અધૂરો પ્રેમ
અધૂરો પ્રેમ


કહેતે હૈ ખુદાને ઈસ જહા મે, સભી કે લિયે કિસી ના કિસી કો હે બનાયા, હર કિસી કે લિયે તેરા મિલના હૈ ઉસ રબ કા ઈશારા માનું મુજકો બનાયા તેરે જેસે હી કિસી કે લિયે.
આ ગીત રેડિયોમાં વાગતું હતું. દિશા ઘરનું બધું જ કામ પતાવીને બાલ્કનીમાં ખુરશીમાં બેસીને રેડિયો સાંભળતી હતી અને એનું એક સમયનું ફેવરિટ ગીત રેડિયોમાં વાગવા લાગ્યું. તેના શબ્દો સાંભળતાની સાથે જ તે જાણે કે પાંચ વર્ષ પાછળ તેના ભૂતકાળમાં સરી પડી.
પાંચ વર્ષ પહેલાં જ આ ગીત કોઈકે તેના માટે ડેડિકેટે કર્યું હતું. તે પણ પુરા ચાલીસ ગીત સાંભળ્યા પછી એક આજ એવુ ગીત હતું. કે જેનાથી રિસાઈ ગયેલી દિશા માની જતી. રોહન અને દિશા પાંચ વર્ષ પહેલાં એક બસ સ્ટોપ પર મળ્યા હતા અને અહીંથી જ તેમનાં પ્રેમની ગાથા શરૂ થઇ હતી. થોડાક દિવસોમાં તો બન્ને જણે કે એકબીજાને વર્ષોથી જાણતા હોય તેવી રીતે એકબીજાને ઓળખવા લાગ્યા
. એકબીજાની વાત કહ્યા વગર જ સમજી જતા, બધું જ બરાબર ચાલતું હતું.
આ પ્રેમી પંખીડાઓ પોતાના ઘરમાં પણ વાત કરવાનાં જ હતા કે અચાનક એક દિવસે રોહનનો એક્સીડેન્ટ થઇ ગયો. નવું જ બાઈક છોડાઈને દિશાને મળવા નીકળ્યો ત્યાંજ અચાનક તેનો એક્સીડેન્ટ થયો. ત્યાંજ તેના પ્રાણ પંખેરું ઉડી ગયા. અને સાથેજ ફરી એક નિસવાર્થ પ્રેમ અધૂરો રહી ગયો. થોડાંક સમય માટે તો દિશા જાણે કે જીવતી લાશજ બની ગઈ હતી. પણ સમયના વહેણની સાથે ધીરેધીરે દિશા પણ અલગ દિશા પકડીને જિંદગીની નવી શરૂવાત કરી. અને અચાનકજ રાજીવનો ફોન આવતાં દિશા ભતૂકાળમાંથી બહાર આવીને તેનાં વર્તમાનમાં પાછી આવી. અને પેલું ગીત ગણગણતા બહાર જવાની તૈયારી કરવા લાગી.
આજે પણ એ અધૂરા સપના ઓ મનના માળીયામાં ઘણી વાર કુદકા મારે છે. પણ તેને ભૂતકાળનું નામ આપીને સમયના વહેણની સાથે વહી જવાની મજા લેવી તેનું નામ જ તો જિંદગી.