Panchal Bhoomika

Inspirational

1.9  

Panchal Bhoomika

Inspirational

જીંદગી એક કોયડો !

જીંદગી એક કોયડો !

2 mins
853


આપણી જીંદગી એ એક વિડીયો ગેમ જેવી છે તે ચાલે તો છે પાણ એમાં ફક્ત સ્ટોપ કરવા માટેનું બટન નથી હોતું !...


- જીંદગી જયારે વધારે હસાવે ત્યારે સમજી લેવું કે જીંદગી એ આપણને ફસાવવા પ્લાનિંગ કરી રાખ્યું છે.


- જીંદગી પાસેથી જેટલી ખુશી મળે તેટલી લઇ લેવી જોઈએ કારણ કે જયારે જીંદગી આપણી પાસેથી કંઈક લેવાનું ચાલુ કરે છે ત્યારે તે આપણો શ્વાસ પણ નથી છોડતી.


- જીંદગીમાં કયારેય પણ થોડા સમયની લાગણી માટે લાંબા સમયના સંબંધ ના જોડવા જોઈએ.


- જીંદગી બદલાતી રહે છે !..દરેક સેકન્ડમાં દરેક મિનીટમાં !.... જીંદગી એતો કયારેય કીધું જ નથી કે તે એકસરખી રેહશે !... આપને જ વધારે અપેક્ષાઓ રાખતાં છીએ !


- જીંદગી એ ટર્મ્સ એન્ડ કંડીશન પર આધારિત છે જો કઈક મેળવું હોય તો તેનાં બદલામાં કંઈક ગુમાવું  પડશે !... પણ હંમેશા દુ:ખ પછી જ છે સુખ આવે છે તેવી જ રીતે આવા સમય માં સમજવું કે જીંદગી હવે તમને જીતનાં માર્ગ પર લઈ જઈ રહી છે !


- જીંદગીમાં સુખના દિવસો ઓછા હોય છે અને દુ:ખના દિવસો વધારે હોય છે દુઃખ માં હિંમત રાખવી અને રડવું નહિ અને સુખ માં છકી ના જવું અને અભિમાન કરે તેવી જ વ્યક્તિ પોતાની જીંદગીમાં સફળ થઇ શકે છે !


-  ઘણી વખત જીંદગીને દિલથી માણવા માટે જીંદગી સાથે સરેન્ડર થઇ જવું પડે છે !... 


- લાગણી અને સંબંધ એ  પ્રેમનો પર્યાય છે જે સંબંધમાં લાગણી કે પ્રેમ નથી  તે સંબંધ નું અસ્તિત્વ નથી રહેતું !...


- જીંદગીના ઝંઝાવાત માં કોઈ દુઃખ છુપાવે , કોઈ બતાવે , કોઈ રડી ને દિલ બેહલાવે , તો કોઈ હસી ને દુ:ખ છુપાવે , કોઈ ને સમજવું મનાવવું !... આવ શબ્દો ની જંજાળમાંથી નીકળવું અઘરું છે પણ મુશ્કેલ તો નથી જ !....


- જીંદગી એ એક કોયડો છે તેને જેટલો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશુ તેટલાં જ તેમાં ઊંડા ઉતરતા જઈશું અને જીંદગી જટિલ બનતી જશે !... 


- જીંદગી બહુ નાની છે તેને મન ભરીને માણી લો શું ખબર કયારે જીંદગી નો હિસાબ થઈ જાય અને આ જીંદગીની નોકરીમાંથી રાજીનામું આપી દેવું પડે !..... 


- જીંદગી એ કોઈ વ્યક્તિ માટે નથી રોકાતી બસ આપણે ઘણી વખત જીવવાનું ભૂલી જતા હોઈએ છીએ !..છતાં પણ જીંદગી તો ચાલતી જ રહે છે જરૂર છે તો બસ તેને અનુરૂપ થવાની !.. જીંદગી ને અનુરૂપ થઇને જીવીશું તો જીંદગી એક નાની અમથી યાત્રા લાગશે !... 


-  રંગ બદલવા તે જીંદગીની ફિતરત છે દુઃખમાં પોતાના લોકો ને પારકા કરી દે તેનું જ નામ જીંદગી !... 


-  જીંદગી એક સુંદર સફર છે આપણે બધા જ થોડાક સમયના સાથી છીએ !.... એટલા માટે ચિંતા છોડો અને જીંદગીને જીવી જાણો !.... શું ખબર કાલે !..... આ જીંદગી આપણી હશે કે નહિ !?


-   એકધાર્યું કઈ પણ જીંદગીને મંજુર નથી હોતું ના પ્રેમ , ના સંબંધ, ના દોસ્તી, ના સફળતા !, .... બધું જ એક ચક્રવ્યૂહ પ્રમાણે ચાલતું રહે છે !..


Rate this content
Log in

Similar gujarati story from Inspirational