ઓપરેશન ૩૬૦
ઓપરેશન ૩૬૦
14 ફેબ્રુઆરી 2019 એ ભારતીય સેના માટે કાળોતરો દિવસ બની આવ્યો હતો. માનવજાતિના ક્રૂર અને ઘાતકી મનોવૃત્તિને આજે અંજામ આપવામાં આવ્યો હતો. કોને ખબર હતી કે, સી.આર.પી.એફ જવાન વિજયકુમાર મૌર્યની સાથે તેનાથી જોડાયેલ કેટલાય સપનાઓ ધ્વસ્ત થઈ જશે ? પિતાએ પુત્ર, પત્નીએ પતિ અને ત્રણ વર્ષની બાળકી તેના પિતાને ખોઈ બેઠી. પરિવાર નિરાધાર થઈ ચૂક્યો હતો. પરિવારની આર્થિક વ્યવસ્થા છિન્નભિન્ન થઈ ગઈ હતી. એક માત્ર આધાર વિજયને આજે પરિવાર ખોઈ ચૂક્યો હતો.
એ વાત ખરી કે, ભારતીય સેનામાં ભરતી થયા પછી જીવનું જોખમ જ છે પણ શું માનવતા મરી પરવારી છે ? આવું જનમાનસ ? શહીદ વિજય જેવા 40 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. આ હુમલો જમ્મુ કાશ્મીરના પુલવા જિલાના અવન્તિપોરાની પાસે લેથપોરા વિસ્તારમાં થયો હતો. આ હુમલો પાકિસ્તાન સ્થિત ઈસ્લામિક આતંકવાદી સમૂહ જૈશ-એ-મોહમ્મદ એ કરાવ્યો હતો. આત્મઘાતી હુમલાવરની ઓળખ કરવામાં આવી. તે કાકાપોરા નિવાસી આદિલ અહમદ છે એમ જાણવા મળ્યું. આર.પી.એફના વાહનો પર જતાં 40 ભારતીય સુરક્ષાકર્મીઓ પર હુમલો થયો. આમ પાછળથી, કાયરોની જેમ હુમલો કરતાં જરાપણ લજ્જા ન આવી, આ આતંકવાદીઓને. ભારતમાં પોતાના સૈનિકો પર આવો હુમલો દેશવાસીઓમાં ગુસ્સો બની ભડકી રહ્યો હતો. આખરે રોમેરોમમાં દેશભક્તિ ધરાવનાર સૈન્ય ઊભુ કરવામાં આવ્યું.
નવી દિલ્લી પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલ 40 જવાનોની મૃત્યુનો બદલો લેવા ભારતે એક પ્લાન તૈયાર કર્યો. આ ઓપરેશનનું નામ દીધું ઓપરેશન 360. આ પ્લાન પ્રમાણે પાકિસ્તાનમાં ઉછરી રહેલ આતંકિઓને જડથી સફાયો કરવાનો હતો. તેમને પાઠ ભણાવવાનો હતો જે ભારતીય જવાનોની મૃત્યુના જવાબદાર હતા. સમસ્ત ભારતીય રસ્તા પર ઉતરી ગયા હતા અને આતંકવાદીઓને સજા કરવાની માંગ કરી રહ્યા હતા. આખરે 15 ફેબ્રુઆરીથી પ્લાન પર કાર્ય શરૂ થયું.
આ પ્લાનમાં ભારતીય જળસેના અને વાયુસેનાને પણ સંમિલિત કરવામાં આવી. 12 દિવસ પછી જ આ આતંકનો બદલો લેવામાં આવ્યો. 40 જવાનોની શહાદતનો બદલો 12 ફાઈટર પ્લેનએ લીધો. ભારતીય વાયુસેનાએ બાલાકોટ, ચકોઠી અને મુજફ્ફરાબાદના આતંકી સ્થાનોને સંપૂર્ણ નષ્ટ કરી દીધા.
શહીદોના કુટુંબીજનોને ન્યાય અપાયો. શહીદોનું ઋણ ભારતે બદલો લઈ ચૂકવ્યું પરંતુ એ શહીદના કુટુંબીજનોનો દીકરો, પતિ, ભાઈ કે પિતા કોણ પાછું લાવી શકશે ?
ધિક્કાર છે આવી ક્રૂર માનવતાને... જે પોતાના અહમને સંતોષવા તથા ધર્મને સમજવાનો ખોટો દાવો કરનાર માનવી કોઈ નિર્દોષ જીવનને હણી લે છે. તેના પરિવારને ભાંગી નાખે છે, કોઈનો આધાર છીનવી લે છે. શું ધર્મ આ શીખવે છે આપણને ?
ભારતની સીમાને સુરક્ષિત રાખનાર આ શહીદોને મારા શત-શત પ્રણામ... તથા મારી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ....