STORYMIRROR

MITA PATHAK

Inspirational

3  

MITA PATHAK

Inspirational

પાલવ

પાલવ

1 min
172

બેટા જો ! બસમાં પણ મારી સાડીનો પાલવ પકડી રાખજે જેથી તું પડી ના જઉં કારણકે ભીડ બહુ હશે. ચાર વરસ નાના ભૂલકાં એ માથું હલાવી હકારો ભર્યો. બસ આવી ને બંને ખીચોખીચ ભીડમાં જેમતેમ કરી અંદર પહોંચી ગયા. મા નો પાલવ છોડ્યો જ નહીં પછી માં એ થોડી જગ્યા માટે આજીજી કરી કુશને બેસવાની જગ્યા કરી આપી. કુશ મા ની સલાહ મુજબ પાલવ ને હાથમાંથી છોડ્યો જ નહિ. 

મા જે ખાવા આપે એ ખાય પછી ગંદા હાથ સાડીનાં પાલવે લૂછી નાખતો. પછી મા ને કે'..

"મા તારી સાડી તો ગંદી થઈ ગઈ હવે !?? "". "કંઈ નહીં બેટા કાલે ધોઈ નાખીશું " મા એ સ્મિત સાથે જવાબ આપતી.

 આજે એજ મા વૃદ્ધાશ્રમનાં આસોપાલનાં વૃક્ષ નીચે બેઠી ફાટેલા પાલવને જોઈને  અણમોલ પળોને યાદ કરી પાલવથી આંસુ લૂછી રહી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational