Bhavna Bhatt

Inspirational

5.0  

Bhavna Bhatt

Inspirational

ઓરડો

ઓરડો

1 min
830


માનવજીવન એક ઓરડો છે. દેવાલય છે. આપણે આ ઓરડાને શણગારવાનો છે. ઓરડામાં કચરો ના ભરાય એ ધ્યાન રાખવાનું છે. વાસનાઓનો કચરો અને કામનાઓનો કાટમાળ આ જીવનરૂપી ઓરડામાં ન ઠલવાય એ ધ્યાન રાખવું જરૂરી છે. સેવા, સંયમ અને પરોપકાર જ્યાં હિલોળા લે તે આેરડો દીપી ઊઠે છે. પ્રબળ પરિશ્રમની પ્રાણ પ્રતિષ્ઠા કરી દો આ ઓરડામાં પછી જુઓ સફળતા તમારા કદમોમાં હશે. ઓરડાનો શણગાર આત્મા છે. કંઈ પણ કરો ગમે ત્યાં જાઓ કે ગમે તેમ જીવો પણ એક વાત ના ભૂલશો આ જીવન એક મંદિરરૂપી ઓરડો છે. એની પવિત્રતાને જરીયે દુન્યવી ડાઘ ના લાગે એની કાળજી રાખજો. સત્ય, શીલ, સૌમ્યતાના શણગારોથી સજાવો આ જીવન ઓરડાને.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational