ઓ મા રે
ઓ મા રે
અનેરીને પ્રસવ પીડા થતી હતી એણે જોરથી બૂમ પાડી 'ઓ મા રે' અને ઈલાબેનને એમનાં રૂમમાં બૂમ સંભળાઈ એ દોડતાં અનેરીનાં રૂમમાં પહોંચી ગયા અને અનેરીને માથે હાથ ફેરવ્યો અને કહ્યું બેટા હું તારી મા જ છું, તારી સાથે જ છું, તું હિંમત રાખ બેટા હમણાં જ ગાડીમાં દવાખાને પહોંચી જઈશું..
અનેરીથી સહન થતું નહોતું એણે ફરીથી બૂમાબૂમ કરી ઓ મા રે...
ઈલાબેને એને છાતીસરસી ચાંપી અને કહ્યું કે દરેક દીકરીને આ સમયે મા યાદ આવે બેટા ! એમ કહીને એ રડી પડ્યા પણ વિધાતા આગળ કોનું ચાલ્યું છે ... ચિંતા ન કર બેટા હું તારી મા જ છું અને અનેરી ઈલાબેનને વળગી પડી.
