ફુલનો અગનપાથ - 3
ફુલનો અગનપાથ - 3
એક દિવસ સફેદ કલરનાં ફરાકમાં એ શાળામાં આવી. જાણે કે ખુદ શ્વેતેશ્વરી દેવી. પટમાં પાથરેલ પથારી પર બેસી ભણવાનું હતું. મહારાજા શેલંગજી દીકરીને શિક્ષણઆપવામાં માનતા. એટલે જ એમણે દીકરીઓ માટે શાળા બનાવી હતી. પણ રાજનાં કલેશમાં ખીન્નર બનેલા મહારાજનાં જ ભાયાત વિરંગજી બંગાળનાં નવાબ સાથે ભળી, રાજ હસ્તગત કરવાનાં પેતરાને અંજામ આપવા ઓચિંતા આ ગામની સીમમાં પહોંચ્યા.
માથે સાફો અને સાફાની સીંદણીથી ઢાંકેલ મોનાં સહારે ઘોડાનાં નાળચે પોતાની સગી ભત્રીજીને, એટલે કે રાજની ઇજ્જતને લુંટી લેવાનાં આશયથી શાળામાં પહોંચે છે અનેરાજકુવરી સાથે સાત અન્ય છોકરીઓનું અપહરણ કરી બંગાળ તરફ પ્રયાણ કરે છે. એ અપહરણીત કુમારીકાઓમાની એક હતી શ્વેતા.
નવાબી જેલમાં પણ જુદા જુદા ભાગ રહેતા. એમાંનાં એક વિભાગમાં કે જ્યાં ગુનેગારોને નહી પણ બંધકોને પુરવામાં આવતા એ વિશાળ જાહોજલાલી ભર્યા ઓરડામાં આઆઠે ઢીંગલીઓને રાખવામાં આવી. અસ્ત્ર શસ્ત્ર કે દયાની ભીખ માંગતા ન જાણતી આ ઢીંગલીઓ તો રડી રડીને અડધી થઇ ગઇ હતી. પોતાનાં મા-બાપને યાદ કરી ફરી રડી પડતી.
અચાનક સાત દિવસ પછી કોઇ આવતું હોવાનાં પગનાં અવાજથી ભયભીત થતી શ્વેતા, પાસે રહેલ અનાજનાં કોઠા પાછળ સંતાઈ જાય છે. કોઇ આવે છે અને ઢીંગલીઓને ઊપાડીને લઇ જાય છે. રો-કકડ અને ચિચિયારીઓનો શોર પગનાં અવાજ સાથે બહાર નીકળી અલિપ્ત થઇ જાય છે. સંતાતી, છુપાતી ડોકીયું કરે છે તો દરવજો ખુલ્લો અને કોઈહોતું નથી. એ ધીમે ધીમે બહાર નીકળે છે. ધીમે ધીમે દરવજાની બહાર જુવે છે. ત્યાં પણ કોઈ ન દેખાતા બીલ્લી પગે એ કેદ ખાનાથી બહાર નીકળી જાય છે. બંગાળની ભવ્યસંસ્કૃતિમાં એ અજાણ બાળ કન્યા ભટક્તી ફરે છે. એવામાં મંદિરનો ઘંટારવ સંભળાય છે. એને થયું કે એ એનાં ઘર પાસે રહેલ મંદિરનો અવાજ છે. એ ખુશીમાં ને ખુશીમાં એઅવાજ તરફ જાય છે. જુવે છે તો એક મોટું દેવાલય. એનાં ઘર પાસેનું ન હોતા નીરાશા સાથે અંદર જાય છે.
મંદિર, દેવાલયઃ જ્યાં દેવતાઓનું સ્થાન હોય છે, સ્થાપત્ય હોય છે. જ્યાં જતાં જ મન પ્રફુલ્લીત થઈ જાય છે. અનેક પ્રાર્થના અને મનોકામનાં મનોમન રજુ કરવાનું સ્થાન. જ્યાં પ્રવેશતાં જ પાપ પરકાસ આપે છે અને ધર્મ સંભાળ રાખે છે. આવા સુંદર દેવાલયમાં, માં કાળીનાં સાનીધ્યમાં આંખો બંધ કરી મનોમન ઢીંગલી પ્રાર્થનાં કરે છે..
"હે માતા,
તું મારી માતા,
તારા વિના હું સૌથી અજાણ.
હે માતા,
તું મારી માતા,
મારું સઘળું રાખ તું ધ્યાન.
હે માતા,
મારી માતા,
મને ઘરે પહોંચાડી આપ.
હે માતા,
મારી માતા,
મારી ભૂલોને કરી દે તું માફ.
હે માતા,
મારી માતા,
તારા વિના હું સૌથી અજાણ.
બાળકીને એકલી અટુલી પ્રાર્થનાં કરતાં જોઈ, એક સજ્જન પૂછે છે, "બેટા કોન હો?"
"હું તો..." ત્યાંતો ધ્યાન જાય છે કે આ તો અજાણ્યો વ્યક્તિ, જેને કોઈ દિવસ જોયા નથી. વિચિત્ર પહેરવેશ. લાંબા લાંબા જબ્ભા અને નીચે ધોતી. એ ધોતીનો છેડો ખભે લટકે.જબ્ભાનાં બટન એક ખુણે બાંધેલ. માથે તીલક જોતાં સજ્જન ભાસે. ધીમેકથી બોલી, "પપ્પા પાસે જવું છે."
બોધનાથ સમજી ગયા, " ક્યાંથી આવસ?"
"ભોરી"
"કોણ છે રાજા?"
"શેલંગજી"
"એ તો ખુબ જ દુર છે. તું અહીં કઇ રીતે આવી?"
ઘણાં બધાં ડરાવના લોકો લઇ આવ્યા.."
પ્રબોધનાથ સમજી ગયા આખી વાતનો ચિતાર. અને કેમ ન સમજે! નવાબનાં દરબારી જો હાતા !
પ્રબોધનાથ સજ્જન હતા, તો પછી કઈ રીતે શ્વેતા બની સંગમા.. જાણવા માટે જુવો આગળની વાત..
(વધુ આવતા અંકે)
