ફુલનો અગનપાથ - ૧
ફુલનો અગનપાથ - ૧
સુંદર મજાનાં ઉપવનમાં ખીલી ઊઠી એક કડી. નાની, નાજુક, નમણી. ભમરાનાં પ્રેમ સ્પર્શમાં ગુલાબી રક્તસમ પાંખડીઓ યૌવનત્વનાં નિખારમાં લચકતી થઈ. ઝાકળબીંદુનાં મઘમઘતા લાવણ્યથી રોમાંચીત, કાંટાની વચ્ચે રહીને પણ કામદેવની ભક્તિમાં એવી ડુબી કે એનાં જીવનમાં રહેલ મધુરતા ધીમે ધીમે ચુસાઈ ગઈ. હવે એક પણ રસ રહ્યો ન હતો. કાળનાં ચક્રનાં કાળા વાદળ, એનાં ગુલાબી સુસ્ક વર્ણ પર પથરાઈ ગયા હતા. એવામાં એક પતંગીયાએ કુતુહલવશ એનાં દરવાજા પર દસ્તક આપી.
રાજપટ ગયાનાં વર્ષો પછી કોઈ વેરાન બનેલા મહેલની અટારીનો દરવાજો ખુલે એમ કીચુડ અવાજ સાથે દરવાજો ખોલ્યો. ઊંબરાની પેલે પાર એક ઘટાદાર માસથી લથબથતો, શરીરને હમણાં જ કસરત આપી હોય એવા પરછંદ શરીર શૌષ્ઠવથી સજ્જ, સિંહનાં જેવી કેશવાહીની અને ચિત્તાનાં જેવા હાથ, વાઘનાં જેવી નજર, હાથમાં પુજાના દોરા-ધાગા, શરીર પર એક્દમ જકડેલ ગંજી પર પહેરેલ જેકેટ એવું ચોટેલ હતું જાણે કર્ણએ પહેરેલ કવચ. જીમમાં કસાએલ શરીર સાથેનાં આ યુવાનને જોઈ જાણે ઉપવનમાં વસંત ફરી આવવાની હોય એવો આનંદ પ્રગટ થતો હતો પરંતુ સામે પાર ઉભેલ એ મુછાળા માનવીના હ્રદયમાં વર્ષોની શોધખોળ પછી હાથ લાગેલ પોતાનાં પિતાની આખીય સંપતિને લુટનાર 'સંગમાં' હતી.
સંગમાં એક એવું નામ જે બંગાળનાં નવાબની શાનમાં પોતાની કેફીયત બીછાવતી હૈદ્રાબાદ થઈ મુંબઈનાં વેશ્યા બજારનાં ખુણામાં અંતિમ શ્વાસ લઈ રહેલ વીતી ગયા સમયનું પુષ્પ. જેની સાથે સાથે રાત વિતાવવા અનેક નવાબો બોલી લગાવતા. એમાનાં એક નવાબ એટલે જાહીબ સુમરાઓ. દરવાજે ઊભેલ હમીદનાં પિતા. જેમણે પોતાની આખી સંપત્તી સંગમાં સાથેનાં શારિરિક સંતોષ માટે પોતાની સંપુર્ણ ભૌતિકસંપત્તિ લુટાવી દિધી હતી. અને અંતે દેવામાં ઉતરી આત્મહત્યા કરી લીધી હતી. આજે વર્ષોની શોધખોળ પછી હમિદ સંગમાં શુધી પહોંચ્યો હતો.
નખશીખ જોયા પછી જેમ સિંહ પોતાનાં શીકારને ગુફામાં જોઈ પ્રવેશે એ રીતે હમીદ બારશાખ ઓળંગી પ્રવેશ કરે છે. પહેલાં તો વસંતનાં વધામણાં જેમ ખીલતી કુદરત જેમ સંગમાં ખીલી ઊઠી પરંતું હમીદનાં ચહેરાનાં ખુન્નસ ભર્યા હાવભાવ જોઈ મુંજાઈ ગઈ. "અચ્છા તો તું સંગમાં છે. જેની પાછળ મારા પિતા ખુવાર થઈ ગયા." હમીદની વાતનો મર્મ ન સમજતાં ડરેલી સંગમાં પુછે છે, "કોણ છો તું?"
"હું તારી ઐયાશી માટે ખેદાનમેદાન થઈ ગયેલ જાહીબનાં પરિવાર્નો વારીશ."
"અચ્છા." હવે થોડી નિર્ભય થઈ હોઈ એ રીતે લચક આપતાં કહે છે "તો હવે તું પણ મારી પાછળ ફીદા થવા અવ્યો છે...?" શરમ સાથે...
"ચુપ, કમ્બખ્ત. ઊમ્રકા તો લીહાસ રખ. મારી માતાની ઉંમરની છો."
ગુસ્સા સાથેનાં પ્રહારની સામે ઢાલ બની કહે છે, "હમ ઉસ ગલીમેં દબોચે હુવે હૈ, જહાં કુત્તી ભી ભુખ સે મારી પીલ્લોકો નીગલતી હૈ. અને તું ઉંમરની વાત કરશ?"
"આજ છે વાત. તમેં જાત માટે ગમે એ કરી શકો છો. ગમે તે હદ સુધી જઈ શકો છો."
"જાત માટે તો જાન જોઈએ, અમે તો પાપી પેટ માટે પણ તળપીએ છીએ."
"અને એ તળપમાં કોઈને પણ હોમી દો છો."
"કોઈ ને પણ નહી. સામેથી આવેલને."
"પછી એનું ઘર સુખી હોય કે નહીં."
"એ એણે જોવાનું છે. અમે આમંત્રણ નથી આપતા."
"બેશરમ છો."
"શરમ તો લુંટાઈ ગઈ મજબૂરી પાછળ."
"મજબૂરી નહીં પણ ભોગની લાલસા."
"એ ઉમરમાં શું ભોગ અને શું લાલસા? જે ઉંમરે ઠીકરી પણ ઉપાડતા ન આવડતી હોય."
"આ મીઠી વાતોથી બીજાને મોહી શકશો મને નહીંં."
"આ ઉંમરે હવે શાનો મોહ જીતવો?"
"વર્ષોથી શોધી રહ્યો હતો. આજે તમે મળ્યા છો. હું આજે તમે લુંટેલી બધી જ મારા પિતાની સંપત્તી છીનવીને રહીશ."
"માત્ર તારા પિતાની નહી, બીજાની પણ લઈ જા. અને સાથે..."
"સાથે શું?"
"સાથે મને પણ..."
"તમને શા કરવા? મારું પણ ઘર ઉજાડવા?"
"નાં. એક વૃધ્ધ ડોસીની આંતરળી ઠારવા."
"જેણે મારી માની આંતરળી સળગાવી હતી એની."
"ના, જેણે તારા પિતા જેવા કેટલાયને સંતૃપ્તી આપી હતી."
"નફ્ફટ છે તું. બેશરમતો હતા જ હવે એની પણ બહાર નીકળી ગયા છો."
"બસ આ શ્વાસ જ બહાર નથી જતો."
"એ તો તરફ્ળીને જશે."
"એવા તે કયા કર્મનું ફળ?"
(વધુ આવતા અંકે)
