G@jju Damodar

Tragedy

4.3  

G@jju Damodar

Tragedy

ફેઈલ

ફેઈલ

1 min
370


અવિનાશ - સફળતા જેને હંમેશા વીંટળાયેલી જ રહેતી. 

મને હજીએ યાદ છે, ધોરણ 8 માં ગણિતનું પેપર એટલું તો અઘરું હતું કે એક માત્ર અવિનાશ જ પાસ થઈ શક્યો હતો. બધા ને આમ ફેઈલ થયેલા જોઈ અવિનાશ ફૂલ્યો નહોતો સમાયો. એકલે હાથે બધાની ખૂબ ઠેકડી ઉડાવી હતી.

મેં ટકોર પણ કરી કે "ક્યારેક તું ફેઈલ થઈશ તો તારી પણ આજ વલે થશે."

"હું અને ફેઈલ ?" એણે અટ્ટહાસ્ય કર્યું. "હું ક્યારેય ફેઈલ નહીં થાઉં, મહેનત કરનારા ક્યારેય ફેઈલ નથી થતાં." 

ખૂબ જ આત્મવિશ્વાસુ. ત્યારબાદ અવિનાશે સમયાંતરે સફળતાના અનેક શિખરો સર કર્યા. એની નામના ચોફેર થવાં લાગી. 

આજે એના આકસ્મિક મૃત્યુના સમાચારે મને ભારે આંચકો આપ્યો. અંતિમ દર્શને ભેગા થયેલા ટોળામાં હું પણ જોડાયો. 

"આમ અચાનક શું થઈ ગયું !" એક સજ્જન દેખાતા વ્યક્તિને મેં પૂછ્યું.

"રાતે તો સાજો જ સૂઈ ગયો હતો પરંતુ સવારે જાગી જ ન શક્યો." સજ્જને જવાબ વાળ્યો.

"કારણ..?" મેં કુતૂહલવશ પૂછ્યું.

"હાર્ટ ફેઈલ ! " 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy