The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Panchal Bhoomika

Inspirational Others

3  

Panchal Bhoomika

Inspirational Others

પરંશની પરાકાષ્ઠા

પરંશની પરાકાષ્ઠા

7 mins
797


જીંદગી જયારે કંઈક લેવાનું ચાલુ કરે ત્યારે આપણો શ્વાસ પણ નથી છોડતી, છતાં પણ પડી ને ઉભા થવું તેનું નામ જ તો જીંદગી ! પ્રેરણા અને રજત કોલેજથી જ સાથે ભણતા હતા.

પ્રેરણા : 'રજત હું ક્યારની તારી રાહ જોવું છે તું હમેશાં મોડું કરે છે. મારે એક લેકચર મિસ થઇ જશે તો ?'

રજત હસી ને : 'મિસ થઇ જશે લેકચર તો આપડે મુવી જોવા જતા રહીશું એમાં શું છે ? અને તું આમ પણ આટલું બધું ભણીને થોડી મોટી મીનીસ્ટર બનવાની છે કયારેક તો બંક મારી દે તો ચાલે. પરંતુ ,ભણ્યા સિવાય બીજું કઈ સુજતુ જ નહિ તે હંમેશા ચોપડીઓ લઇ ને જ ફર્યા કરતી પ્રેરણાને બધાં કરતાં અલગ પાડતી હતી. પરંતુ રજતને ભણવાનું અને વાંચવાનો કોઈ જ શોખ નહોતો. તે તો બસ જીંદગીને માણી લેવામાં માનતો હતો. રજતને તેવો અભિમાન હતો કે તેને જે પણ કંઈ જોઈએ છે તે બધું જ તે મેળવી લે છે. અને રજત સાથે થતું પણ એવું. તેને જે પણ કઈ જોઈતું બધું જ તે સહેલાઇથી મેળવી લેતો. તે પછી પરીક્ષામાં સારા ગુણ લાવવાની વાત હોય કે, સારી જોબની વાત હોય કે સારા જીવન સાથીની વાત હોય. પ્રેરણાને તે પ્રેમ કરવા લાગ્યો હતો. પરંતુ તેને ખબર નહોતી કે પ્રેરણા શું વિચારે છે તેના વિષે. રજતએ પળવારનો પણ વિચાર કર્યા વગર જ પોતાના પ્રસ્તાવ પ્રેરણા સમક્ષ મૂકી દીધો !. એણે પણ કોઈ પણ પ્રકારની ઉપેક્ષા વગર હસતા મુખે પ્રસ્તાવનો સ્વીકાર કર્યો !


આજે કોલેજનો છેલ્લો દિવસ હતો ! 'રજત હું આજે મારા મમ્મી પપ્પા ને લઇને તારા ઘરે આવીશ ! હવે તો મને સારી જોબ પણ મળી ગઈ છે તો આપણે આપણા સંબંધને એક પવિત્ર બંધનમાં બાંધી દઈએ તો ?'

પ્રેરણા અને રજતનો પરિવાર એકબીજા ને મળ્યો અને બને પરિવાર એ પોતાના સંતાનોની ખુશીને માન આપીને બનેના લગ્ન કરાવી દેવાનું નક્કી કરી દીધું !


પ્રેરણા અને રજતને જીંદગી શું છે તે હજી સુધી ખબર પડી જ નહોતી, કારણ કે તેમને પોતાની જીંદગીમાં બધું જ ઘણી આસાનીથી મળી ગયું હતું !. પ્રેમ મેળવવા માટે પણ તેઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહોતી પડી ! નહિ તો સામાન્ય રીતે પ્રેમ મળવો મુશ્કેલ જ નહિ અશક્ય છે !. જો ભગવાન ઈચ્છે તો જ આ સુખ આપણને પ્રાપ્ત થાય ! આજે તેમના લગ્નજીવનને એક વર્ષ પૂરું થયું હતું અને આ સાથે એક સારા સમાચાર પણ આવવાના હતાં તેમના સુખી સંસારને સ્વર્ગ જેવું બનાવા માટે એક નાનકડુ મહેમાન આવવાનું હતું.


રજત પ્રેરણા પાસે ગયો તું ઠીક તો છે ને ? થેન્કયુ સો મચ તે આજે મારી જીંદગીને ખુશીઓથી ભરી દીધી છે. હવે આપણી જીંદગીમાં કઈ જ કમી નથી રહી. વગર માંગ્યે બધું જ મળી ગયું છે આપણ ને. હવે બસ આ નાનાં ફૂલને એક બહુ જ સારી જીંદગી આપવી છે બધાં જ સપનાંઓ પુરા કરવા છે. આપણા પ્રેમ ના અંશ માટે. નામ તો એ લોકો એ પેહલાંથી જ વિચારી રાખ્યું હતું !


પ્રેરણા એ કહ્યું ! જો છોકરો આવશે તો તેનું નામ પરઅંશ રાખીશું . પ્રેરણા એ કહ્યું તને ખબર છે પરઅંશ આ નામ નો અર્થ શું થાય છે ? "પરઅંશ" આ નામનો અર્થ થાય છે પ્રેરણા એટલે "પ" અને રજત એટલે "ર" પ્રેરણા અને રજતનો અંશ એટલે "પરઅંશ" ધીરે ધીરે જીંદગી આગળ વધી રહી હતી પરઅંશ મોટો થઇ રહયો હતો.


પરઅંશને બધું જ શીખવાડવામાં આવતું હતું ! સ્કેટિંગ, ડાન્સિંગ, સિંગિંગ, વોલીબોલ, ક્રિકેટ, બધાંમાં તે ફર્સ્ટ આવતો. ભણવામાં પણ ઘણો જ હોશિયાર અને મમ્મી પપ્પાનો લાડકો પ્રેરણા અને રજત તેને હાયર સ્ટડી માટે વિદેશ મોકલવા માંગતા હતા. પરંતુ, કેહવાય છેને કે ધંધા માટે કરેલા પ્લાનિંગ કયારેક સફળ થાય પણ જીંદગી માટે એડવાન્સમાં કરેલાં પ્લાનિંગ કયારેય પણ સફળ થતાં નથી ! અહી પણ આવું જ બન્યું ઘરમાં સત્યનારાયણની પૂજા રાખી હતી. બધાં જ કુટુંબના લોકો ને આમંત્રણ આપ્યું હતું અને એક મોટું ફંકશન પણ હતું પરઅંશના જન્મદિવસની ખુશીમાં. પૂજા પત્યા પછી બધાએ સાથે મળીને કેક કાપી ! પરઅંશ એ તેનાં બધાં જ ફ્રેન્ડસને બોલાવ્યા હતા. બધાં જ નાના બાળકો ડાન્સ કરતા હતા આખા ઘર માં ખુશી એ માજા મૂકી હતી. પરઅંશ ઘણો જ ખુશ હતો અહી ઘરમા બધા મહેમાનોની ચેહેલ પહેલ ચાલુ જ હતી, સત્યનારાયણની પૂજા પૂરી થઇ ગઈ હતી અને મહેમાનો જમતા હતાં.


કે અચાનક એક અવાજ આવ્યો. મોટી ચીસ સંભળાઈ કોઈ બાળકના પડવાની. પ્રેરણા અને રજતે તો વિચાર્યું જ નહિ કે તે પરઅંશ હશે અચાનક બધા દોડતા નીચે ઉતર્યા ત્યારે જાણવા મળ્યું કે પરઅંશ રમતા રમતા ધાબા ઉપરથી નીચે પડી ગયો છે ! પ્રેરણા હાંફળી ફાફળી બની ગઈ હતી. જયારે તેનો હોશ આવ્યા ત્યારે તેને પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ આવ્યો. તે આક્રંદ રુદન કરવા લાગી 'મારા પરઅંશને કોઈ લઇ આવો. આજે તો તેનો જન્મદિવસ છે તેના માટે મેં ચોકલેટ કેક બનાવી છે. ડોક્ટર પરઅંશ ઠીક તો થઇ જશે ને '? ખુબ જ રડમસ છતાં પણ હિંમત કરી ને રજતે પૂછ્યું. ડોક્ટર એ બન્નેને બેસાડ્યા અને માંડીને વાત શરુ કરી !


રજત ભા , પરઅંશનો કેસ બહુ જ અઘરો છે પરઅંશ ! ત્રીજા માળ પરથી પડી ગયો છે તેથી તેનો ડાબો પગ વચ્ચેથી ક્રેક થઇ ગયો છે અને આ સિવાય, તેના બેક સાઇડ પર નો ડાબી બાજુનો બોલ ક્રેક થઇ ગયો છે તે નવો નાખવો પડશે. અને પગમાં બને પગમાં પણ સળિયા નાખવા પડશે .આ સાંભળીને જ રજત અને પ્રેરણાના પગ નીચેથી જમીન સરકી ગઈ.


એક હસતો રમતો પરિવાર કાળના સકંજામાં એવો તે ફસાયો કે જેમાંથી તેમને બહાર નીકળવાનો કોઈ રસ્તો જ નહોતો દેખાતો. એક સમય હતો ત્યારે વિચાર્યું હતું કે જીંદગી બહુ સુંદર છે રજત જ કેહતો હતો કે મારી જીંદગીમાં દુ:ખ આવે જ નહિ પણ એક આજે સમય હતો કે દુ:ખ શું છે તે તેને ગણી જ સારો રીતે સમજી ગયું હતું. આજે ખબર પડીકે તેમને કે જીંદગી જયારે બહુ જ હસાવે ત્યારે સમજવું કે તેણે આપણને ફસાવાનો પ્લાન બનાવી રાખ્યો છે ! હસતા ખેલતા પરિવાર ઉપર અચાનક આભ તૂટી પડ્યું હતું. થોડીવાર પેહલા જ્યાં ખુશીના ગીતો વાગતા હતા. ત્યાં અચાનક માતમ અને આક્રંદ સંભળાવા લાગ્યું હતું. પરઅંશના પગમાં સળિયા આવી ગયા ! આજે પુરા બે મહિના પછી પરઅંશને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ મળી હતી. પ્રેરણા અને રજત પરઅંશને લઇ ને ઘરે આવ્હયા હતા. તેનું ભણવાનું હજી ચાલુ હતું પણ શારીરિક રીતે પરઅંશ સાવ ભાંગી પડ્યો હતો. પરંતુ રજત અને પ્રેરણા તેને હંમેશા હિંમત આપાતા રેહતા. પરઅંશ સ્કુલે જાય ત્યારે બધા જ વિદ્યાર્થીઓ તેને ચીડવતા , સોસાયટીમાં પણ તેના સાથે કોઈ બાળક રમવા આવતું નહિ. પગમાં સળીયો છે અને લંગડો કહીને બધા તેને બધું જ ખીજવતા રેહતા હતા પરઅંશ આ બધાથી મેન્ટલી સાવ ભાંગી પડ્યો હતો.


બારવર્ષ પછી

આજે પરઅંશ ગ્રેજ્યુએટ થઇ ગયો હતો. રજત અને પ્રેરણા ઘણા જ ખુશ હતા. કે પરઅંશ ગ્રેજ્યુએટ થઇ ગયો હતો તે માટે પરંતુ, પરઅંશને કોઈ પણ જાતની ખુશી નહોતી કારણ કે નાનપણથી જ તેને એન્જીનીયર બનવાનું સપનું જોયું હતું પરઅંશ મેન્ટલી બહુ જ અપસેટ રેહતો હતો અને તેનામા સેલ્ફ કોન્ફિડેન્સ પણ નહોતો રહ્યો. પરઅંશ હવે પોતાના પિતા સાથે તેમનાં બિઝનેસમાં જોડાયો હતો. રજત એ તેને બિઝનેસ વિષે બધું જ નોલેજ આપી દીધું હતું. પરઅંશ બધું જ બખૂબી કરી રહ્યો હતો ! પણ જીંદગી પાસેથી તેને ભવિષ્યમાં કઈ પણ મેળવાની ઈચ્છા નહોતી !


રજત અને પ્રેરણાને હવે જીંદગીનો સાચો મર્મ સમજી ગયો હતો, કે જીંદગીમાં કયારેય પણ કોઈ પણ જાતનું અભિમાન કરવું નહિ. જેટલું મળ્યું છે તેટલાંમાં જ સંતોષ માનવો. પણ હા જીંદગીમાં આગળ વધવા માટેના પ્રયત્નો જરૂર કરવા જોઈએ. પરતું કઈ મેળવાની લાલચમાં એ ના ભૂલી જવું જોઈએ કે જીંદગીની ડોર એ ઉપર વાળાના હાથમાં છે. તે ઈચ્છે ત્યારે આપણને આકાશમાં ઉડાવી શકે છે અને ઈચ્છે ત્યારે નીચે જમીન પર પાડી શકે છે ! અને જમીન પર પડ્યા પછી શૂન્યમાંથી સર્જન કઈ રીતે કરવું તે પણ ઈશ્વર જ શીખવે છે આપણ ને ! પડીને ઉભા થવું અને ઉભા થઇને પડવું એના કરતા જીંદગીની ડોરને એ રીતે સંભાળવી કે ઈશ્વર ને નીચે પાડવાનો વારો જ ના આવે !


રજત અને પ્રેરણાએ દીકરાના ગાવાના શોખને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કર્યો અને પરઅંશ એ પણ મન લગાવીને મેહનત કરી આજે પરઅંશ અમદાવાદમાં સંગીતના કલાસ પણ ચલાવે છે. આજે પરઅંશના કલાસીસમાં પુરા ૫૦ વિદ્યાર્થીઓ સંગીત શીખવા માટે આવે છે !


કોણ કહે છે કે જીંદગીમાં એક વાર નિષ્ફળ થયા પછી સફળતા નથી મળતી ! જરા પરઅંશની વેદનાને તેના દુખને અનુભવી તો જુવો કેટલું અઘરું હોય છે આ દુનિયામાં એક જીવવું. છતાં પણ સારા માણસો પોતાનો રસ્તો બનાવી જ લેતા હોય છે. સલામ આપો તેની હિંમત ને કે તેને તે છોકરીને બધી જ હકીકત જ પરિણામ છે. આજે તે પોતાની જીંદગીમાં આટલો બધો સફળ થયો છે !

લાંબી આ સફર ની જીંદગીમાં ઘણા રૂપ જોયા છે,

બદલાતી રેહશે રૂપ બદલવા તે તેની ફિતરત છે,

હસીને સામનો કરવો તે આપણા હાથની વાત છે.


Rate this content
Log in

More gujarati story from Panchal Bhoomika

Similar gujarati story from Inspirational