પંખીપ્રેમ
પંખીપ્રેમ
મંજુબા સોનપુર ગામમાં રહેતા હતા. તેમને બે સંતાન. એક દિકરી અને એક દિકરો. દિકરીના લગ્ન થઈ ગયાં હતાં. તે સાસરે ખૂબ સુખી હતી. તેની મીનાબાને કશી ચિંતા ન હતી. પતિ કિશોરભાઈ વર્ષો પહેલાં જ એક બિમારીમાં મૃત્યુ પામ્યા હતા. દિકરા આકાશને ખૂબ ભણાવ્યો. અને ખૂબ મોટો માણસ બની શહેરમાં સ્થાયી થયો. તેની પત્ની અને બાળકો પણ શહેરમાં સ્થાયી થયા.
આકાશ ઘણીવાર મંજુબાને કહે, "તમે પણ અમારી સાથે શહેરમાં રહેવા આવી જાઓ." પણ મંજુબાનો જીવ ખુલ્લા આકાશમાં વિહરવાનો. તે ત્યાંના વાતાવરણમાં સેટ થવા માગતા ન હતા. તેને ગામડે એક ખેતર. એટલે રોજ ખેતરે જઈ ખેતરનું નિરિક્ષણ કરે. આરામ કરે. એને પહેલેથી જ ખેતર સાથે ખૂબ માયા. ઘણીવાર તો સવારથી જ ભાત બાંધીને જતા રહે. છેક સાંજે ઘેર પરત ફરે.
એવામાં એક વખત ઉનાળાનો સમય હતો. સવારથી જ ભાત બાંધીને ખેતર જવા નીકળ્યા. બપોરે એક ઝાડ નીચે આરામ કરતાં હતાં. ત્યાં જ એક કબૂતર હાંફળા ફાંફળા પાણીની શોધમાં આમતેમ ભટકતું હતું. ઉનાળોનો સમય, તાપ વરસે. ક્યાંય પાણીનું એક ટીપું પણ જોવા ન મળે. તેણે થોડીવાર પાણી શોધવા ફાંફાં માર્યા. પણ પાણી ન મળતાં તે જમીન પર ઢળી પડ્યું.
મંજુબાનો જીવ કકળી ઉઠ્યો. આ બિચારું નાનકડું જીવ પાણી વિના તરસે એ મારાથી કેમ જોવાય ? તેમણે તરત જ પોતાની પાસે રહેલા પાણીમાંથી કબૂતરને પાણી પાયું. તેના પર પ્રેમથી હાથ ફેરવ્યા. તરત જ કબૂતરને આંખ ખોલી અને ઉડવા લાગ્યું. મંજુબાના જીવમાં જીવ આવ્યો.
ત્યાર પછી તેમણે નક્કી કર્યું કે, "આ અબોલ પ્રાણીઓ આમ પાણી વિના તડપી મરી જાય ? એ કેટલું યોગ્ય કહેવાય. મંજુબાએ તરત પોતાના ખર્ચે પક્ષીઓને પાણી પીવા માટે કુંડા મંગાવી. પોતાના ખેતરના રસ્તામાં દરેક ઝાડ પર ટીંગાડી દિધા. રોજ સવારે ખેતર જતા દરેક કુંડા પાણીથી ભરી પછી જ ખેતર જવું એ નિયમ બનાવ્યો.
"આ તો છે અબોલ પંખી તેને પાણીના પુણ્ય અનેક"
