STORYMIRROR

Kalpesh Patel

Classics Inspirational Others

4  

Kalpesh Patel

Classics Inspirational Others

ફર્જ - એક લાઈફ લાઇન

ફર્જ - એક લાઈફ લાઇન

4 mins
464

રાષ્ટ્રપતિ ભવન નો દરબાર હૉલ, પોલીસબેંડની આછી સૂરાવલિ અને દેશ નાં નામાંકિત પ્રતિભાઓનો જમાવડો જામી રહ્યો હતો. કેમ ના હોય ? આજે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યા હતી , અને આજે વરસ દમયન દેશ માટે ગૌરવપૂર્ણ ફાળો નોધાવનારનું બહુમાન રાષ્ટપતિ ખુદ કરવાના હતા.


લશ્કરની ત્રણે પાંખોના વડા રાષ્ટ્રપતિના આગમનની રાહ જોતાં હતા. સમય સર રાષ્ટપતિની બગિ આવી અને રાષ્ટ્ર ગાનની ગુંજ સાથે સૌએ ઊભા થઇ તેમાં ભાગ લીધો . તદ્દન આગળની હરોળમાં બેસેલા શોભન સવાઇ અને તેની માતા શોભાની ઉપર સૌની નજર હતી. ચેષ્ટરફિલ્ડની મુલાયમ ચેરમાં શોભન પોતાને અનકમફર્ટ મહેસુસ કરતો હતો. દરબાર હૉલના એર કંડિશનરની ઠંડી હવામાં તે શાલમાં લપેટાઈને ગોઠવાયેલો હતો દૂર થી જોનાર ને એવું લાગે કે કોઈ ભૂલથી એ અહીં આવી ગયો છે. છતાં આજે બધાની નજર એની પર જ હતી .

એનાઉન્સમેન્ટ થાય છે: અપ્રતિમ સાસહ અને વીરતાની મિસાલ પેશ કરનાર  દેશ નાં સપૂત શ્રીમાન શોભન સવાઇને શૌર્ય ચક્ર એનાયત કરતાં  દેશ ગૌરવ અનુભવે છે .

તાળીઑના ગડગડાટ વચ્ચે,રાષ્ટ્રપતિ શોભનના ગળા મેડલ પહેરાવે છે. તેઓ પોટ્રોકલની સીમા છોડી શોભનને આશીર્વાદ આપવા આગળ આવે છે , અને શોભન તેમના પ્રતીભાવ પહેલા સામે તેઓની સામે આદરથી શીશ ઝુકાવે છે ...........…

શોભન થોભે છે.
તાળીઓના ગડગડાટમાં હવે તેને માલગાડીના પાટા પર દોડતા પૈડાંનો અવાજ સંભળાય છે ,હવે તે દરબાર ગઢમાં   નથી...
અને ત્યાંથી શરૂ થાય છે એ શૂરવીરતાની અનકહી કથા…

(ફ્લેશબેકપર્વતીય પુલ પર)

શોભન સવાઈ — લશ્કરી રેલવે લાઇનનો સૂબેદાર લાઈનમેનની નાની જવાબદારી વાળો કર્મચારી.
કોઈ નક્કી શિફ્ટ નહીં. બસ રેલ્વે લાઇન માટે સમજો કે ચામડાનું તાળું .


એ દિવસો બોર્ડર પર તડાતડી ચાલતી , સતત પેટ્રોલિંગ અને પ્રહાર અને પ્રતિકારનો માહોલ ચોકી નબર 123 એ સલામઘાટની અંતિમ ચોકી ,પહોચવા કોઈ જ રસ્તો નહતો નેરોગેજની એક માત્ર રેલ્વે સિંગલ લાઇન જે ચોકીની “લાઇફ લાઇન” હતી જે સલામત તો ચોકી સલામત . આમ ચોકી ૧૨૩ને ધબકતી રાખવા માં તેનો સિંહફાળો ...

સલામઘાટની  ઘાટીઓમાં ઘૂઘવતી ધૂંધથી ઘેરાયેલી,ચોકી નબર ૧૨૩નાં પર્વતીય વેરાન પ્રદેશની  રાત્રિમાં . ઠંડી ચમકી રહી છે.ક્ષિતિજે  દુશ્મન દેશના પ્રહાર સામે જડબેસલાક પ્રતિકાર થઈ રહ્યો હતો . મેજર હુકમસિંગની માંગણી અનુસાર હેડક્વાટરથી  દારૂગોળો, કારતૂશ અન્ય ખાવા પીવાની ઇનવેંટરી નો જથ્થો  માલગાડી દ્વારા ધીમી પણ મક્કમ ગતિએ નીકળી, મુકામે પહોચી રહ્યો હતો, બસ માલગાડીને સલામઘાટની આ અંતિમ  ખીણનો પુલ વટાવવાનો બાકી હતો.

 માલગાડી ના ચાલકો માં ઉત્સાહ અને ફરાજપાલન બજાવ્યા નો હર્ષ હતો.  તેઓ ફીડ ટ્રેન -માલગાડી દ્વારા . દારૂગોળો અને અન્ય વિસ્ફોટક સામગ્રી લઇને સરહદના આખરી મુકામે પહોચી રહ્યા હતા.


સૂબેદાર  શોભન સવાઇ રોજના ક્રમ પ્રમાણે રેલ્વે લાઇન ચકાસણી કરતો હતો.  રાતના અંધકારમાં તેને જોયું કે  પુલનાં વળાક  પાસેખુબ ઘાંસ વેરાયેલું જોયું. આ એક અસમાન્ય વાત હતી ખડકાળ પત્થરોના જંગલમાં ઘાંસ ક્યાથી , ત્યાં જઇ  જુએ છે તો પાટાનો  સાંધો છૂટો પડેલો જોયો. કાંડે  ઘડિયાળ જોઈ, રાત્રિના સવા દસ થયા હતા  અને  નજીકનાં સ્ટેશન માસ્ટર ના સંદેશ અનુસાર  માલગાડી  ગમે ત્યારે અંહી આવીશકે તેમ હતી. સમાર કામના ઓજાર  કે અન્ય પૂરજા કે કોઈ કુમકના અભાવે શોભન સવાઇ એ પોતાના વડીલોને યાદ કરી પુલ નીચે ઊભા રહી બંને પાટાને કસીને , વિલંબ કર્યા વગર પાટાના સાંધા વચ્ચે પોતાના હાથ ઘૂસાડી દીધા .


પથ્થરો જાડેલા પાટા ના સાંધામાં  બંને હાથ ઘૂસતા . પોતે ખુદ પાટાનો જીવતો સાંધો થઇ ગજવેલનો ટેકો બની ગયો.
માલગાડીને સુખરૂપ  ઘાટીનો પુલ પસાર કરવી દીધો .


તે રાત્રે સેનાના જડબાતોડ જવાબી હુમલાથી દુશ્મન દેશની ચોકી ઉપર આપણે કબ્જો જમાવ્યો . વિજય પતાકા અને ખુશાલી માં તોપનાં ધડાકા વચ્ચે,જીતેલી ચોકી ઉપર લહેરતા ત્રિરંગાને સલામી આપવા શોભન પાસે શ્વાસ હતો પરંતુ  હાથ નહતા તેનો રંજ હતો .....
   
સુબેદાર શોભાનનો ફોન' નો' રિપલાય આવતો હોવાથી  સ્ટેશન માસ્ટર ઇન્સ્પેક્શન વાન લઈ આવ્યા ત્યારે ઘાયલ શોભન અને તૂટેલી રેલ્વે લાઇન જોઈ  તેમણે દુશ્મન દેશની ભયાનક ચાલ નો અહેસાસ થયો . પણ મોડુ થઈ ચૂક્યું હતું , તાકીદની સારવાર પછી પણ શોભનના ઘાયલ હાથ બચાવી ના શકાયા ....

...ચોકી નબર ૧૨૩ ની લાઈફ લાઇન સલામત રહી ,માલગાડી સલામત ધબકતી ધૂંધમાંથી પસાર થઇ ગઈ , દુશ્મનોને હરાવી દીધા  છે., મિશન સફળ. ત્રિરંગો હવે શત્રુની છાવણી પર લહેરાય છે. પરાક્રમ વિજયી થયો છે. દુશ્મન  હવે પછાડાયો બનેલ છે.

પણ શોભન સવાઇ પાસે તેના હાથ... હવે નથી.

દરબાર હોલમાં તાળીઓના ગડગડાટથી શોભનની ત્ંદા છૂટે છે ત્યાં ....રાષ્ટપતિ શાંત રહીને ઝૂકેળાં શોભનને સહારો આપી ઊભો કરે છે . અને ઘેરા અવાજમાં ઘોસણા થાય છે કે સલામઘાટના તે અંતિમ પૂલ ને હવે “સવાઇ પુલ”થી ઓળખાશે .  કપાયેલા હાથ વાળા શોભન સવાઇના દેશ દાઝથી ટટ્ટાર  થયેલા ગળે શૌર્ય ચક્ર સૂર્યના તેજ માફક  ઝળહળી રહ્યું છે.
તેણે દર્શાવેલ ફર્જના નિશબ્દ સૂર અનંત કાળ  બોલતાં રહેવના  છે...
________________________________________
વાંચન સંદર્ભ ચેસ્ટર ફિલ્ડ ની ચેર  :- https://www.threesixty.life/products/genuine-leather-chesterfield-wing-chair-in-brown-colour


Rate this content
Log in

Similar gujarati story from Classics