ સાંભળ્યું નહિ ફરીથી ભક્તિ એ કહ્યું Excuse Me ..... .. "....


પછી તેને કાનમાંથી હેડફોન કાઢી ને કહ્યું કે આ વડીલ ગણા સમયથી ઉભા છે તેમને બેસવા દો. ... અને તેને કહ્યું યસ શ્યોર .... કહીને ઉભો થયો અને ભક્તિ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. ..પણ ભક્તિ એ તેનો ઇગ્નોરે કરી દીધો ભક્તિ ને બીજી કોઈ વાતમાં વધારે નહોતો તેને તો ફક્ત લાઈફમાં આગળ વધવું હતું અને પોતાના મમ્મી - પપ્પા ને ખુશ રાખવા હતા બસ. .... આનાથી વધારે તે બીજું કઈ વિચારતી નહિ. ... બસમાં પોતાનું સ્ટોપ આવતાં જ ભક્તિ ઉતારી ગઈ અને જેમ કે પોતાની વાત અધુરી રહી જવાથી કંઈક ખૂટતું હોય તેમ પેલો હેડફોન વાળો છોકરો પણ તેને જોતો જ રહી ગયો.


તે હેડફોન પહેરલો છોકરો હતો તીર્થ વડોદરાથી અહી તાલીમ લેવા માટે આવીયો હતો દાંતના ડોક્ટર માટેની તે અહી રેન્ટ પર રુમ રાખી ને રેહતો હતો તેનું ફેમીલી વડોદરા રેહતું હતું. .... પોતાના પપ્પા નો બિજનેસ  છોડી ને તેને ડેન્ટીસ  બનવાનું વિચાર્યું હતું તે વાત તેના પપ્પા ને નહોતી ગમી અને એટલે જ તેને આહી તાલીમ લેવાનું વિચાર્યું હતું. .....


તીર્થ પણ તેના મમ્મી પપ્પા નો એકનો એક દીકરો હતો. .....તેના પપ્પા તેનાથી હતા પણ તેને પ્રેમ પણ એટલો જ કરતા હતા. ......


આજે ભક્તિ ને હોસ્પિટલ આવામાં મોડું થઇ ગયું હતું એટલે તેને સીનીયર મેડમ  બોલ્યા હતા અને તેને ઠપકો પણ આપ્યો હતો. ...તેનો મૂડ ખરાબ હતો છતા પણ કામમાં તેને ધ્યાન પવનો પ્રયત્ન કર્યો. ...


અચાનક જ તેની નજર સામેથી આવતા એક છોકરાં પર પડી. .... તેને મનોમન વિચાર્યું અરે આતો પેલો સવાર એ બસમાં મળ્યો હતો તેજ છે. .વડીલ ને શીટ બેસવા આપવાની બ ખબરનાતી પડતી. .... એવું વિચારી ને તે ત્યાંથી પોતાના કામમાં બીઝી થઇ ગઈ.


તીર્થ એ પણ તેને જોઈ જ લીધી હતી તેને બોલાવી હેલો...... રિમેમ્બર આજે આપણે બસમાં મળ્યા હતા

?????? મેં વડીલ ને શીટ આપી હતી બેસવા ???


ભક્તિ એ મો મચકોડતા કહ્યું હા એ પણ મારા કીધા પછી. ...

તું મારી પાછળ છેક અહી આવી ગયો ????? ભક્તિ એ ઉશ્કેરતા અવાજે કહ્યું


સામે તીર્થ એ પણ કહ્યું હેલ્લો મને કોઈ શોખ પાછળ આવાનો હું ટ્રેન છું અહી ટ્રેનિંગ લેવા આયો છું.....


ભક્તિ એ કહ્યું હું તમને છોકરા ઓ ને ગણી સારી રીતે ઓળખું છું. ..


ભક્તિ અને તીર્થના આ જગડામાં ત્યાં મીના મેડમ આવિયા અને બોલ્યા શું છે આ બધું ???? અને ભક્તિ કામ કરવા લાગી મીના મેડમ તીર્થ ને તાલીમ રૂમમાં લઇ ગયા અને બીજા students સાથે પરિચય કરાવ્યો

અને આખી હોસ્પિટલમાં ન્યુ સ્ટુડન્ટસ નો પરિચય પણ કરાવ્યો. ..


આજે સાંજે ભક્તિ ને વહેલા ઘરે પહોંચવાનું હતું તેને ફટાફટ બધા કામ પતાવી ને બેગ પેક કરી હોસ્પિટલ નો સમય આમ તો શિફ્ટ બદલાયા કરતી પણ ભક્તિ નો ફિક્ષ સમય  હતો . 10 થી 7 .... નો હતો 


ભક્તિ બસ સ્ટોપ પર ગઈ અને ત્યાં તીર્થ પણ ગયો તીર્થ એ ભક્તિ ને કહ્યું હાય..


કેહવાય છે ને કે પ્રેમ ની શરૂવાત પેહલા ખાટા મીઠા જગડાથી જ થાય છે 


ભક્તિ એ કઈ રીપ્લાય ના આપ્યો. ... તીર્થ એ કહ્યું શું તું હમેશા આવી જ રેછે ગુસ્સામાં ????


ભક્તિ એ ઘડીયાળ સામે જોયું આજે બસ મોડી હતી. ..તીર્થ તેની બકબક કરે રાખતો હતો અને ભક્તિ કઈ જવાબ આપતી નહોતી. ....તીર્થ નો સવ્ભાવ બહુ જ ફની હતો તે મજાક વાત વાતમાં કરતો હતો અને તે જીંદગી ને બસ જીવી લેવામાં માનતો હતો એક્ચ્યુલીમાં તેને જયારે ભક્તિ ને પેહલી વાર જોઈ હતી ત્યારથી જ તેને તે ગમવા લાગી હતી તેની સાદગીથી તે વધુ પ્રભાવિત થયો હતો અને પહેલા જ દિવસે બસમાં વડીલ ને જે પ્રમાણે ભક્તિ રિસ્પેક્ટ આપી ને બેસવાનું કીધું એજ વસ્તુ તીર્થ ને વધુ ગમી હતી એ દિવસે તે ભક્તિ ને પેહલી વાર મળ્યો હતો એ પણ 10 કે 15 મિનીટ માટે છતાં પણ એવું લાગતું હતું જેમ કે તે જેને શોધી રહ્યો હતો તે આજ છે. ...ના વિચારવા છતાં પણ તેના મનમાંથી ભક્તિના વિહ્કારો જતા જ નહોતામાંડમાંડ કરી ને તેને પોતાના મન પર કાબુ મેળવ્યું ત્યાં હોસ્પિટલમાં ભક્તિ ફરીથી તેના સામે આવી ગઈ. .. ભક્તિ ને જોતા જ તે તો ઉછાળી પડ્યો અને તેના સાથે વાત કરવાના મોકા શોધવા લાગ્યો.


ભક્તિ બસની રાહ જોતી હતી ત્યારે તેને તેના સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. .....પણ ભક્તિ ને વાત કરવામાં કઈ વધારે રસ નહોતો તેને ગરે જવાનું મોડું થતું હતું અને. .... બસ પણ મોડી હતી. .... એમાં પણ તીર્થના જોક્સથી તે બહુ જ કંટાળી ગઈ હતી. .... પણ તીર્થ જે પોતાની જાત ને દ ગ્રેટ મીમ્કરી મેન સમજતો હતો એને એવો વહેમ હતો કે તેના જોક્સથી બધા ખુશ થાય છે પણ હકીકતમાં તો ગણી વાર લોકો બહુ કંટાળી જતા હતા પણ ઉદાસ લોકો ને હસવામાં તે માહિર હતો હોસ્પિટલમાં પણ બધા ને કોઈની કોઈ વાતમાં હસવિયા કરતો હતો બહુ જ ખુશમિજાજી સવ્ભાવ હતો તેનો. .... તે આજમાં જીવવામાં માનતો હતો તેને ભવિષ્યની કોઈ ચિતાં નહોતી તેના આવા સવ્ભાવથી તે હોસ્પિટલમાં બધા નો માનીતો બની ગયો હતો.


તેને ભક્તિ ને બને તેટલો હસવાનો પ્રયત્ન કર્યો પણ ભક્તિ. ..... બસની રાહ જોવામાં ઘડિયાળ સામે વારે વારે જોતી હતી. ......

તીર્થ એ કહ્યું આપણે ફ્રેન્ડસ બની શકીએ. ... ???????


ભક્તિ એ જેમ કે કોઈ વય્ક્તિ એ તેને ડોનના ગરમા ચોરી કરવી કે નહિ એવું પૂછી લીધું હોય તે રીતે તેના સામે આશ્ચર્ય સાથે જોયું. .......

તીર્થ તેના મજાકના મૂડમાંથી બહાર આવી ને કહ્યું નાઉ આઈ એમ સિરિયસ મારે અમદાવાદમાં કોઈ ફ્રેન્ડ નથી અને હું અહી નવો છુંં તો સુ આપડે સારા ફ્રેન્ડસ બની શકીએ ??????

ભક્તિ એ તેના તેના તેની બેગમાંથી બસ સામે જોઈ ને કહ્યું બસ આવી રહી છે મારે જવું જોઈએ. ... તીર્થ કઈ બોલ્યા વગર જ ઉભો રહી ગયો અને ભક્તિ બસમાં બેસી ને જતી રહી. ....ભક્તિ બહુ જ સિમ્પલ હતી તેને બીજી ગર્લ્સના જેમ છોકરાઓ ને પટવાનાના નુસખા નહોતા આવડતા અને તે તો બસ પોતાના ડ્રિમ મેન ની જ રાહ જોતી હતી તેની જીંદગીમાં જે તેના મમ્મી અને પપ્પા શોધવાના હતાં. ....


ભક્તિના ગયા પછી તીર્થની પણ બસ આવી અને તે પણ તેની રૂમ પર ગયો......


બીજા દિવસે હોસ્પિટલમાં તીર્થ એ ભક્તિ ને કહ્યું હેલ્લો ગૂડ મોર્નિંગ. ......

ભક્તિ એ કઈ જવાબના આપ્યો. .. અને પોતાના કામમાં વ્યસ્ત બની ગઈ. ..... આખો દિવસ ભક્તિ પોતાના કામમાં જ વ્યસ્ત રેહતી અને તીર્થ પણ પોતાની ટ્રેનિંગ માં વ્યસ્ત રેહતો પણ તીર્થ ને જયારે સમય મળે ત્યારે તે હોસ્પિટલના રીસેપ્શન આગળ આવી ને પોતાની દ ગ્રેટ મીમ્કરી ચાલુ કરી દેતો અને આખા દિવસના કામથી કંટાળેલા લોકો તેના સુરમાં સુર પુરાવી ને થોડો સમય મસ્તી મજાક કરી ને ફરી પાછા કામમાં લાગી જતા હોસ્પિટલની  બધી જ નર્સ અને રીસ્પેશન પરની બધી જ છોકરીઓ તીર્થ ને પસંદ કરતી તેના સાથે વાત કરવા માટે પ્રયન્ત કરતી સિવાય કે ભક્તિ. ... ભક્તિ તીર્થ સાથે વાત કરવાની વાત તો દુર પણ ગૂડ મોર્નિંગ કેહવા નો સંબંધ રાખવા પણ નહોતીમાંગતી.


આબાજુ તીર્થના દિલના દિલમાં ભક્તિ એ રીતે છવાઈ ગઈ હતી કે તેને સપનામાં પણ તેજ દેખાતી હતી. .... તીર્થ એ નક્કી કરી દીધું કે તે પોતાના મનની વાત ભક્તિ ને જણાવશે જ પછી ભક્તિ જે કેહશે તે એ માની લેશે. ..જયારે આપણે કોઈ ને પ્રેમ કરતા હોઈએ ત્યારે તેને કહી દેવું જોઈએ ગણી વાર બહુ મોડું થઇ જતું હોય છે. ... અને સમય હાથમાંથીનીકળી જતો હોય છે અને પ્રેમ પણ. ..... જયારે જે દિલ કહે તે કરી જ લેવું કારણ કે સમયની વહેણ આપણા હાથમાં નથી. ...... પણ તે જે દિશામાં જાય તે દિશામાં આપડે હલેસુ ફેરવાનું છે. ......


તીર્થ એ નક્કી કર્યા પ્રમાણે ભક્તિ ને પેહલા ફ્રેન્ડશીપ માટે હા પડવાની હતી તેને આજે બસ સ્ટોપ પર દુર ઉભેલી ભક્તિ પાસે જઈને કહ્યું. ... " ભકિત શા માટે આપણે ફ્રેન્ડસના બની શકીએ ????? "


ભક્તિ એ કહ્યું જો તીર્થ હું એક બહુ સિમ્પલ છોકરી છુંં મને આ ફ્રેન્ડશીપમાં કે એવા બધાંમાં કોઈ જ રસ નથી પ્લીસ તું મને બીજી વાર નહિ કેતો એટલા બસ આવી અને ભક્તિ બસમાં જતી રહી. ...


તીર્થ ને પણ તે દિવસે લાગ્યું કે કદાચ તે તેને પસંદના પણ કરતી હોય મારે તેને ફોર્સેના કરવો જોઈએ અને તીર્થ એ તેના વિશે ભૂલી જવાનું નક્કી કર્યું. ....


બીજા દિવસે હોસ્પિટલમાં ભક્તિ ને એમ હતું કે હમણા તીર્થ તેને ગૂડ મોર્નિંગ કેહ્શે પણ આજે તીર્થ એ તેને ગૂડ મોર્નિંગના કહ્યું. .....ભક્તિ ને રોજ સંભાળવાની આદત પડી ગઈ હતી ભલે પછી તે સામે કેહતી નહોતી પરંતુ તીર્થ તેને ગૂડ મોર્નિંગ કે તે તેને ગમતું હતું તે વાતની તેને પોતાને જ ખબર નહોતી. ....


હોસ્પિટલમાં બધા જ કામમાં વ્યસ્ત થઇ ગયા હતા અને અચાનક જ લેબરરૂમમાંથી બચાવો બચાવોની બૂમ સંભળાઈ. ....ત્યાં સોર્ટ - સર્કીટના લીધે આગ લાગી હતી. .... બધા નર્સ , ડોક્ટર અને વોર્ડ બોય બધા ભાર દોડી આવિયા. ......



આગ એટલા પ્રમાણમાં હતી કે બાજુ માં આવેલો બીજા વોર્ડમાં પણ આગ ફેલાઈ ગઈ. ............... હોસ્પિટલ નો પૂરો સ્ટાફ દરદીઓ ને બચવાના કામમાં લાગી ગયો. ... કોઈ એ ફય્રબીગેડા ને ફોન કર્યો ગણતરીના કલાકો મજ હોસ્પિટલમાં લગભગ 4 વોર્ડ અને લેબરરૂમ બળી ને ખાક થઇ ગયા હતા. ..... આવામાં હોસ્પિટલ નો લેડીસ સ્ટાફ ને સલામત જગ્યા એ લઇ જવાયો હતો. ..... અને બીજા બધા દર્દીઓ ને બચાવમાં વ્યસ્ત હતા. ...સ્ટાફમાંથી કોઈ એ બૂમ પાડી અને કહ્યું અરે ભક્તિ ક્યાં છે ????????????


કાવિયા એ તરત જ તીર્થ ને બૂમ પાડી અને કહ્યું ભક્તિ લેબર રૂમમાં ગઈ છે. ..જ જલ્દી બચાવ તેને. ..તીર્થના હર્દયના ધબકારા બહુ જ જોરથી વધી રહ્યાં હતા તેને એ ચિંતા હતી કે તેને કઈ થયું તો નહિ હોય ને ???


તીર્થ કોઈ પણ પ્રકાર નો ડર રાખ્યા વગર જ આગના ગોળાની જેમ વધતી જતી આગમાં જંપલાવી ને ભક્તિ બે બચવાનો પ્રયન્ત કર્યો. .... ભક્તિ એક દીવાલ આગળ બહુ ડરી ગયેલી અવસ્થામાં ઉભી હતી. ...તીર્થ ને જોતા જ તેને હાશ થઇ અને બાજુના બેડ પર પડેલી દર્દીની ચાદર લઇ ને તીર્થ એ ભક્તિ ને વીટાળી અને બને જણા આગમાંથી બહાર આવિયા. ..... ત્યારે ભક્તિની સામે તેના મમ્મી - અને પપ્પા બને ઉભા હતા તેઓ ઓટાની દીકરી ને જોઈ ને રડી પડ્યા જો કે ભક્તિ ને કોઈ ઈજા થઇ નહોતી. ...છતાં પણમાં - બાપ બાળકો ને દુખી નથી જોઈ સકતા. .... એ બાબત અહી સાબિત થાય છે.


ભક્તિના મમ્મી અને પપ્પા બને એ તીર્થ ને ધન્યવાદ કર્યા અને ગરે ગયા. .....


એ દિવસે રાત્રે ભક્તિ ને આખી રાત ઉંગના આવી તે બસ પડખા ફેરવતી રહી અને મનોમન પોતની જાત ને કેહતી રહી કે તીર્થ ખરેખર એક સારો છોકરો છે. .... મેં તેના સાથે બહુ ખરાબ વર્તન કર્યું. ..મારે આવું નહોતું કરવા જેવું. ... અને તે મને એની ફ્રેન્ડ બનાવા જ તોમાંગે છે એમાં કઈ ખોટું નથી. ..અને પોતે જ પોતાની જાત ને સમજાવતી હોય તેમ સમજાવી અને વિચારો કરતા જ ગાઢ નિંદ્રામાં પોઢી ગઈ. .......



હોસ્પિટલમાં વધારે પ્રમાણમાં નુકસાન થવા ને કારણે હોસ્પિટલમાંથી બધા જ દર્દીઓ ને બીજી જગ્યા એ શિફ્ટ કરવામાં આવિયા હતા અને ડોકટર અને બીજા સ્ટાફ ને અલગ અલગ જગ્યા એ મુકવામાં આવીયો

તીર્થ ગણો જ ઉદાસ હતો કારણ કે ભક્તિ ને બીજી બ્રાંચમાં શિફ્ટ કરવામાં આવી હતી અને તેના લીધે તે તેને જોઈ પણ નહોતો શકતો તેવા વિચારથી તેને મન ને માનવીયું. ..તો આ બાજુ ભક્તિ પણ ઉદાસ હતી પોતાને આગમાંથી બચાવા માટે તે તીર્થ નો અભાર માનવા માગતી હતી અને તેને ફ્રેન્ડ બનાવા માગતી હતી. ...પણ બને અલગ અલગ જગ્યા એ હતા. ... તીર્થ એ ગમે તેમ કરી ને ભક્તિ નો મોબાઈલ નંબર શોધી નાખ્યો હતો અને વીચારતો હતો તેને ત ફોન કરું કે નહિ ?????


ભક્તિના સવ્ભાવ નો સવ્ભાવ તે કોઈ છોકરાં સાથે જલ્દી વાત વાતનાતી કરતી તેથી તીર્થ ને લાગ્યું કદાચ તે ફોન કરશે તો નહિ ગમે તેને. ... આવ વિચારથી તીર્થ એ ઓછામાં ઓછી 20 વખત નંબર ડાયલ કરેલો કટ કરી દીધો. ...


ફેબ્રુવારી મહિનો ચાલતો હતો શિયાળા ને કારણે અંધારું પણ ગણું વહેલું થઇ જતું હતું ભક્તિ બસની રાહ જોઈં ને ઉભી હતી. ........એટલામાં તેણે દુરથી તીર્થ ને આવતો જોયો. ..............


તીર્થ ભક્તિ પાસે આવીયો અને પૂછ્યું તારી તબિયત કેવી છે હવે ગઈ કાલ પછી ???? ભક્તિ એ કહુયું સારી છે. ..... બસ વધારે તીર્થ કઈ બોલ્યો નહિ થોડી વાર સુધી બનેમાંથી કોઈ કંઈ બોલ્યું નહિ. ....બસ સ્ટોપ પર ભીડ હોવા છતાં શાંતિ લાગતી હતી. ...... શિયાળાની ઠંડી હવામાં ભક્તિના વાળની લટો તેના ચેહરા ને વધારે સુંદર બનાવતી હતી અને તીર્થ ચોરીથી તેને જોતા રહી શકતો નહોતો. ....થોડા સમયની શાંતિ પછી ભક્તિ એ જ વાતની શરૂવાત કરી. ... અને કહ્યું Thank You Very Much ...... તીર્થ એ કહ્યું સેના માટે આટલો ભાર વાળો શબ્દ વાપરે છે. ... ભક્તિ એ કહ્યું તે મને બચાવી એ માટે. ....... તીર્થ એ કહ્યું ઓહ ....... એ તો મેં કોઈ બીજી વય્ક્તિ હોત તો પણ મેં  આમ જ કર્યું હોત. ........


ભક્તિ એ દિલગીરી વ્યક્ત કરતાં કહ્યું મેં તારા સાથે ખરેખર બહુ ખરાબ વર્તન કર્યું છે તેના માટે Extremely Sorry ........ શું આપણે ફ્રેન્ડસ બની શકીએ ?????


તીર્થ તો બહુ જ ખુશ થઇ ગયો હતો તેને તેની ખુશી કેવી રીતે વ્યક્ત કરવી તે સમજાતું નહોતું. .... છતાં પણ તેને પોતાની લાગણીઓ પર કાબુ રાખ્યો અને કહ્યું યા સ્યોર કેમ નહિ. .... .... આ બનેના વાર્તાલાપમાં 3 બસો જતી રહી હતી. ..... તેમની તેઓ ને જાણ જ નહોતી અને અચાનક ભક્તિ ને યાદ આવ્યું અને તેને કહયું બસ જતી રહી હવે વધારે મોડું થઇ જશે. ........એટલામાંમાં બસ આવી અને બને જણા બસમાં બેસી ગયા. .... આમ તો ભક્તિ તીર્થ ને એ પોતે જે બસમાં હોય તેમાં આવાનુંના પડતી હતી પણ આજે તેણે જ સામેથી કીધું હતું તું પણ ચાલને તારે પણ મોડું થશે આજ બસમાં. ....... બને જણા એક જ બસમાં સાથે ગયા બહુ ખાસ ભીડ નહતી બને ને વિન્ડો શીટ મળી ગઈ અને વાતો આગળ ચાલુ થઇ. .... તીર્થ એ કહ્યું thank god કે તે મને ફ્રેન્ડ બ્નાવિયો બાકી આ શહેરમાં હું એકલો જ છુંં. ..... અને બને વચે વાતો નો દોર ચાલવા લાગ્યો. .... તીર્થ તો મનોમન ગણો જ ખુશ હતો કારણ કે જયારે આપણે કોઈ ને ખરા દિલથી પ્રેમ કરતા હોઈએ ત્યારે તે વ્યક્તિની બધી જ વાતો આપણ ને ગમવા લાગે છે પછી તે સારી કે હોય કે ખરાબ. ..પણ તીર્થના મનમાં ઉમટી રહેલી આ લાગણી અને પ્રેમથી ભક્તિ સાવ અજાણ હતી તે તો ફક્ત તેને સારો ફ્રેન્ડ માનતી હતી. ....


ભક્તિ નું સ્ટોપ આવતા જ તે ઉતરી ગઈ અને તીર્થ ભક્તિ વિષે વિચારતો નેક્ષ્ત સ્ટોપની રાહ જોતો ઉભો રહી ગયો. ....


જયારે આપણે કોઈના પ્રેમમાં હોઈએ ત્યારે આ દુનિયા નું બધું જ સુંદર લાગવા લાગે છે 




ભક્તિ ને આજે આવામાં મોડું થયું હોવાથી મમ્મી એ પૂછ્યું બેટા કેમ આજે મોડું થયું ?????


મમ્મી. ... બસ મોડી મળી હતી એટલે. ....ભક્તિ એ કહ્યું......


ઓકે , બેટા કાલે જરા વેહલા આવજે. ,,,,,,,.......


કેમ ????? કઈ છે મમ્મી ભક્તિ એ કહ્યું


હા. .... કામ છે તું આવી જજે ને. .... ઓક મમ્મી એમ કહી ને ભક્તિ ફ્રેશ થવા માટે બાથરૂમમાં ગઈ. ....


ભક્તિ સુવા માટે આડી પડી ત્યાં જ તીર્થ નો SMS  આવીયો હેલ્લો. .....


પરંતુ ભક્તિ એ કઈ જવાબના આપ્યો. ... અને પડખા મારતા સુવા નો પ્રયત્ન કરી જોયો. ...


આ બાજુ તીર્થ આખી રાત ભક્તિના વિચારોમાં અને તેના સાથે 1 કલાક થયેલી બસ સ્ટોપ પરની વાત વિષે વિચારી ને ખુશ થવા લાગ્યો એને વિશ્વાસ થવા લાગ્યો હતો કે ભગવાન મારી સાથે છે તોજ આવું કંઈક બને. ....... બીજા દિવસે ફરીથી બને જણા બસ સ્ટોપ પર મળ્યા ફરીથી 3 - 4 બસો જતી રહી તેમની વાતોમાં. ... બને એકબીજા વિષે વાતો કરતા. ..શું ગમે છે અને શું નથી ગમતું. ... ....


આ ઉપરાંત હવે તો SMSમાં પણ વાતો શરુ થઇ ગઈ હતી. ... તીર્થ નો મજાકી સવ્ભાવ ભક્તિ ને હમેશાં હસવિયા કરતો અને ભક્તિ તેને કેહતી. ........કયારેક તો જીંદગી માં સીરીયસ બન તીર્થ. .... ..... જીંદગીમાં બધું જ મજાકના હોય


અને તીર્થ કેહતો જો હું સીરીયસ  થઇ જઈશ તો તારે જ એડમીટ કરવો પડશે કારણ કે મને આ નવા શહેરમાં તારા સિવાય કોઈ ઓળખતું નથી અને. ...... બને જણા હસી પડ્યા. ........


15 દિવસ પછી આજે હોસ્પિટલ નું સમારકામ પૂરું થયું હતું અને હવેથી આખો staff પેહલાની જેમ એક જ હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવાયો હતો. ....... આ જાણી ને તીર્થ તો  ગણો જ ખુશ હતો કારણ કે હવે તેને ભક્તિ ને મળવા બસ સ્ટોપ પર જવાનુ નહોતું ભક્તિ આખો દિવસ તેના સામે જ રેહશે હવે તે વિચાર માત્રથી જ તેનું મન મોહિત થઇ ઉઠાતું હતું. ......

      

        હોસ્પિટલ નો આખો સ્ટાફ  ભક્તિ અને તીર્થની મિત્રતાની આશ્ચર્યમાં હતા કારણ કે એક સમયે બને જણા બહુ જગડતા અને અત્યારે ફ્રેન્ડસ બની ગયા તે વાત કોઈ ને હજમ થતી નહોતી. ...છતાં પણ બધા ખુશ હતા કે ભક્તિ એ તીર્થ ને મિત્ર બન્વીયો તેના માટે હવે તો બને જણા જમવા માટે પણ સાથે જ જતા હતા. .... આખો દિવસ હોસ્પિટલમાં અને સાંજે ગરે પહોચીને SMS માં બને વાતો કરતા જ રેહતા તીર્થ ને હવે ભક્તિ જો એક દિવસ પણ હોસ્પિટલના આવે તો તેના વગર રેહવું શક્ય નહોતું

તેના માટે. ......કેહવાય છે ને કે કોઈ વ્યક્તિની જયારે આદત પડી જાય છે ત્યારે 5 મિનીટ પણ 5 વર્ષ જેવી લાગે છે. ......આમ તો સમય ને જતા વાર નથી લાગતી પણ જયારે આપણે કોઈ ને દિલથી યાદ કરતા હોઈએ ત્યારે સમય જેમ કે થંભી ગયો હોય એવું લાગે છે. .....


ભક્તિ જેવી હોસ્પિટલ


આજે ભક્તિ હોસ્પિટલ આવી નહોતી. ..... સવારના 11:30 થઇ ગયા હતા. ..... તીર્થ એ રિસેપ્શન પર આવી ને પૂછ્યું ભક્તિ રાજા ઉપર છે ????? જો આમ તો તે રાજા ઉપર હોય તો મને જાણ કરે જ....તેવું મનોમન તીર્થ બબડ્યો. .... આજે ભક્તિ મોડી આવી હતી. ...... એ આવી કે તરત જ તીર્થ તેના Practical Lecture   માંથી બહાર આવીયો અને પૂછ્યું... કેમ આટલું બધું મોડું થયું ?????


ભક્તિ એ કહ્યું કામ હતું મારે ગરે. .....


તો તારે મને કેહવું જોઈએ ને કે તું મોડી આવાની છે. ....


  એમાં કેહવાનું શું ??? અને હું તને શું કામ કહું ????


તીર્થ ને અત્યાર સુધી એવું લાગતું હતું કે ભક્તિ પણ મનોમન તેને પ્રેમ કરે જ છે ભક્તિ પણ તેને પ્રેમ કરતી જ હતી પણ તેને તેને પોતાને જ ખબર નહોતી. .....


ભક્તિના આવા કટાક્ષથી તીર્થ ને ગણું જ ખરાબ ફિલ થતું હતું છતાં પણ તેને જમવા ગયા ત્યારે ભક્તિ ને સોરી કહ્યું મોડી કેમ આવી તે પૂછવા માટે....... ભક્તિ એ કહ્યું ઇટ્સ ઓકે dear .... આજે ભક્તિ બહુ જ સુંદર લાગતી હતી તેને પિંક એન્ડ વ્હાઈટ કલર નો ડ્રેસ પહેર્યો હતો. ....................તે તેને વધારે વાર જોતા રોકીના શક્યો અને કહ્યું આ ડ્રેસ તને બહુ જ સારો લાગે છે. ........ભક્તિ. ... ohhhh really ???? હા તારી ચોઈસ બહુ જ મસ્ત છે. ....


ભક્તિને કયારેય પણ કોઈ છોકરા એ આ રીતે કીધું નહોતું તે મનોમન ગણી જ ખુશ હતી. .....આજે તીર્થ પણ ગણો જ ખુશ હતો તેને વધારે નહિ તો કઈ નહિ પણ પોતાનો પ્રેમ વ્યક્ત કરવાનીનાની શરૂવાત તો કરી જ દીધી હતી. ....


      અને હવે ફાઈનલી ભક્તિ ને પણ તીર્થ ગમવા લાગ્યો હતો ,,.... તે આખો દિવસ એના જ વિષે વિચારતી રેહતી. .... પણ કદાચ તીર્થ ને તેના જેવી સિમ્પલ છોકરી નહિ ગમે તે વિચારથી તે મનના વિચારો ને કાબુમાં લઇ લેતી હતી....... તેને પણ તીર્થ બહુ જ ગમતો હતો. ......


આજે તીર્થ ભક્તિ ને પોતાના દિલની વાત કેહવાનો હતો પુરા 1 વર્ષના વિચાર પછી તીર્થ એ આજે હિંમત કરી ને નક્કી કરી જ લીધું હતું કે તે ભક્તિ ને પોતાના દિલની વાત કહી ને જ રેહશે. ....... આજે સવારે જયારે ભક્તિ હોસ્પિટલ આવી ત્યારે તેને લીલા કલર નો અનારકલી ડ્રેસ પહેર્યો હતો. ..અને વાળ પણ એજ રીતે ખુલ્લા રાખ્યા હતા જયારે તે લોકો પેહલી વાર મળ્યા હતા. ... તેના રેશમ કરતા પણ સિલ્કી વાળની લાતો તેના ચેહરા ને કૈક વધારે જ સુંદર બનાવી જતી હતી. .... તે જયારે હોસ્પિટલ આવી ત્યારે પેહલા તો તીર્થ તેને કોફી પીવા માટે કેન્ટીનમાં લઇ ગયો અને બહુ જ એકદમ. .... બાળ સહજ રીતે જ પૂછી લીધું ભક્તિ હું આખી જીંદગી તને રસોઈ બનાવી આપવા તૈયાર ચુ પ્લીસ તું મારી સાથે લગન કરીશ ??????????? આ સાંભળી ને ભક્તિ કુભી થઇ ને હસવા લાગી અ...... અને કહ્યું ડાફર તું રસોઈની બનાવી આપે તો પણ હું બનવતા સીખી જઈશ અને આટલી વાત માટે તે 1 વર્ષ લગાવી દીધું ?????? તીર્થ પોતાના હાથ તેના હાથમાં મુકીને કહ્યું કેહવાની ઈચ્છા તો બહુ જ હતી પણ હિંમત નહોતી ચાલતી. .... તારા આગળ. .. આજે બને જાના બહુ જ ખુશ હતા હવે તો બને રોજ મળવાનું અને સાથે ઘરે જવાનું ચાલુ કરી દીધું હતું. ...


ભ્કારી અને તીર્થ બને ને એકબીજામાં ગણી જ સામ્યતા દેખાતી હતી. ....બને એકબીજા ને ગણી જ સમજી સકતા હતા. .... બેને એકબીજા ને કીધા વગર તેમની લાગણી અને પ્રેમ સમજી જતા. .....એમના લાગણીશીલ સંબંધ ને આજે 6 મહિના પુરા થયા હતા હવે તો તીર્થની તાલીમ પણ પૂરી થવા આવી હતી 1 મહિના પછી તે પોતાના ગરે વડોદરા પાછો જવાનો હતો. ..... આ સાંભળી ને ભક્તિ ગણી જ ઉદાસ હતી. ... તેને તીર્થ ને કહ્યું આપને ગરે વાત કરીયે તું મારા મમ્મી પપ્પા ને મળી લે. ....


આજે સાંજે ગરે પહોચ્યા પછી ભક્તિ મોકો શોધતી હતી મમ્મી અને પપ્પા ને તીર્થ વિશે કકેહવાનો. ....તે ગરે પહોંચી અને મમ્મી ને અને ફ્રેશ થઇ ને આવી


તેની મમ્મી ગણા  દિવસ પછી આજે સમોસા બનાવાના હતા કારણ કે તેના પપ્પાના ફ્રેન્ડ આવાના હતા એટલે એ પણ કેનેડા થી તેમના સાથે તેમનો દીકરો પણ આવાનો હતો. .....સાગર. ..


ભક્તિ ચલ મને થોડી મદદ કરવ તો. ...મમ્મી અતિ ઊંચા અવાજે કહયું ભક્તિ એના રૂમમાં બેસી ને cd  palyer પર મોટા અવાજમાં ગીતો સંભાળતી હતી. ... તો તેને કઈ સાંભળ્યું. નહિ. .. મમ્મી એ ફરીથી બૂમ પાડી. ...


ભક્તિ સાંભળે છે કે નહિ. .... ચલ મને થોડી મદદ કરાવતો હમણાં દિનેશ કાકા અને તેમનો દીકરો આવતા હશે  ભક્તિ ને પેહલાથી જ રસોઈ કરવાનો બહુ જ કંટાળો આવતો હતો તેમાં પણ  આ canda વાળા મહેમાન માટે મમ્મી કંઈક વધારે પડતો ભાર મુકીને ભક્તિ ને બધી રસોઈ બનવા માટે કેહતા હતા.... પણ ભક્તિ તો હિન્દી પિક્ચરના ગીતો ઉપર તીર્થના વિચારોમાં તરબોળ થઇ ગઈ હતી. ..... મમ્મી તેને રૂમમાં બોલવા આવી અને મદદ કરવા જણાવ્યું. ....


ભક્તિ અણગમો દર્શવતા કહ્યું. .. મમ્મી તને ખબર છે ને મને રસોઈ નથી ગમતી. ......


મમ્મી....સાસરે જી ને સુ કરીશ ચલ મને થોડી મદદ કર એ લોકો આવતા જ હશે અને એમને. ..લાગવું જોઈએ કે તને રસોઈ બનાવતા આવડે છે. ..... ભક્તિ ને કઈ ખબરના પડી. .... કે આ બધું શું ચાલી રહ્યું છે. .મમ્મી એ ભક્તિ ને તૈયાર થઇ જવા કહ્યું. .. ભક્તિ રેડ અંદ વ્હાઈટ કલરના દ્રેસ્સમાં ગણી જ સુંદર લગતી હતી. ...થોડી વારમાં કેનેડાંના મહેમાન આવી ગયા. ... અને મમ્મી અને પપ્પા કૈક વધારે પડતો જ દેખાડો કરતા હોઈ તેવું ભક્તિ ને મનોમન લાગ્યું......


મમ્મી , એ કહ્યું દિનેશ ભાઈ ગણા વર્ષો પછી આવિયા તમે ??? આ મારી ભક્તિ તો તમને રોજ યાદ કરે છે ??


ભક્તિ એ મમ્મી સામે જોયું. ... પ્રશાનર્થ ભરી નજરે જોયું ????????


મમ્મી એ આંખ મિચકારતા કહયું. .. સાચી વાત ને ભક્તિ ??? ભક્તિ પાસે હકારમાં માથું ધૂનાવીયા સિવાય બીજો કોઈ રસ્તો જ નહોતો. ....


પપ્પા અને દિનેશ કાકા વચે ધંધાની વાતો ચાલી. .... અને 2 પુરુષો જયારે ધંધાની કે રાજ કારણની વાતો કરવા બેસે ત્યારે સમય જેમ કે પાણીના વહેણની જેમ વહી રહ્યો હોય તેવું લાગે. .....


મમ્મી , રસોડામાં આવિયા ત્યારે ભક્તિ એ પૂછ્યું. . મમ્મી તમે દિનેશ કાકા સામે ખોટું કેમ બોલ્યા કે હું તેમને રોજ યાદ કરું છુંં જયારે મને તો હમણાં જ ખબર પડી કે આવા કોઈ કાકા પણ છે. ....મમ્મી કહ્યું બેટા તે આટલે દુરથી આવિયા તો તેમને સારું લાગે આવું કહીએ તો. ... આ બધી વાતો છોડ ચલનાસ્તાની ડીશ લઇ ને આવ દિનેશ કાકા માટે. ...


દિનેશ કાકા સાથે સાગર પણ આવીયો હતો અને તે પપ્પા અને દિનેશ કાકાની વાતોથી ગણો જ કંટાળી ગયો હતો. .... તો બીજી તરફ ભક્તિ ને પણ આનાટક કયારે પૂરું થશે. ... તેની જ રાહ જોતી હતી. ....કારણ કે તીર્થ તેના msgની છેલા એક કલાકથી રાહ જોઈ રહ્યો હતો આ સમય દરમિયાન તેને ભક્તિ ને 30 msg ....કરી દીધા હતા. ........


ફાઈનલી. ...... 4 કલાકની કંટાળાજનક મહેમાનગતી અને રાજકારણની વાતો પર ફૂલ સ્ટોપ મુકીને ને દિનેશ કાકા અને સાગર એ વિદાય લેવાનું વિચાર્યું હતું. ... ગણતરીની સેકન્ડોમાં જ દીનેશ્કાકા અને સાગરે વિદાય લીધી કે તરત જ ભક્તિ તીર્થ સાથે વાત કરવા રૂમમાં ગઈ. ... તે તીર્થ ને પૂછતી હતી કે તેને તેના મમ્મી પપ્પા ને વાત કરી કે નહિ તેમના સંબંધ વિષે ????

તીર્થ એ કહ્યું બહુ જલ્દીથી વાત કરીશ. ... અને બસ થોડા જ સમયમાં આપણી સગાઇ પણ થઇ જશે. ...

બસ વાતો અને વાતોમાં બને જણા એ સગાઇના દિવસના સપનાં જોવા લાગ્યાં. .....


તીર્થ. ... તું સગાઇના દિવસે શું પેહરીષ ?????


ભક્તિ. ... હું તો નવી ચણીયા ચોલી લઈશ. .. અને બીયુટી પાર્લરમાં તૈયાર થઈશ. ...


તીર્થ. ... વાવ ... યાર તું તો ઓસમ લાગીશ હું તો તને જોતો જ રહીશ. .... પરંતુ પેહલા તો હું તને પાર્લરમાં જોવા આવીશ હું ઈચ્છુંં છું  કે તને મારા પેહલાં કોઈ બીજુંના દેખે. ... પહેલાં હું જ જોઇશ. .. ધ્યાનથી અને પ્રેમથી. .....



ભક્તિ અને તીર્થ વાતો વાતોમાં આખી સગાઇ નું પ્લાનિંગ કરી દીધું. ...... પણ જીવનમાં કયારેય પ્લાનિંગ સફળ થતું જ નથી તે વાત કદાચ એ લોકો ભૂલી ગયા હતા. 


ભક્તિ. .. ઓકે.... પણ તું શું પેહરીષ સગાઇમાં પ્લીસ યાર આ તારા ફોર્મલ કપડાં નહિ પહેરતો કંઈક અલગ પેહરજે. ... જેથી બધા લોકો આપણ ને જ જોવે અને કહે કેટલું સુંદર કપલ છે. .....


એકબીજા સાથે ભવિષ્યના સોનેરી સપના જોતા જોતા બને એક્બીજાના વિચારોમાં જ ખોવાઈ જતા કરી અને એજ દિવસની રાહ જોતા હતા કે કયારે એ દિવસ આવી ચડે અને તેમનાં સપનાઓ પુરા થાય. .....

પણ કેહવાય છે ને કે વધારે પડતી ખુશી જીંદગીમાં દુઃખના દરિયા ને અમાનત્ર્ણ આપવાના એધાણ આપે છે. ..અહી પણ કૈક આવું જ બન્યું.


ભકિતના મમ્મી પપ્પા ને સાગર ગમતો હોવાથી અને દિનેશ કાકા સાગરના લગ્ન માટે જ અહી આવિયા છે તે વાતથી ભક્તિ સાવ અજાણ જ હતી. .. મમ્મી - પપ્પા ને તો એમ જ હતું કે દીકરી સુખી થશે. ... છોકરો NRI છે. ....પણ શું કોઈની સાથે જીવન જીવવા માટે પૈસા વધારે હોવા જરૂરી છે. ...???? ... શું એક બીજા માટેની લાગણી અને પ્રેમ કરતાં પૈસા. . કેનાત જાત સરખા હોવા જરૂરી છે ?????????


આજે મમ્મી અને પપ્પા એ ભક્તિ ને સાગર વિષે વાત કરી. ....


જો બેટા , હવે તું 22 વર્ષની થઇ ગઈ છે અને. ...આમે તારા માટે એક બહુ જ સારો છોકરો જોયો છે

આપનાં દીનેશ્કાકા નો છોકરો સાગર. ...


એ તને ગમશે જ. .. એનામાંના ગમવા જેવું કઈ છે જ નહિ. ..


વેલ્સેતેડ છે , NRI છે , દિનેશ કાકા ને બહુ બધી સંપતિ છે ઇન્ડિયા માં પણ તું સુખમાં રમીશ. ....


આ સાંભળી ને ભક્તિના પગ નીચેથી જમીન સરકી ગઈ. ..... કારણ કે તેને આજ સુધી તીર્થ સિવાય કોઈ બીજી વય્ક્તિ વિષે સપનામાં પણ વિચાર નહોતો કર્યો અને મમ્મી પપ્પા તેની મરજી જાણ્યા વગર જ ઓર્ડેર કરી રહયા હતા કે એનામાંના ગમવા જેવું કઈ છે ન નહિ. ....


ભક્તિ એ થોડી હિંમત કરીને મમ્મી અને પપ્પા ને તીર્થ વિષે વાત કરી. .....ત્યારે મમ્મી અને પપ્પા એ ભક્તિ ને ગણું બધું સંભળાવી દીધું. .. પણ મમ્મીની સમજાવટ પછી પપ્પા એ તીર્થ વિશે બધું પૂછ્યું. ...


કઈનાત નો છે છોકરો ??????? પપ્પા એ અતિ ગંભીર અને ઊંચા અવાજે ભક્તિ સામે જોતા પૂછ્યું ????


ભક્તિ એ કહ્યું પપ્પા તમે તેને એક વાર મળી લો. ... એ બહુ જ સારા ફેમીલીમાંથી આવ છે તેની સરનેમ શાહ છે આ સાંભળી ને જ પપ્પા ભડકી ઉઠ્યા. ... શું ??????????? એટલે હવે તું બીજીનાતમાં લગ્ન કરીશ ??? આ જો તારી છોકરી ને હાથમાંથી જી રહી છે. .... ગણી વાર. ...આપણ ને શું જોઈતું હોય છે તે કોઈ સમજી નથી શકતું બસ બધા ને બસ પોતાના જ નિર્ણયો બીજાના પર થોપી મારવાની આદત હોય છે. .... અને ગણી વાર વડીલો પણ નથી સમજતા કે ફક્તનાતજાત બદલવાથી કઈ મોટું પહાડ નથી તૂટી પડવાનું..... અને જો કોઈ પોતાનીનાતની વય્ક્તિ સાથે પણ લગ્ન કરીએ અને તે  વ્યક્તિ ખુશના રાખી શકે કે તમને સમજીના શકે તો ???? ત્યારે અપના વડીલો આપણ ને એવું કહી ને ચૂતી જતા હોય છે કે બેટા..... અમે તો સારું જ સોધીયું હતું પણ હવે તમારા નસીબ. ......


આ જીંદગી એક વાર મળે છે. ......... આપણે જે જોઈએ તે મેળવી લેવું જોઈએ. ... કાલે સુ થાય તે કોને ખબર છે. ..... ભક્તિની સાથે પણ કંઈક આવું જ બન્યું ભક્તિ એ બહુ સમ્જાવિયા છતાં પણ કોઈ ભક્તિના પ્રેમ ને સમજી શકતું નથી. ...... મમ્મી પપ્પા એ પોતાનો નિર્ણય ભક્તિ પર થોપી માર્યો કે લગ્ન તો તારે સાગર સાથે જ કરવા પડશે. ........... અને ભૂલી જ પેલા doctor ને. ... એ આપણીનાત નો નથી અને તેનું ફેમીલી કેવું છે કેવું નહિ તે આપણ ને શું ખબર. ... ભક્તિ એ બહુ સમ્જાવિયા કે એક વાર એના ફેમીલી ને મળી લો પછી જો તમેના પડશો તો હું એ સ્વીકારી લઈશ પણ. ..... ભક્તિ ને તેના ગરમા કોઈ સમજવા તૈયાર નહોતું. ...... ભક્તિ આખી રાત રડતી રહી. ..........



તો આ બાજુ તીર્થના પણ તેજ હાલ હતા. ..તીર્થના અકડું સવ્ભાવના પપ્પા ને તેમના દીકરા માટે એક ફાસ્ટ અંદ ફોરવર્ડ અને બહુ જ ઊંચા ફેમીલીની કહી સકાય તેવી પુત્રવધુ જોઈતી હતી. ....તેમને પુત્રવધુ જોઈતી હતી એમની આશાઓ પ્રમાણેની જયારે તીર્થ ને એક એવી વ્યક્તિ જોઈતી હતી જીવન સાથી રૂપે જે તેને સમજી શકે. ... તેના ફેમીલી ને સમજી શકે. .... પણ આપનાં વડીલો ને હંમેશા તે પોતે જ સાચા છે તેવું બતાવા માટે અને તેઓ જે કઈ કરી રહયા છે એમાં છોકરા ઓ ખુશ જ રેહશે. ..એવા ભ્રમ સાથે ગણા બધા વડીલો પોતાના સંતાનોની મહ્તાવ્કાંક્ષા અને પ્રેમ ને સમજી સકતા નથી પરિણામે આ દુનિયામાં એવા ગણ બધા લોકો છે જે ફક્ત એક કોમ્પ્ર્માઈસ પર આખું જીવન જીવી લેતા હોય છે. ........ એક એવી વ્યક્તિ સાથે કોમ્પ્ર્માઈસ કરી ને રેહવું જેને આપનેના ઈચ્છવા છતા પણ પ્રેમ કરવાનો દેખાડો કરવાનો. ...ના ગમતી વય્ક્તિ ને ગમતી કરવી અને ગમતી વ્યક્તિ નેના ગમતી કરવાની આનું જનામ જીંદગી છે. .... કોમ્પ્ર્માઈસ ના જીંદગી જીવવી ગણી જ અગરી છે સમયની સાથે બધા જ ઘા રુજાઈ જાય છે કોમ્પ્ર્માઈસ કર્યો હોય જેના સાથે તે વ્યક્તિ સાથે પણ સમય જતા પ્રેમ થઇ જાય છે. .. પણ છતાં પણ હજી પણ મનમાં એક એવો વિચાર તારી આવે છે કે કાશ એ મારી જીંદગીમાં હોત ???????????? આવા સમયમાં આપણે આંસુ લુંછવા સિવાય બીજું કઈ જ નથી કરી સકતા. ....


અહી તીર્થ અને ભક્તિ બનેના પરિવાર એ નકી કરી લીધું હતું કે તેમના લગ્ન અલગ અલગ જગ્યા એ કરાવા. .... છતાં પણ ભક્તિ અને તીર્થ એ ફેમીલી ને સમજાવાનો પ્રયત્ન કરવાનો નિર્ણય લીધો હતો. ...

પ્રેમમાં જો એકબીજા પર વિશ્વાસ હોય તો બધા જ શિખરો સર કરી સકાય છે. ...પણ અહી તો કઈક જુદું જ થયું ભક્તિના પપ્પા એ ભક્તિ ને તે સાગર સાથે લગ્ન નહિ કરે. ...... મારી જવાની ધમકી આપી અને એ પણ સમાજના ડરથી. .... આવા સમયે દુનિયાની કોઈ પણ દીકરી કેમના હોય. .... તે ભાંગી જ પડતી હોય છે. ...દીકરી માટે પોતાના પપ્પાથી વધારે કંઈજ નથી હોતું. .... અને પુરા 3 મહિનાથી સતત દિવસ અને રાત મમ્મી પપ્પા ને સમજાવા અને તીર્થ નહિ મળે એ વાતના દરથી ભક્તિ 3 મહિના સુંધી રડતી રહી. ... પણ હવે તો સવાલ હતો..... પોતાના પિતા નો. .. આ સમયે ભક્તિ એ નિર્ણય લઇ જ લીધો કે. ..તે હવે પપ્પા કેહ્સે તેમ કરશે. .... જીવનમાં કોમ્પ્ર્માઈસ કરી જ લેશે આમ તો તીર્થ ને ભૂલવો શક્ય હતો જ નહિ પણ. ..... એક દીકરી એ પોતાના પિતા માટે દુનિયા નું બધું જ દુખ સહી લેવા તૈયાર હતી. ........... પપ્પા એ કહયું બેટા તું ખુશ તો છે ને હું આ બધું જ તારા માટે કરું છું તું સાગર સાથે ગણી જ ખુશ રહીશ. ... ભક્તિ એ પૂછ્યું. ..પપ્પા તમે ખુશ છો ?????????????


હા બેટા હું બહુ જ ખુશ છુંં. .....કારણ કે મારી દીકરી કેનેડા જશે. ... અરે તારી જીંદગી બદલાઈ જશે. ..એકદમ જોજે તું. ....


પપ્પા તમે ખુશ છો તો હું પણ ખુશ છુંં. .....


આટલું કહી ને ભક્તિ રૂમમાં જઈ ને રડવા લાગી ગણી વાર એવું બનતું હોય છે બધાની સામે હસતા રેહવું પડે છે અને એકાંત મળતાં જ આંસુ સાથે દોસ્તી કરી લેવી પડે છે. ....


ભક્તિ પણ આવું જ કરતી મમ્મી - પપ્પા સામે ગણી જ ખુશ રેહતી પણ જયારે તે એકલી પડે ત્યારે જ. .. તીર્થ સાથે વિતાવેલો સમય યાદ કરીને રડી લેતી. ....


અહી , તીર્થ ભક્તિના આ નિર્ણયથી સાવ અજાણ હતો. ... તેને ભક્તિ ને ગણ બધા ફોન કર્યા પણ તે એક પણ ફોન નો જવાબ આપતી નહોતી. ..... હવે તો ભક્તિ એ જોબ પણ છોડી દીધી હતી. ... તીર્થે હોસ્પિટલમાં પણ ફોન કર્યા પણ કઈ જ જવાબ મળતો નહિ. .. તીર્થ એક દિવસ અમદાવાદ આવીયો અને ભક્તિ ને કોઈ બીજા નંબર પરથી ફોન કરી ને કહ્યું હું તારી રાહ જોવું ચુ મારે તને મળવું છે પ્લીસ મને કઈ કહીશ કે આ બધું સુ ચાલી રહ્યું છે..... ભક્તિ એ પણ વિચાર્યું કે તેને હવે બધું કહી જ દેવું જોઈએ. ... બને એક મોલમાં મળ્યા. .


તીર્થ આવીયો ત્યારે એવું લાગતું હતું કે જેમ કે ગણા સમયથી તે જીવવાનું ભૂલી ગયો હોય. ... દાઢી પણ ગણી વાધરી હતી. .... અને તે ગણા જ ટેન્શનમાં હોય તેવો લાગતો હતો. .....

.. તીર્થ એ કહ્યું... સુ ચાલી રહ્યું છે આ બધું ???????

તું મારા ફોન કેમ ઉપડતી નથી ??????

બધું ઠીક તો છે ને ????


ભક્તિ ગણી જ લાગણીશીલ વ્યક્તિ છે. ... પણ આ સમયે તેને પોતાના વિષે વિચાર્યા કરતા. ... મમ્મી-પપ્પા વધારે મહત્વના લાગ્યા. ..તેને પોતાની લાગણીઓ પર કાબુ રાખી ને તીર્થ ને કહ્યું. ......... સોરી આપનાં સંબંધ નહિ થઇ શકે મારા માટે મારું ફેમીલી ગણું જ મહત્વ નું છે મારા મમ્મી - પપ્પાના 24 વર્ષના પ્રેમ ને હું તારા 2 વર્ષના પ્રેમમાં માટે એ લોકો ને દુખીના કરી સકું. ... અને તું એક બહુ જ સારો વ્યક્તિ છે તને તો કોઈ પણ સારો છોકરી મળી જશે. .... .... તીર્થ કહયું  કોઈ પણ છોકરી નથી જોઈતી. .... બધી જ છોકરીઓ ભક્તિ નથી હોતી. ........,....... તું એ બધા કરતા અલગ છે. ..... ભક્તિ એ કહ્યું 1 મહિના પછી મારા લગ્ન થવા છે. ......................................................................................


આ સાંભળી ને તીર્થ એકદમ સત્બધ થઇ ગયો. ... જેના માટે એ પોતાના પરિવાર સાથે જગડો કરી ને આહી આવીયો હતો તેજ વય્ક્તિ એ તેને એકદમ આવું કહી દીધું. ......... ભક્તિ તીર્થ ને જોઈ ને સમજી ગઈ હતી કે તેને ગણો જ આઘાત લાગ્યો છે. ... તેને તેને સમાંજાવીયો કે આપણું ફેમીલી કે તેમ જ આપણે કરવું જોઈએ અને મેં તને ગણો જ પ્રેમ કર્યો છે. ... પણ જે સંબંધમાં પરિવાર ખુશના હોય તેવા સંબંધ શું કામના ????? તું મને સમજે છે ને ???? ભક્તિ એ કહ્યું. ...


"લોહીના સંબંધો સાચવા જતા દિલ ના સંબંધો નો કરુણ અંત આવી ગયો "


ભક્તિ અને તીર્થ બને અંદર ને અંદર ગણા જ દુખી હતા. .. પણ સંબંધો માટે તેમને પોતાના વિષે વિચાર્યા કરતા પરિવાર વિષે વિચારી ને એક સમજદારી નું કામ કર્યું હતું 


તીર્થ. ...એ કહયું જો તું એમાં જ ખુશ રેહતી હોય તો. .. હું તે પણ કરવા તૈયાર છું. ..પણ આપણે આપણા ફેમીલી ને માનવી લીધું હોત. ... પણ તેજ મારો સાથ છોડી દીધો તો હવે શું થઇ શકે. ..... જયારે 2 વ્યક્તિ ઓ એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હોય છે ત્યારે કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવે જ છે તેમાં પણ. ...ફેમીલી ને સમજાવતા સમજાવતા તો બને વચ્ચે પ્રેમ જેવું કઈ રેહતું જ નથી. .... શા માટે લોકો પ્રેમ ને સમજી નથી સકતા ??????


તીર્થ ગણો જ સમજદાર અને. ..બહુ જ સુલ્જેલો વય્ક્તિ હતો. ..તે પણ સમજતો હતો કે ભક્તિ તેના મમ્મી - પપ્પા માટે આ કરી રહી છે. .. અને તેને અભિમાન થતું હતું તેના પર કે તેને એક એવી વ્યક્તિ ને પ્રેમ કર્યો જે સવાર્થી નથી. ... તે બીજાની ખુશી માટે પોતાનું બલિદાન પણ આપી શકે છે. ....


બને એકબીજાની જીંદગીની સમજાવટ નો નિર્ણય લીધા પછી છુંટા પડ્યા.... બનેની આંખમાં આંસુ નો દરિયો હતો અને તે જેમ કે સુસવાટા મારી રહયો હતો અને હવે તેને બીજી દિશામાં પવન ફેકવાનું ચાલુ કર્યું હતું. ....


"એક સમજાવટથી બાંધેલા સંબંધો એ પંખીના માળા જેવા હોય છે કે જેને આપણેમાંડમાંડ ભેગા કરીને બનાવીએ અને સામાન્ય વાવાજોડું આવતા જ માળો વેરવિખેર બની જાય " 


                                  1 મહિના પછી 


ભક્તિના લગ્ન સાગર પટેલ સાથે થઇ ગયા અને ભક્તિ કેનેડા રેહવા જતી રહી ,..મમ્મી - પપ્પા ગણા જ ખુશ હતા.... ..... અને ભક્તિ એક કોમ્પ્ર્માઈસ ની જીંદગી જીવવા માટે તૈયાર હતી. ....... સાગર એ કેનેડા પહોચતાની સાથે જ પોતાના રંગ ઢંગ બતાવના ચાલુ કરી દીધા હતા. .......સાગર પોતે કેનેડામાં. .... પરણેલો હતો અને તેને 2 દીકરા પણ હતા. ....છતાં પણ તેને ભક્તિ સાથે લગ્ન કર્યા કારણ કે દિનેશ કાકા ને 


એક ગુજરાતી છોકરી જોઈતી હતી દિનેશ કાકા ને તો ખ્યાલ જ નહોતો કે સાગર પોતે પરણેલો છે. ...... જયારે ભક્તિ ને તેના વિષે ખબર પડી ત્યારે સાવ. ... એક દમ હેબતાઈ ગઈ. ..... કારણ કે તેણે પોતાના મમ્મી પપ્પા માટે જે કોમ્પ્ર્માઈસ કર્યું હતું તેનો કોઈ અર્થ હતો જ નહિ. .. ભક્તિ એ ગમે તેમ કરીને પોતાની જાત ને સંભાળવાનો પ્રયત્ન કરી જોયો. .. પણ તેના મનમાં એક વિચાર આવીયો કે આવી કે તીર્થ સાથે હોત તો હું કેટલી ખુશ હોત. .. પણ હવે એ વાત નો કોઈ અર્થ નહોતો આજે ભક્તિ ને કેનેડામાં 1 વર્ષ પછી ખબર પડી કે સાગર ને પોતાનો પણ એક પરિવાર છે. .. અને તે ભક્તિ સાથે નહિ પણ એની પેહલી પત્ની સાથે જ રેહતો હતો. .. ભક્તિ મમ્મી - પપ્પા ને પણ કઈ કહીનાતી સકતી. . કારણ કે તે લોકો દુખી થાય તે વાત તેને પસંદ નહોતી. ..ભક્તિ એ જ વિચાર્યું કે ઇન્ડિયા પાછા જવું એના કરતા અહી જ જોબ કરી ને ગમે તેમ રહી લેશે. ...


આજે સવારે પપ્પા નો ફોન આવીયો. ..હેલ્લો. . ભક્તિ બેટા જય શ્રી ક્રિષ્ના સુ કરે છે ?????


ભક્તિ ગણી જ દુખી અને પારકા દેશમાં એકલી હતી છતાં પણ તેને ખુશ હોવાનો દેખાડો કરતા કહ્યું હા પપ્પા હું આહી ગણી જ ખુશ છું. . તમે કેમ છો ????


પપ્પા એ કહ્યું અમે તો મજામાં સાગર તારું ધ્યાન તો રાખે છે ને ??


હા પપ્પા સાગર મારું બહુજ ધ્યાન રાખે છે. .તમે સાચું જ કેહતા હતા અહી આવી ને મારી જીંદગી બદલાઈ ગઈ છે. ..એટલું બોલતા જ ભક્તિ ફોન પર રૂમાલ મૂકી ને રડવા લાગી જેથી પપ્પા ને સંભળાય નહિ. ... થોડી સવસ્થ થતા ફરી તેને ફોન કને ધર્યો. .પપ્પા પૂછતા હતા સાગર સાથે વાત નથી થઇ આપતો ફોન સાગર ને ભક્તિ એ કહ્યું. .. પપ્પા એ હમાણ બહાર ગયા છે આવે ત્યારે કરવું પપ્પા જેટલી વાર ફોન કરતા તેટલી વાર ભક્તિ બહાનું કાઢી દેતી. .. પપ્પા ને થોડી શંકા પણ ગઈ પણ પોતાના મિત્ર નો દીકરો હોવાથી તે શંકા. .... ને તે. ... અર્થહીન ગણી લેતા. ..


એક દિવસ સાગર ગરે આવીયો તે ક્યારેય આવતો તો નહોતો જ પણ આજે ગરે આવીયો હતો ભક્તિ એ વખતે પપ્પા સાથે વાત કરતી હતી. .. અને સાગર એ તેના પર ગુસ્સે થવાનું અને ઇન્ડિયા પાછા જતા રેહવા વિષે જણાવ્યું. .... ભક્તિ એ પપ્પા ને પછી ફોન કરવા કહ્યું અને ફોન નું રિસીવર બાજુમાં મુક્યું. ..એને એમ કે પપ્પા એ ફોન મૂકી દીધો હશે. .. પણ ફોન ચાલુ જ હતો બને વચે નો જગડો. .. પપ્પા સાંભળી ગયા હતા અને. .તેમને ખ્યાલ આવી જ ગયો હતો કે તેમને પોતાની દીકરી ને કેવા નર્કમાં ધકેલી દીધી છે. ....

પપ્પા એ ભક્તિ ને કહ્યું બેટા , તું આહી આવી જ. ... હવે હું તારા પર દબાણ નહિ કરું. .... પણ ભક્તિ એ કહ્યું

પપ્પા જીંદગીથી હારી ને પાછા શું કરવા આવું હું. .. હું આહી જ રહીશ. .. તમે મારી ચિંતા નહિ કરો. ...

હવે મને જીંદગી જીવતા આવડી ગયું છે. .... આવું કહી ને ભક્તિ એ ફોન મૂકી દીધો. .....


અને પપ્પા અને મમ્મી બને પોતાની દીકરી ને ગમતા લગ્ન નહિ કરી આપવાની જીદ ને કોસતા રહ્યા

ભક્તિ. .. સાગરની વાત નો વિરોધ કરી ને કહ્યું. ..હું અહીથી ક્યાય નથી જવાની. .. અહી જ રહીશ. ... અને ગણી બધી દલીલો પછી સાગર કંટાળી ને ગરની બહાર જતો રહ્યો. ....

હવે ભક્તિ એ જોબ કરવાની ચાલુ કરી દીધી હતી. .... તે એક સ્ટોલમાં કામ કરતી હતી. ... હવે જીંદગી જાણે અહી જ છે તેવું માની ને ભક્તિ એકલી જ જીવતી હતી. ...

એક દિવસ તેના સ્ટોલમાં એક વય્ક્તિ આવી અને ઓડેર આપ્યો 1 પિઝ્ઝા પ્લીસ. ..... ભક્તિ એ જી ને પિઝ્ઝા સર્વ કર્યો. ... ભક્તિ જીવવાનું ભૂલી જ ગઈ હતી. .... તેને આજુ બાજુના લોકોથી કોઈ જ નિસ્બત નહોતી. .... અચાનક પાછળથી એક અવાજ આવીયો હેય્ય્ય્ય. .... ભક્તિ. ....


એક વ્હાઈટ કલરના જેકેટમાં એક 27 વર્ષ નો છોકરો જેને આછી આછી શેવીગ રાખી હતી. ...એવા એક છોકરા એ તેને બૂમ પડી. .....ભક્તિ એ પાછું વળી ને જોયું તો તે તીર્થ હતો. .... 2 વર્ષ પછી બને મળી રહયા હતા એ પણ આમ અચાનક અને એ પણ કેનેડામાં. ... તે જ વાત આશ્ચર્ય જનક હતી. .... નસીબ કયા કયા ફરેવ છે. .... ભક્તિ ગણી જ થાકેલી લાગતી હતી. ... અને પોતાના જીવનમાં ,આવેલી મુશ્કેલી ને કારણે તેને જીવાવનું જ ભૂલી ગઈ હતી. ... તેને કહયું. ... ઓહ્ તું આહી ????????


બને જણા એકબીજા ને જોઈ ને ચોંકી ઉઠ્યા. .. તીર્થ ને વાત કરવી હતી પણ સ્ટોલ નો મેનેજર. .. ભક્તિ ને કામ કરવા માટે ટોક્યા કરતો હતો. ... તીર્થ એ ભક્તિ ને કહ્યું અપને સાંજે મળીયે. .... તારા ગરે જવાના સમયે હું આહી બહાર તારી રાહ જોઈંસ. .. ભક્તિ કઈ બોલ્યા વગર જ કામમાં લાગી ગઈ. ... તેના મનમાં નેક વિચારો સળવળવા લાગ્યા. .. પણ હવે તેની જીંદગી પૂરી જ થઇ ગઈ છે તેવું વિચારી ને તેને કામમાં જ ધ્યાન આપ્યું. ..તો આ બાજુ તીર્થ. ..ભક્તિ ને એક વેઈટરની જોબ કરતી જોઈ ને ગણો જ દુખી હતો. ... જે ભક્તિ એ સમયે તેને જોતા જ ખુશીથી જુમી ઉઠતી હતી તેજ આજે તેને જોઈ ને કઈ જ બોલી નહિ કે. ... હસવાનું નું તો જેમ કે તે ભૂલી જ ગઈ હોય તેવું તેને લાગ્યું તીર્થ ફક્ત 10 મિનીટ માજ ગણું બધું સમજી ગયો

 સાંજે તીર્થ સ્ટોલની બહાર આવી નો ઉભો રહ્યો પોતાની કાર સાથે ભક્તિ બહાર આવી ત્યારે તીર્થ એ કહ્યું ભક્તિ. .. બેસી જ હું તને ડ્રોપ કરી દઉં. .. ભક્તિ કારમાં બેસી અને. ... ગરે આવી ભક્તિ એ તીર્થ ને અંદર આવવા જણાવ્યું. .. અને બને જણા એ કોફીની ચૂસકી સાથે વાત કરવાનું ચાલુ કર્યું. ....


તારો હસબન્ડ નથી દેખાતો ????????


ના એમને ધંધા ના કામ માટે બહાર જવું પડે છે એટલે. ... એ બહાર ગયા છે ભક્તિ એ ખોટું પણ છતાં સાચું લાગે તે રીતે કહ્યું. ..


ઓહ. .... તો તું સ્ટોલમાં સામાન્ય જોબ કેમ કરે છે ????

એતો બસ હું ગરે કંટાળી જવું છુંં તો. ....

તીર્થ એ કહ્યું. ...... બસ ભક્તિ. .. બહુ થયું હવે. ... હજી કેટલું ખોટું બોલીશ. .... તારો ચેહરો જ બધું કહી આપે છે કે તું બહુ બધી મુશ્કેલીઓ સામે લડી રહી છે. .... ................

અજાણ્યા દેશમાં , અજાણ્યા લોકો વચ્ચે. .. અને તેમાં પણ જયારે દગો મળ્યો હોય તેવા સમયે જો કોઈ વય્ક્તિ આપણ ને આશ્વાસનના 2 બોલ કહે તો પણ તે ગણ જ સારા લાગે જયારે તીર્થ એ તો કશું કીધા વગર જ સમજી ગયો હતો. ..... ભક્તિ 2 વર્ષથી જેમ કે પોતાની આંખોમાં દુખ નો દરિયો લઇ ને ફરતી હતી અને તેને હવે સુનામી. .... આવી હોય તેમ દડ દડ આંસુ સારતી ગઈ અને. ..તીર્થ ને પોતાની આપવીતી કેહતી ગઈ....તીર્થ પણ એકદમ સત્બ્ધ થઇ ગયો હતો. .... ભક્તિની જીંદગી વિષે જાની ને. ...........

ભકિત અને તીર્થની એક કલાકની વાતચીત એક વાર પણ હસી નહોતી કે. ........તીર્થ હતો કે ભક્તિ જીવવાનું ભૂલી જ ગઈ છે. ... ભક્તિ એ પોતાની વાતો સ્ટોપ કરીને પૂછ્યું. .. તારી વાઈફ સુ કરે છે ????

તીર્થ. ...એ કહ્યું. ..... તારા ગયા પછી. ..મને કોઈ પણ છોકરી. ..મળી જ નહિ. .....

ભક્તિ કઈ બોલી નહિ અને મૌન જ રહી. ....... થોડા સમય પછી તીર્થ. ... તેની કાર લઇ ને તેના ગયો પણ હજીપણ તેના મનમાં ભક્તિ નો તેજ ચેહરો દેખાતો હતો. .... જીંદગીથી હારી ગયેલો અને. ..મુર્જયેલો. ..


હવે કેનેડા જેવા અજાણ્યા દેશમાં ભક્તિ એકલી નહોતી તેની સાથે તીર્થ હતો બને ગણી વાર મળતા.... હતા. ... ભક્તિ મળવાનુંના કેહતી પણ તીર્થ તેને ગમેતેમ માનવી લેતો. .... તીર્થ ભક્તિ ને પેહલા જેવી બનાવામાંગતો હતો. ... તીર્થ હજી પણ પેહલા જેવો જ હતો. ... તેના જોક્સ આજે પણ ભક્તિ ને હસાવવા માટે કામ લગતા હતા. .... અને આજે ભક્તિ પુરા 2 વર્ષ પછી ખુલી ને હસી હતી. .... તેને પહેલાની જેમ હસતી જોઇને. ... તીર્થ પણ ગણો જ ખુશ થયો હતો. ..... હવે રીજ મળવાનું નો કાયમ નું થઇ ગયું હતું..


અહી સાગર ને આ વાતની જાણ થતાં જ તે ભક્તિના ગરે આવીને તેની સાથે જગડો કરવા લાગ્યો એટલું જ પુરતુંના હોય તેમ. .... તેને ભક્તિ ઉપર ફ્લાવર પોટથી જાનલેવા હમલો પણ કર્યો. ...... ભક્તિના માથામાંથી દડ દડ કરતું લોહી વેહવા લાગ્યું. .....અને સાગર તેને આવી હાલતમાં એકલો મુકીને જતો રહ્યો. ... ... તીર્થ જયારે ભક્તિ ને સ્ટોલ પર જવામાં તે પીક કરવા ગયો આવીયો ત્યારે તેની આવી હાલત જોઈને તે ગભરાઈ ગયો ફટાફટ. ... એમ્બુલન્સ બોલાવી ને હોસ્પિટલમાં એડમીટ કરી. ....... ભક્તિના શરીર લગભગ 20 % લોહી વહી ગયું હતું..... doctor એ ICU માં રાખી હતી. .... અને તીર્થ બેબાકળો બની ને ભગવાન ને પ્રાર્થના કરતો હતો તેના બચી જવા માટે. .. કારણ કે તે તેને બીજી વાર ખોવા નહોતોમાંગતો. doctors બહાર આવિયા અને કહ્યું જલ્દીથી B + લોહીની વ્યવસ્થા કરો. ... નહિ તો દર્દી બચી નહિ શકે. ....

તીર્થ ને અચાનક યાદ આવ્યું કે તેનું લોહી પણ B + જ છે. .. તેને doctor ને કહ્યું અને બીજા જરૂરી ચેકઅપ પતાવી ને તીર્થ નું લોહી ભકિત ને ચડાવિયું. ..... ગણતરીના કલાઓમાં જ ભકિત. ..ના શરીરમાં તીર્થ નું લોહી ફરવા લાગ્યું. .......અને પુરા 4 દિવસ પછી ભક્તિ ને હોશ આવિયા. ..... ........ અને ત્યારે doctor એ પણ જણાવ્યું કે હવે તે મોતના મુખની બહાર છે. ........


હોશમાં આવતાની સાથે જ તીર્થ એ ભક્તિ ને કહ્યું. ... તું ચિંતાના કરીશ બધું જ સારું થઇ જશે. ..... ભક્તિ એ તીર્થ ને જોતા જ કહ્યું. .... પ્લીસ તું મને એકલી છોડી દે મારા હાલ ઉપર મારી જીંદગીમાં હવે હું કઈ જ કરી નહિ સકું. ....... . .. તું કેમ પાછો આવીયો. ... મારી જીંદગીમાં મને એકલી મૂકી દે ?????...... તીર્થ એ કહ્યું એવું કઈ જ નહિ થાય અને હવે તો બધું જ ઠીક થઇ જશે. ......... આપણે ફરીથી એક થઇ જઈશું. ... ભક્તિ એ કહ્યુંના એ શક્ય...નથી. .

તીર્થ. .... શા માટે શક્ય નથી. ... આટલું બધું દુખ સહન કરવા છતાં તું હજી સાગર સાથેના સંબંધ ને તોડવા નથી માગતી એ સંબંધમાંથી તને કયારેય પ્રેમ નથી મળ્યો. ... શા માટે ભક્તિ ????????


ભક્તિ. ... કારણ કે એ સંબંધ મારા મમ્મી-પપ્પા એ જોડ્યો છે. ... અને હું એને જાય સુધી જીવીશ ત્યાં સુધી નિભાવીશ. .. મારા મમ્મી પપ્પા ના માન નો સવાલ છે. ... તેમની સમાજમાં ઈજ્જત નો સવાલ છે. .... ....અને હું મારા મમ્મી-પપ્પા ને દુખી કરવા નથી માગતી. .... થોડીક વાર બને ચુપ રહ્યા. ........ અને એકદમ બહારથી કોઈ અંદર આવ્યું અને કહ્યું. ..



વાહ બેટા વાહ. .... મને ગર્વ છે તારા ઉપર કે તું મારી દીકરી છે. .... અરે તે તો એક દીકરી હોવાનું ફરજ બહુ જ સારી રીતે નિભાવી છે. ..... પણ હું બાપ હોવાની ફરજના બજાવી સક્યો. .. બની શકે તો મને દેજે. .. તારી જીંદગી અમારી જીદના લર્નથી જ કહ્રબ થઇ છે અને હવે અમે લોકો જ તેને સુધારીસું. ... ગણી વાર બાળકો ને સમજવા માટે અમે જ કાચા પડી જતા હોઈએ છીએ અને અમારી જીદના લીધે બાળકોની જીંદગી દાવ પર લાગવી દઈએ છીએ કહી ને ભક્તિ અને તીર્થના મમ્મી - પપ્પા એ ભક્તિ અને તીર્થના લગ્ન કરાવા નું નક્કી કર્યું. ... ગણી બધી તકલીફો પછી આજે ફરી બને જાના એકબીજા થવાના હતા. ... પ્રેમ બધાના નસીબમાં નથી હોતો. .. પણ જેના નસીબ હોય છે તે વ્યક્તિ ગણી જ નસીબદાર હોય છે


હવે , ભક્તિ અને તીર્થના લગનન થવાના હતા બને ગણા જ ખુશ હતા. .... પુરા 4 વર્ષના struggle પછી બને એકબીજાના ફેમીલીની મરજીથી ખુશીથી એક બીજાના જીવનસાથી બની ગયા...... બને પોતાની જીંદગીમાં ગણા જ સુખી છે હવે તેમના બધાં જ સપનાઓ બને સાથે મળીને પુરા કરશે. .... પ્રેમ એટલે પૃથ્વી ઉપર નું સ્વર્ગ.


"ભક્તિ અને તીર્થના આટલા મોટા ત્યાગ અને સમર્પણથી એવું કહી સકાય કે કળીયુગમાં પણ સત્યુગમાં હોવાનો  અનુભવ કરાવે એવા સંબંધો ને સમજી શકે તેવા લોકો આ દુનિયામાં આજે પણ જોવા મળે છે જે લોકો  બીજા નું વિચારે છે તેમનું  ભગવાન હમેશા સારું જ કરે છે અને એ લોકો સાથે પણ સારું જ થયું અંત સારો તો આ  દુનિયા માં બધું જ સારું.


"પ્રેમ આંખોથી શરુ થઇ ને દિલમાં ઉતરે છે અને તેનો અંત પણ આંખો દ્વારા જ આવે છે"



પ્રેમ એટલે લાગણીઓનો ખજાનો અને સમજદારીનો ભંડાર.



Rate this content
Log in

Similar gujarati story from Romance