પગથિયું
પગથિયું


જીવનમાં પ્રગતિના માર્ગે જતા જે પગથિયું તમારી સફળતાનું સાથી બન્યું હોય એને ભુલતા નહીં કેમ કે પાછા ઉતરતા એ જ પગથિયું કામ આવશે.
પગથિયું એટલે તમારા જીવનમાં આવેલ એ દરેક વ્યક્તિ જેનાથી તમે સફળતા મેળવી હોય. પગથિયું એ છે કે જે તમારી દરેક પ્રવૃત્તિઓનુ સાક્ષી બન્યું હોય. હું કોઈના જીવનમાં ચડતી માટેનુ પગથિયું બનુ એ મારી ખુશનસીબી છે, અને કોઈની પડતીના કારણનુ પગથિયું ના બનુ એવી મારી સદભાવના છે. પગથિયું કયાં કોઈનું હરિફ બને છે? એ તો બસ બીજાની પ્રગતિનું સાક્ષી બને છે પગથિયું.