STORYMIRROR

PRAVIN MAKWANA

Abstract

2  

PRAVIN MAKWANA

Abstract

પીએચડી પદવી

પીએચડી પદવી

1 min
93

હું મારા એક મિત્રને લઈને એક લેખકના ત્યાં ગયો. એ મિત્ર એ લેખકના જીવન અને કવન પર પીએચડી કરવા માગતા હતા. પેલા લેખકે મારા મિત્રને કહ્યું, "તારે જરા પણ ચિન્તા કરવાની જરૂર નથી. તું અઠવાડિયામાં ત્રણ દિવસ મારા ત્યાં આવી જજે. હું મારા જીવન અને કવન પર તને લખાવી દઈશ." અને તમે નહીં માનો પણ એ મિત્રએ એક વરસમાં શોધનિબંધ લખી નાખ્યો. પછી, એ શોધનિબંધ સબમીટ કરવા માટે એક વરસની રાહ જોવી પડી.

એ લેખક બહુ વગવાળા હતા. એમણે જે તે ગુજરાતી વિભાગના વડાને કહ્યું પણ ખરું કે આ શોધનિબંધ ક-ભાઈ અને ખ-ભાઈને મોકલજો. ગુજરાતી વિભાગના વડાએ એમ કર્યું અને પછી પેલા લેખકે ક-ભાઈ અને ખ-ભાઈને કહી દીધું કે આ થીસીસ તમારે પાસ કરવાનો છે. અને ક-ભાઈ તથા ખ-ભાઈએ જરા પણ સમય બગાડ્યા વગર થીસીસ પાસ કરી દીધો અને અમારા મિત્રને પીએચડીની પદવી આપી દીધી. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Abstract