ફુલનો અગનપાથ - ૨
ફુલનો અગનપાથ - ૨
"અચ્છા, એટલે આખી જીદગીનાં કરેલા કુકર્મ હવે વિશરાઈ ગયા એમ ?"
"એ તો સમય અને પરિસ્થિતિએ કરાવેલ હતા. જાતનાં થોડી હતા?"
"જાત તો એટલી નીચ છે કે કર્મ પણ ઊંચા લાગે છે."
"હા. જાત એટલી નીચી હતી કે તારા બાપ જેવા કેટલાય મન થાય
ત્યારે પગથીયા ઉતરીને ચાલ્યા આવતા." ઉશ્કેરાય છે.
"ચુપ બેસ" પંજા વડે એનુ મો દિવાલ સાથે જોડી ને " મારા પિતા વિશે એક પણ શબ્દ બોલી છે તો." કચવાટ સાથે.
હાથ પર બચકુ ભરી હાથ છોડાવતા," હા, મારા વિશે જાણ્યા વગર કઈ પણ બોલવું પણ સત્ય પિતાનું પણ ન સાંભળવું. વાહ. આ છે શુરવિરત. સત્યથી અળગા રહી મન માને તેને સત્ય ગણવું"
"તું શું સત્ય બોલવાની ! જેણે આખી જીંદગી નગ્નતા પર વીતાવી હોય."
"નગ્નતાને વરી છું એટલે જ આજે સત્ય બોલી શકું છું."
"શું છે સત્ય. એ જ કે ભોગ વિલાસ માટે હવસનાં મયખાનામાં લોકો ને મદીરાનાં સરોવરમાં રીબવી ને અંગ પર તળપતા રાખવા."
"ના. સાત વર્ષની કોમળ અવસ્થામાં પરિવારથી છીનવાઈ ગયા બાદ પોતાનાં જીવન માટે મરણિયાત પ્રયત્ન કરવા. ભીખ મંગીને નહીં.
સામેથી ચાલીને આવતા ભુખ્યાને સંતોશ આપીને."
"શું મળ્યું આ બધુ કરવાથી ?"
"બે ટંક રોટલો પેટ ભરવા"
" એ તો ભીખ માંગીને પણ મળી શકત"
"જિંદગીની ભીખમાં જ આ મળ્યું હતું. બાકી કોઈને શોખ ન હોય ઈજ્જત હોમીને ડુબવાનો"
શબ્દોનાં તીરથી લાગણી વશ થતા હમિદથી પુછાઈ ગયું, " એટલે?"
આંખોમાં વીતી ગયેલ સ્મરણોનાં સાગરમાં ડુબકી લગાવતી સંગમાં...
(બાળ પણમાં પોતે સાતવર્ષની અને સાથે એનાં જેવડા જ બાળકો સાથે મધ્યપ્રદેશનાં એ સમયનાં નાના ગામ ભૌરીમાં વડનાં ઝાડ નીચે રમતી-ગાતી-ખેલતી)
આ જ બાળપણ,
રમી લઈએ
ભમી જઈએ
કાલ કોણે જોઈ છે
આ જ બાળપણ
શેરડીનાં મિઠા કઠ્ઠામાં
અમીરન તૃપ્તિનાં થાતા
ચણાનાં કુરકુરા પટ્ટામાં
લપકી જઈએ
ભમી જઈ એ
હીંચકતા ડાળીની શાખામાં
જુલી પડીએ હવાઓમાં
ફુલોની મહેકની ગંધમાં
ડુબી જઈએ
ભમી જઈએ
આ જ બાળપણ,
રમી લઈએ
ભમી જઈએ
કાલ કોણે જોઈ છે
આ જ બાળપણ
આમ આનંદ ઉલ્લાસ અને ઉમંગથી દિવસો પસાર થઈ રહ્યાં હતા.
પોતાનાં મિત્રો સાથે એ રોજ સવારે શાળાએ જતી. શિક્ષકોની લાડલી.
ભણવામાં હોશીયાર. મહેનતુ. રોજરોજનું હોમવર્ક કરીને આવે. કવિતા પણ કંઠસ્થ હોય. પોતાની નાજુક આંગળીઓ વડે પેનસિલને પકડીને
લખતી હોય ત્યારે જાણે સમગ્ર સૃષ્ટીની ડાળખી ને સાંકળી, નદીનાં વહેતા પાણીમાં જબોળી, ધરતીપટ પર હરીયાળી લખતી હોય એવી તેજસ્વી કલમચાલતી. સંસ્કારી ઘરની દિકરી. રોજ માથે તેલથી સરસ
ચોળેલા અને પછી દાંતીયાથી ખેડાઈ, વળેલા બે ચોટલામાં સજ્જ.
મમ્મીને ચાંદલો કરતાં જોઈ પોતે પણ માથે કાળું ટપકું કરાવતી. એવું લાગતું જાણે ચંદ્રમાનેમાથે સુકનનું ટપકું. સ્કુલ ડ્રેસમાં સજ્જ બધા
વિદ્યાર્થીઓની વચ્ચે અલગ તરી આવતી. નખ કાપેલા અને હાથ
ચોખ્ખા. પગમાં દાદીબા એ બનાવી આપેલ મોજળીમાં સુસજ્જ. શરીરે તંદુરસ્ત. પ્રભાવાન.
એને જતાં જોઈઘણી વખત તો શેરીમાં બેઠેલ મહિલઓ કહેતી કે, " કેટલી મિઠળી છે. જોજો હો કોઈની નજર ન લાગે"
આમ કહેનારની જ જણે નજર લાગવની હશે. રોજ સમયસર શાળાએ જતી. રમતી, ભણતી અને મજા પણ કરતી આ ઢીંગલીનેં ક્યાં ખબર
હતી કે ભવિષ્ય એને કઈ તરફ લઈ જવાનું છે. જે સારા હોય એની દસાક્યાં સારી રહેવાની હોય છે. મધુવનમાં ખીલેલાવૃક્ષોએ પણ પાનખર
જોવો પડે છે. અને એવું જ થયું આ નાની સ્વેતા એટલે કે આગળ જતાં બની ગયેલી સંગમા…
(વધુ આવતા અંકે)
