Manishaben Jadav

Inspirational

4.0  

Manishaben Jadav

Inspirational

પપ્પાના હેત

પપ્પાના હેત

2 mins
221


 "ગોળ વિના સૂનો કંસાર

મા વિના સૂનો સંસાર"

આરતી લગભગ છ મહિનાની જ થઈ હતી. ત્યાં જ તેની માતાની તબિયત અચાનક બગડી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. પરંતુ માંડ અઠવાડિયું પસાર કર્યું. તે ભગવાનને વ્હાલી થઈ ગઈ. પરિવારમાં આરતીના પિતા મહેશભાઈ માતા લીલાબેન. એમાં પણ ભગવાને માતાને બોલાવી લીધી. મા વિનાની બાળકીને ઉછેરની લોઢાના ચણા ચાવવા જેવું કામ.

તેમાં પણ આ બાળકી તો ફક્ત છ મહિનાની. તે માનો જ લાગણીભર્યો સ્પર્શ ઓળખે. મહેશભાઈ પણ વિચારમાં પડી ગયા. કરવું શું ? આ દીકરીને કઈ રીતે ઉછેરવી. 

આજુબાજુમાં રહેતા લોકોએ સલાહ આપી કે બીજા લગ્ન કરી લો. આટલી નાની બાળકીનો ઉછેર તમારાથી શક્ય નથી. તમારા ઘરમાં કોઈ સ્ત્રી પણ નથી જે મદદ કરી શકે. જે આ બાળકીની જવાબદારી લે તેવી સ્ત્રીને આરતીની માતા તરીકે લાવો.

પરંતુ મહેશભાઈનો જીવ માન્યો નહીં. આવનાર સ્ત્રી કદાચ મારી બાળકીને પ્રેમ ન પણ આપી શકે. આજથી હું તેની મા અને પિતા. બંનેનો પ્રેમ આપી ઉછેરીશ તે માટે ગમે તેટલી તકલીફ વેઠવી પડે તૈયાર છું.

"તું છે દીકરી મારી, હૈયાની હેતડી મારી

તું તો વ્હાલપથી ભરેલી જિંદગી મારી"

મહેશભાઈ માટે હવે એક જ સહારો તેમની નાની દીકરી આરતી. "મા વિના જગમાં સૌએ જૂઠું જી" પરંતુ મહેશભાઈ કંઈ પાછા પડે તેમ ન હતા. તેમણે મા અને પિતા બંનેનો પ્યાર આપી આરતીને મોટી કરી. સંસ્કારનું ઘડતર એ રીતે કર્યું કે જોનારા કોઈ કહી ન શકે કે આ મા વિનાની છોકરી છે.

 " લાગણીઓના હસ્તાક્ષર એવા કંડાર્યા

એક મા ની મમતા બન્યા હેત પપ્પાના"

તેના પિતાએ એ દરેક વાત તેને શીખવી કે જે એક માતા તેની દીકરીને શીખવી છે. કહેવાય છે કે એક સ્ત્રીનું હૃદય જેટલું કોમળ હોય તેટલું એક પુરુષનું નહી. એક પુરુષ હોવા છતાં મહેશભાઈએ માતા જેવી સુકોમળ લાગણીથી આરતીનું ઘડતર કર્યું. 

 " વ્હાલ વરસાવવા જોઈએ હૈયાના હેત

  પછી ભલે હોય તે દેહ અલગ પિતા કે માત"


Rate this content
Log in

Similar gujarati story from Inspirational