Daxa Ramesh

Inspirational Others

3  

Daxa Ramesh

Inspirational Others

પંખીની પાંખ

પંખીની પાંખ

2 mins
14.2K


બોસે, સ્નેહાળ સ્મિતાને પોતાની ચેમ્બરમાં બોલાવી કહ્યું, "સ્મિતા, તું સારી છો જ પણ (?) હું તને હવે આપણી બીજી બ્રાન્ચમાં મોકલું છું."

મજાનું સ્માઈલ કરતી સ્મિતાની પારદર્શી આંખોમાં સવાલ ડોકિયાં કરે એ પહેલાં બોસે પુરુષ જાતના પ્રતિનિધિ બનીને કહી દીધું,

"તારું સ્નેહાળ વ્યક્તિત્વ ઓફિસના પુરૂષોનું ઇમાન ડગમગાવી જાય છે. તું હળવાશથી બધા સાથે હળેમળે છે એ કોઈને ગમતું નથી. ચિંતા ન કરીશ, ત્યાં તારું માન જાળવવામાં આવશે. ફક્ત, એક સૂચન છે, ત્યાં એ બીજી ઓફિસમાં, તું કોઈને સામેથી સ્માઈલ ન આપજે."

સ્મિતાએ એક સ્મિત સાથે સરની કેબીન છોડી અને સાંજે ઓફીસ છોડતાં પહેલા, એણે રાજીનામુ ધરી દીધું. સ્મિતા જાણતી હતી કે ઓફિસના મોટા ભાગના પુરુષો એને જોઈને લાળ ટપકાવતાં અને અન્ય બીજા પુરુષ કર્મચારીથી, બચવા માટે સૂચન કરતાં હતાં. અને જ્યારે, સ્મિતા એને કોઠું ન આપે તો, "દ્રાક્ષ ખાટી છે !" સ્મિતા બધું જ સમજતી હતી.પણ હવે, ઓફિસમાંથી એનું મન ઊઠી ગયું. અને રાજીનામુ ધરી દીધું. કારણ પૂછતાં, કહી દીધું કે હું બહાર કામ કરુ એ તેના ઘરના લોકોને નથી ગમતું.

સ્મિતાએ, ઘરે નાના બાળકોને ટ્યૂશન આપવાનું શરૂ કરી પોતાની આવડતથી ઘરને આર્થિક નુકસાન થતું અટકાવી દીધું. અને ,બહાર કામ કરતી સ્ત્રી, એની લાચારી તો જુઓ ! કોઈ સામે હસીને બોલે તો, એના ચારિત્ર પર આંગળી ઉઠાવાય છે, ફાવે તેમ વાતો કરી નાંખે છે અને જો ન બોલે, તો એ સ્ત્રીને ઘમંડી માનવામાં આવે !

આપણા ભવ્ય ભારતની એ કમનસીબી છે કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે, સ્ત્રીને શક્તિ, વિદ્યા ને લક્ષ્મી માની પૂજનાર પુરુષજાતે એક નિરપરાધ પંખીની પાંખ એમ કહીને કાપી નાંખી કે 'તારો ટહૂકો અમને અકળાવે છે. તારી ઊડાનથી અમને ઊડવાની મજા નથી આવતી !'


Rate this content
Log in

Similar gujarati story from Inspirational