Shaimee Oza lafz

Romance Fantasy Others

1  

Shaimee Oza lafz

Romance Fantasy Others

પ્રેમ એકરાર દિવસ

પ્રેમ એકરાર દિવસ

1 min
40


આંખોથી આંખો તો મળી ગઈ,મારી જિંદગી બનશો.

તું ને હું સાથે ઘરડા થાશુ,

આ સપનું આપણે જોયેલું

જો ઈચ્છા આપની હશે,

તો આ સપનું હકીકત બનશે,તુંં મને સાથ આપીશને ?

આપણે વચનોની તો ખુબ હારમાળા કરી,

સપનાંઓ અસંખ્ય જોયા,એને પુરા કરવા તારો અનમોલ સમય આપીશ ને !

હું જ્યારે હારી જાવ,

ત્યારે હિંમત મારી બનીશ ને,આ સફરમાં ક્યારે તો થાકી જવાશે તો ક્યારે હાંફી જવાશે શું તું મારો સહારો બનીશ !

જ્યારે પ્રેમની વાત આવે,

ત્યારે લોકો તારુ ને મારુ નામ આપે એવો કરિશ્મા કરવો છે,એમાં તું સાથ આપીશ પ્રિયે..

ઓ હમસફર ઓ હમનવા 

આ સ્કીમ તો બે વર્ષ ચાલશે,પણ આપણો પ્રેમ સોશિયલ મિડિયામાં દેખાડા નહીં પરંતું એકમેકની મુસીબતમાં ફરિશ્તા આપણે બનશુ...તુંં મારા આવા પ્રેમનો સ્વીકાર કરીશ...!

મારો ગુસ્સો જ્યારે સાતમા આસમાને હોય ત્યારે તું મને શાંત પાડી શકીશ,

આપણે જીવનની સફર લડી ઝગડીને સાથે વિતાવશુ આપ મારા આજીવન દોસ્ત બનવાનું પસંદ કરશો!

જાનુ...ચીકુ...બેબી બાબુ જેવા ચિંકણા ચોપડા શબ્દોરુપી ધૂળ હટાવી વાસ્તવિકતા તરફ મંડાણ માંડવાનુ છે,તો આપ અતૂટ સબંધ મારી સાથે બાંધશો

આ સપનાં આપણે સાથે મળી સજાવેલા,શું આપ આ જીવનની મુસાફરીમા સહકાર આપશો..!


Rate this content
Log in

Similar gujarati story from Romance