Dhaval Limbani

Romance Fantasy Thriller

4  

Dhaval Limbani

Romance Fantasy Thriller

ફક્ત તું - ૨

ફક્ત તું - ૨

4 mins
225


વાહ ... શું મસ્ત નામ છે ! અવની..!

                 નીલ મનમાં ને મનમાં હસે છે અને ખુશ થાય છે. આ છોકરી સાથે જ કામ કરવાની છે તો હવે ક્યારેક સામે આવીને વાત કરી લઈશું એમ વિચારી નીલ પોતાના કામમાં લાગી જાય છે અને કામ કરવામાં મશગુલ થઈ જાય છે. હવે એ છોકરી એટલે કે અવની, તો નીલની સામે જ હતી પણ નીલે એની સાથે એક વાર પણ વાત ના કરી. જોતા જોતામાં પંદર દિવસો વીતી ગયા. નીલ અવની સામે જોતો તો ખરા પણ બોલવાની હિમ્મત ન કરતો. નીલ એવું વિચારતો કે થોડો સમય જવા દેવો જોઈએ.

                આમ જ દિવસો પસાર થતા રહ્યા. નીલ દરરોજની પોતાની ઓફિસ પર આવ્યો. ઓફિસમાં જતા જ અવની દરવાજા પાસે ઊભી હતી. નીલને થયું કે ચાલો એક વાર ગુડ મોર્નિંગ તો કહું.

હાઈ અવની મેમ, ગુડ મોર્નિંગ

વેરી ગુડ મોર્નિંગ નીલ સર, હાઉ આર યુ .? અવનીએ કહ્યું.

આઈ એમ ઓલવેઝ ગુડ એન્ડ હેપ્પી, ઓકે સી યુ લેટર... નીલે કહ્યું.

                બસ આવી વાતોથી નીલ અને અવનીની વાતોની શરૂઆત થઈ. બંને લોકો વધારે કશું બોલતા નહીં પણ એક બીજાની સામે જોતા અને હા ખાસ તો અવનીની એ સ્ટાઈલ. આમ જ દિવસો વિતતા રહે છે. ધીરે ધીરે એક બીજા સાથે વાત કરતા કરતા ચાર મહિના વીતી જાય છે. બંનેના સંબંધમાં, વાતચીતમાં ઘણો સુધારો આવે છે.

                જ્યારે નીલ સામુ જોવે ત્યારે અવની પોતાની જીભ બહાર કાઢે અને નીલ ને ચિડાવે. આમ તો નીલ બહુ ગુસ્સા વાળો છોકરો. વાત વાતમાં ગુસ્સે થઈ જાય, હા પણ જો વાત સાચી હોય તો જ ગુસ્સે થાય બાકી તો નીલ તો એમની મોજમાં જ હોય અને બસ બધાની સાથે મસ્તી કરતો હોય અને બીજાને ખુશ કરતો હોય, પણ ખબર નહી ! અવની એની સામે આવુ બધું કરતી છતાં પણ નીલ ગુસ્સાને બદલે એની સામે નખરા કરતો અને ખીજવતો.આમ જ ધીરે ધીરે એકબીજા સાથે વધારે બોલવાની શરૂઆત થઈ અને સાથે મસ્તીની પણ. આમ તો અવનીની એક ખરાબ આદત એ હતી કે એ નીલ ને જોઈને જીભ બહાર કાઢતી. નીલ જયારે સામે મળે ત્યારે જીભ બહાર કાઢે. નીલને આ ગમતું નહિ છતાં પણ અવની સાથે એ મસ્તી કરતો અને ઘણું બધું કહેતો.

ઓય.... અવની તને ખબર તું જીભ કાઢે ત્યારે કેવી લાગે ?

ના સર. કહો ને ! અવનીએ કહ્યું.

નીલ હસતા હસતા બોલ્યો : પેલી સિરિયલ આવે છે ને નાગીન ! એ કેવી મોટી બધી જીભ કાઢે છે બસ એના જેવી જ લાગે છે અને મારું માનવું તો એવું છે કે નાગીન સીરીયલમાં તને લીધી હોય ને તો એ સીરીયલની ટીઆરપી આસમાને પહોંચે. તો તું એક કામ કર. ઓડીશન આપી દે. તું સિલેક્ટ થઈ તો તો કઈ કહેવું જ નહિ પડે.

આ સાંભળીને તો અવની એ તો જાણે એવો ચહેરો કર્યો કે જાણે હમણાં નીલને ખીજાશે કે મારશે..

અવની : એ સર સાવ આવું ન કહો હો.

નીલ : ઓકે ઓકે. શાંત માતે શાંત. હવે કામ કરો જાવ. હવે નહિ કહું બસ.

            બસ આમ જ ધીરે ધીરે દિવસો પસાર થતા રહે છે અને બંને પોતાના કામમાં ધ્યાન આપે છે. સાથે મોજ મસ્તી પણ કરતા રહે છે. ધીરે ધીરે આ સંબધમાં ઘણો ફેરફાર આવે છે. જ્યાં સુધી નીલ અને અવની એકબીજા સાથે વાત ન કરે ત્યાં સુધી એકબીજાને એકબીજા વગર ચાલતું નહિ.

             એક દિવસ નીલ અને અવની પોતપોતાના કામની અંદર વ્યસ્ત હતા આમ તો બધા જ સાથીદારો વ્યસ્ત હતા..ઓફિસનો સમય પૂરો થતા ધીરે ધીરે અમુક સાથીદારો ઘરે જવા માટે નીકળે છે અને અમુક સાથીદારો ત્યાંજ હોય છે.

હાઈ નીલ સર. અવની બોલી.

હાઈ  અવની...બોલ બોલ શુ કામ છે ? કઈ થયું ?

ના સર કઈ જ નહી થયું. બસ એમ જ. કામમાં થી ફ્રી થઈ તો બસ વિચાર્યુ કે તમને હેરાન કરું.

ઓહ એવું છે ! નીલ એ કહ્યું.

સર શુ ચાલે છે આજકાલ લાઈફ માં ? અવની બોલી..

બસ જોને અવની કામ કરીએ, ઘરે જઈએ, મોજ મઝા કરીએ અને આમ જ લાઈફ ચાલ્યા કરે.

હા સર. બસ એમ જ રહેવાનું પણ સર જીવનમાં કેટલી બધી ભાગદોડ છે નઈ !

હા એ છે હો અવની. ( નીલ ને તરત જ એક વિચાર આવ્યો કે હું અવની પાસે થી એના મોબાઈલ નંબર લઈ લવ તો !)

અવની મારે તારી પાસેથી એક વસ્તુ જોઈએ છે. શું તું આપીશ ?

હા બોલ ને નીલ..

ઓહ સોરી નીલ સર..

નો પ્રોબ્લેમ અવની. તું મને ખાલી નીલ કહીશ તો પણ ચાલશે.

ઓહ એવું છે એમને. ઓકે ચાલો હવે નીલ જ કહીશ બસ. બોલ નીલ શું જોઈએ છે ? અવનીએ કહ્યું .

તું શું મને તારો મોબાઈલ નંબર આપીશ ? નીલએ હળવેકથી પૂછ્યું.

અરે.... નીલ કેમ નઈ. એમાં શું હવે.

               અવની નીલને મોબાઈલ નંબર આપે છે અને બંને જણા એક બીજાની સામે જુએ છે. થોડીક વાર માટે બંનેની નજર એક થઈ જાય છે.બંને એકબીજાને પ્રેમ અને લાગણીથી ભરેલી સ્માઈલ કરે છે અને અહીં થી જ બંનેના મન માં એક નવા સંબંધની શરૂઆત થાય છે.

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Romance