પાનેતર
પાનેતર
પિતાનું વહાલ અને માતાની મમતાનું પાનેતર ઓઢી એક દીકરી જયારે પિતાનું ઘર છોડે છે. એ વેદના ઘણી અસહ્ય હોય છે. આ વાર્તામાં એક દીકરીની વ્યથાનું આલેખન કર્યું છે. સફેદ દૂધ જેવું અને લાલ ચટક બાંધણીની બોર્ડર વાળું પાનેતર પહેરી પ્રાહી તેની માનાં ફોટા સામે આંખોમાં આંસું સાથે ઊભી છે. ત્યાંજ પાછળથી મમતા ભરેલો રેવતીનો હુંફાળો સ્પર્શ થયો અને પ્રાહી રેવતીને ભેટીને મા..... બોલી રડવા લાગી. પ્રાહીને જન્મ આપી તેની મા મૃત્યુ પામી. એક નાની બાળકીને હવે એકલા હાથે સાચવવી રજત માટે અઘરૂં હતું. ઘરનાં લોકોનાં કહેવાથી રજતે રેવતી સાથે લગ્ન કર્યા. રેવતી એક સારી પત્ની, અને એનાથી પણ સારી મા પુરવાર થઈ. રેવતીએ અખુટ મમતાનો ભંડાર વહાવી પ્રાહીને મોટી કરી. અને આજે એજ પ્રાહી રેવતીને ભેટીને રડે છે. કોણ કહે જન્મ દેનારી જ જનેતા છે? રેવતી જેવી મા જન્મ દીધા વગર પણ મા બની જાય છે.
