Manishaben Jadav

Inspirational

4.8  

Manishaben Jadav

Inspirational

પિતા -પુત્રની જોડ

પિતા -પુત્રની જોડ

1 min
267


આકાશભાઈ એક પોલીસ કર્મચારી. તે ખૂબ પ્રામાણિકતાથી પોતાની ફરજ બજાવે. ગુનેગારની એવી હકાલપટ્ટી કરે કે ગુનેગાર થરથર કંપે. નિર્દોષ વ્યકિતની સાથે કોમળ અને ગુનેગાર સાથે સખત એ તેમનું સુત્ર.

જીવનમાં બસ બે ટાઈમ ખાવું અને સાદાઈથી રહેવું. પુરી પ્રામાણિકતા સાથે નોકરી કરવી. ગુનેગારને સજા અને નિર્દોષને ન્યાય. તેમના ઘરે એક બાળકનો જન્મ થયો. તેનું નામ વંદિત. તે પણ ભણવામાં ખૂબ હોંશિયાર. તેને પિતાજી પાસેથી વારસામાં સદગુણો પ્રાપ્ત થયા. સત્ય, અહિંસા, પ્રામાણિકતા એતો એની ગળથૂથીમાં.

શાળામાં હંમેશા પહેલા નંબરે જ પાસ. ઉત્સાહપૂર્વક કામ કરે. અમીર હોય કે ગરીબ બધા સાથે સમાનભાવે દોસ્તી. બધા સાથે હળીમળીને રહેવું. પોતે એક પોલિસ કર્મચારીનો છોકરો છે તેનું લેશમાત્ર અભિમાન નહિ.

આકાશભાઈએ ભણાવીને જિલ્લા કલેકટર બનાવ્યો. પિતાના ગુણ તેમનામાં પહેલેથી જ હતા. પિતાજીની જેમ જ ગરીબ અને સાચાં વ્યકિતની મદદ માટે તરત જ દોડી જાય.

આખું ગામ તેના પર ગર્વ કરે. કોઈને પણ તકલીફ હોય ,સીધા પહોંચી જાય વંદિતભાઈ કલેકટર પાસે. ગમે તે પ્રશ્ન તાત્કાલિક સમાધાન થઈ જાય.

આખા શહેરમાં સૌ આકાશમાંથી અને વંદિતભાઈની જોડી જોઇને કહેવા લાગ્યા," મોરનાં ઈંડા ચીતરવા ન પડે. " વંદિત તેના પિતાજીના પગલે જ તે આગળ ચાલ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational