STORYMIRROR

PRAVIN MAKWANA

Inspirational Children

3  

PRAVIN MAKWANA

Inspirational Children

ઓપરેશન થીયેટર અંદર

ઓપરેશન થીયેટર અંદર

1 min
351

હાઈવે પર એક નાનકડો એકસીડન્ટ થયો એક બાઈક અને કાર વચ્ચે. બન્ને પાર્ટી ઘાઈમાં હતી.. બાઈક સવાર કાર સવારને મારી રહ્યો હતો અને લગભગ એવી રીતે માર્યો કે કાર સવાર લોહીલુહાણ થઈ ગયેલો, પણ કારસવાર માર ખાતા ખાતા એકજ વાત કરી રહ્યો હતો કે “મને જવા દે”. રાહદારી વચ્ચે પડ્યા અને બન્નેને અલગ કર્યા અને બાઈક સવાર રિક્ષા શોધવા લાગ્યો કેમ કે બાઈક ચાલુ નહોતી થઈ રહી અને કારસવાર પોતાનું કાર્ડ આપી જતો રહ્યો. બાઈક સવાર પોતાની બાઈક સાઈડમાં મૂકી રિક્ષા પકડી પોતાને મુકામે જવા રવાના થઈ ગયો. રિક્ષા એક હોસ્પીટલમાં પહોચી અને બાઈકસવાર ભાડું ચૂકવી હોસ્પિટલ અંદર પહોચ્યો. બાઈક સવારના દીકરાનું ઓપરેશન ચાલુ હતું. બાઈકસવાર તેની પત્નીને દિલાસો આપી રહ્યો હતો કે સહુ સારાવાના થઈ જશે અને ત્યાંજ નર્સ આવી અને કહ્યું કે એમનું સંતાન મૃત્યુ પામ્યું છે. વાઈફ પોતાના ઈમોશનને કંટ્રોલ નહોતી કરી શકી રહી અને રડતા રડતા એટલુજ કહી રહી હતી “ડોક્ટર જલ્દી આવી ગયા હોત તો મારો દીકરો બચી ગયો હોત”. ગુસ્સામાં બાઈકસવાર ઓપરેશન થીયેટર અંદર દાખલ થાય છે અને જુએ છે કે તેના દીકરાની બાજુના ટેબલ કારસવાર જે હજી લોહીલુહાણ છે તે પોતાની પાટાપીંડી કરાવી રહ્યો હતો અને કહી રહ્યો હતો.... “પેલા માણસે મને જવા દીધો હોત તો મેં આ છોકરાને જવા ના દીધો હોત” આપણે જવા દેતા ક્યારે શીખીશું ? કોઈ જતું રહેશે ત્યારે ..?


Rate this content
Log in

Similar gujarati story from Inspirational