ફેંસલો
ફેંસલો


એણે સમર્થન માંગ્યું હતું સંમતિ નહિ ....
ભૂલથી પણ નહિ માનતા
કે સ્ત્રીઓ પોતાના મહત્વના
નિર્ણયોમાં કોઈની દખલઅંદાજી પસંદ કરે છે,
રિક્તા ઊંચાં અવાજે એકધારી બોલી ગઈ,
બેઠકરૂમમાં સન્નાટો છવાઈ ગયો,
રિક્તા વિરોધ પણ કરી શકે છે!!!!
ઘરમાં દરેક વ્યક્તિ માટે વાત નવાઈની હતી,
મને કોલ લેટર આવ્યો છે અને હું જોબ કરીશ,
મારે આત્મનિર્ભર થવું છે.
રિક્તાના સાસુ બોલ્યા શું જરૂર છે વહુ નોકરીની!
તને જોઈતું બધું મળી રહે છે બાર જઈને ગુલામી કરવી.....
રિક્તા એ કહ્યું : અહીં મારે ઓશિયાળા થઈ માંગવું,
પડે છે મારા કામ પર મને વળતર મળે એ મારી
ઓળખ બનશે બા .....
સૂરજ ઉગી ગયો હતો
આકાશમાં પણ
અને
રિક્તાની જીંદગીમાં પણ ........