પૈસો- પરમેશ્વર
પૈસો- પરમેશ્વર
પૈસો મારો પરમેશ્વર ને હું પૈસા નો દાસ,
એ જો મારી પાસે નહીં આવે તો હું જઈશ એની પાસ.
બસ, આ એક જ પંંક્તિ ફિટ બેસતી હતી અનુપને. નાનપણથી તેને પૈસાનો મોહ ખૂબજ હતો. તેણે ભાઈબંધો પણ પૈસાવાળા જ શોધેલા. અનુપની પાડોશમાં રહેેતો આલોક એક ખૂબ હોંશિયાર, વિનયી પણ ગરીબ છોકરો હતો. અનુપ તો આખો દિવસ ઓછી મહેનત ને ઓછા સમયમાં કેવી રીતે પૈસાદાર થવાય તેજ વિચારતો હતો. અનેે એવું કરવામાં તેે આડા રસ્તે જઈ પડ્યો. જુગાર, સટ્ટો અનેે કંઈ કેટલાય આડા ધંધા તેણે કરવા માંડ્યા. આ બાજુ આલોક પોતાની મહેનતથી ભણીગણીને એક સારી કંંપનીમા નોકરી એ લાગી ગયો. શરૂઆતમાં તો અનુપ ને નસીબે સાથ આપ્યો ને તે જુગાર સટ્ટા માં ખૂબ કમાયો અને આલોકની આગળ પણ પોતાના પૈસાની બડાંશો મારતો અને કહેતો," આમ, વેદિયાપંતીથી તુંં ક્યારેય ઊંચો નહિ આવે, મારી જેમ શોર્ટ્કટ અપનાવ."પણ આલોક હસીને કહી દેતો,"નાં. ભાઈ તારા શોર્ટકટ તને જ મુબારક." પણ ધીરે ધીરે અનુપ નેે જુગાર સટ્ટામાં ખોટ જવા માંડી. હાર્યો જુગારી બમણું રમે તેમ અનુપ વધુ નેે વધુ પૈસા જુગાર સટ્ટા માં રોકવા માંડ્યો., અને દર વખતે પૈસા ગુમાવતો. ધીરે ધીરે અનુપ કંગાળ થઈ ગયો. તેના બંગલો, ગાડી, પત્નીનાં ઘરેણાં, બેંકની ડિપોઝીટ બધુંજ વેચાઈ ગયુંં અનેે તે રસ્તા પર આવી ગયો જ્યારે આ બાજુ આલોક ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યો હતો અને હવે તો તે પોતાની કંપનીમાંજનરલ મેનેજર ની પોસ્ટ પર પાંચ આંકડાનો પગાર,ગાડી, બંગલો બધુંજ મેળવવા લાગ્યો હતો. જયારે તેને અનુપની હાલતની જાણ થઈ તો તે જાતે જ અનુપને મળવા ગયો ને તેને પૈસાની મદદ કરી.અનુપ ખૂબ ઓછું ભણેલો હતો. આથી તેને કોઈ નોકરી પણ આપતું નહોતું. આલોકે તેને પોતાની કંંપનીમાંં સેલ્સમેનની નોકરીએ રાખી લીધો. અનુપની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયા.
