Exclusive FREE session on RIG VEDA for you, Register now!
Exclusive FREE session on RIG VEDA for you, Register now!

Jay D Dixit

Inspirational


5.0  

Jay D Dixit

Inspirational


ફર્સ્ટ બોલ એન્ડ સિક્સર

ફર્સ્ટ બોલ એન્ડ સિક્સર

3 mins 648 3 mins 648

ચારે બાજુ કોલાહલ, ચિચિયારીઓ, બધા જ અનેરા ઉત્સાહમાં અને ભારતના રાષ્ટ્રધ્વજ લહેરાવતા ક્રિકેટ પ્રેમીઓ. એ માહોલ હતો સ્ટેડીયમમાં પાંચમી વન-ડે મેચનો. ભારત ટોસ જીત્યું હતું અને પાકિસ્તાન સામે બેટિંગ કરવા ઉતારવાનું હતું. અન્ડર-19ની પાંચ વન-ડેની સીરીઝ ૪-૦થી ભારતે જીતી લીધી હતી પણ આ પાંચમી વન-ડે જીતીને વ્હાઇટવોશ કરવાના ઈરાદાથી ભારત બેટિંગ કરવાનું હતું.


સેકન્ડહેન્ડ માર્કેટમાંથી પેડ, બેટ, હેલ્મેટ જેવા સાધનો કિશનકાકા લઇ આવતા, બિચારા ઉધારી કરીને ક્રિકેટ કેમ્પની ફીસ ભરતા, ચાર પાંચ વખત તો નોકરી પણ છૂટી ગઈ હતી રજા માંગવાને કારણે અને નવી નોકરી શોધવી પડી હતી, સ્કુલમાં પણ ક્રિકેટને કારણે ઘણી વખત આજીજી કરવા જવું પડતું હતું, ઉપરથી પોતાના જ લોકો ટોણા મારતા કે, "બૈરી નથી એટલે ચસકી ગયું છે, છોકરાને પોતાની મરજી પૂરી કરવાનું સાધન સમજે છે, બરાબર ઉછેર નથી કરતો.." વૈભવને પહેલેથી જ ક્રિકેટમાં ખુબ જ રસ હતો, વળી એની એ ઈચ્છા કિશનકાકા ગમે એમ કરીને પણ પૂરી કરતા, પહેલા, કોચિંગકેમ્પ, પછી ઇન્ટર સ્કુલ અને પછી ડીસ્ટ્રીક લેવલ... વૈભવના આ ક્રિકેટ કેરિયરમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા પણ દરેક પ્રસંગે કિશનકાકા એની સાથેને સાથે જ હોય.


સાતમાં ધોરણમાં હતો વૈભવ ત્યારે અરુણાકાકી ગુજરી ગયા અને વૈભવની બધી જ જવાબદારી કિશનકાકા પર આવી ગઈ. છતાં એમણે વૈભવના ક્રિકેટ પ્રેમને ઓછો ન થવા દીધો. ગમે તે ભોગે પણ એ વૈભવને ગમે ત્યાં લઇ જતા. કિશનકાકાએ નોકરીઓ છોડીને નાનો સરખો બીઝનેસ શરુ કર્યો જેથી વૈભવ માટે એ સમય કાઢી શકે. ત્યારે વૈભવ સ્ટેટ લેવલે રમતો થઇ ગયો હતો અને કિશનકાકા એ પોતાના ઘર પર લોન લઇ લીધી હતી. ટૂંકમાં બધું જ ફોકસ વૈભવ પર જ હતું. અરુણાકાકીના ગાયને એક વર્ષ પછી નેશનલ ટીમનું સિલેકશન આવ્યું, એમાં વૈભવનું પણ નામ હતું. વૈભવ કરતા તો કિશનકાકાનો જોશ જોવા જેવો હતો. એ તો સીધા પહોંચ્યા બેંગ્લોર વૈભવને લઈને અને બીજી તરફ એમની બાકીની જવાબદારી એમણે છોડી દીધી. વૈભવનું સિલેકશન થઇ પણ ગયું અને પાકિસ્તાન સામેની સીરીઝ માટે એ સિલેક્ટ થઇ ગયો.


પાકિસ્તાન સામેની સીરીઝમાં વૈભવ સિલેક્ટ તો થયો હતો પણ ચાર ચાર મેચ પતી છતાં પ્લેયિંગ ઈલેવનમાં એનું નામ નહોતું આવતું, બસ બેંચ પર જ બેસી રહેવું પડતું. કિશનકાકા પાસે એટલા રૂપિયા નહી કે એની સાથેસાથે ફરે અને મેચ પણ જુએ. એટલે ટી.વી. પર પાણી આપવા જતો-આવતો જોઇને એ આનંદ માણી લેતા. પાંચમી વન-ડે પહેલા રાત્રે કિશનકાકા પર વૈભવનો ફોન આવ્યો, તે જ સમયે એક માણસ પણ આવ્યો બારણે, વૈભવે કિશનકાકા માટે ફ્લાઈટની ટીકીટ મોકલી હતી અને સાથે મેચની પણ. કિશનકાકા તો પહોંચ્યા મોહાલી.


વૈભવને રાત્રે જેવી ખબર પડી કે એને પ્લેયિંગ ઇલેવનમાં રાખવાના છે, એણે ટીમ મેનેજરને વાત કરી અને વિનંતી કરી કે એને મળનારા પૈસામાંથી એ પૈસા ચૂકવી દેશે પણ કિશનકાકાને મેચ જોવા બોલાવે, એ પહેલી વખત ભારત તરફથી રમવાનો હતો, એના આનંદ કરતા એના પપ્પાનું સપનું સાકાર થતું હતું એનો આનંદ વધુ હતો. એ બધો જ શ્રેય કિશનકાકાને આપતો હતો, વૈભવની લાગણી સભર વાતોથી ટીમ મેનેજર ખુબ જ ભાવુક થઇ ગયા અને કિશનકાકાને બોલાવી લીધા.


અમ્પાયર મેદાનમાં આવી ગયા, સ્ટેડીયમ હિંડોળે ચડ્યું. પાછળ જ બે બેટ્સમેન આવ્યા બ્લ્યુ જરસીમાં, એમાં એક વૈભવ હતો. કિશનકાકાના આનંદનો પાર ન હતો, આંખમાંથી ખુશીના આંસુ સરી આવ્યા અને મુખ પર હાસ્ય હતું. પહેલો બોલ બોલરે ફેંક્યો વૈભવ ઓપનીંગ કરતો હતો અને એ સીધો ગયો સિક્સ થઈને સ્ટેડીયમમાં અને કિશનકાકા ત્યાં જ ઢળી પડ્યા. લોકોના જોશમાં એમની સાથે થયેલી દુર્ઘટના ખુબ મોડેથી લોકોને ધ્યાનમાં આવી. હોસ્પિટલ લઇ જતા પહેલા જ કાર્ડિયાક અટેક આવી ગયો હતો અને ત્યાં જ...!


વૈભવની ગેમ પતી પછી ખબર પડી એને કે પહેલી બોલે મારેલો સિક્સર કિશનકાકાએ જ કેચ કર્યો હતો અને એ કેચ કરવા જતા છાતીમાં વાગ્યો હતો, જેથી !


Rate this content
Log in

More gujarati story from Jay D Dixit

Similar gujarati story from Inspirational