Click here to enter the darkness of a criminal mind. Use Coupon Code "GMSM100" & get Rs.100 OFF
Click here to enter the darkness of a criminal mind. Use Coupon Code "GMSM100" & get Rs.100 OFF

JHANVI KANABAR

Inspirational


3.8  

JHANVI KANABAR

Inspirational


ન્યુ ટર્ન

ન્યુ ટર્ન

3 mins 94 3 mins 94

હેલો વાચકમિત્રો,

હું જ્હાનવી. નામ એક જ પણ મારા રોલ ઘણા બધા... દીકરી, વહુ, પત્ની, માતા.... મારા રોજિંદા જીવનમાં આ રોલ્સ રેગ્યુલર નિભાવુ છું. સવારમાં પતિને ટિફિન, ચા-નાસ્તો તૈયાર કરી દેતી પત્ની. એ પછી બાળકોને તૈયાર કરી, તેમનો લંચબોક્સ તૈયાર કરી શાળાએ રવાના કરતી માતા. ત્યારબાદ ભગવાનની પૂજાઅર્ચના કરી, ઘરના બાકીના કામ આટોપવામાં લાગી જતી ગૃહિણી. વ્યવહારિક ફરજો નિભાવતી વહુ પણ ખરી અને રોજ મારી મમ્મી સાથે અલકમલકની વાતો કરતી દીકરી પણ ખરી.

તમે એવું ન સમજતા કે આમાં મને 'મી ટાઈમ’ એટલે કે મારા માટેનો ટાઈમ નહિ મળતો હોય. સવારમાં પતિ અને સંતાનોના સમય સાચવ્યા પછી જ્યારે ચા અને નાસ્તો લઈ બેસી જઉ એ મારો `મી ટાઈમ’. આ ટાઈમમાં મનમાં ઘણા બધા સારા-ખરાબ, મનને ખુશ કરી દે એવા પણ અને મનને દુઃખી કરી દે એવા પણ વિચારો આવે. અડધો કલાક આમ જ જાત સાથે ગાળ્યા પછી પાછી કામે લાગી જઉ.

મૂળ હું શાસ્ત્રીય નૃત્યાંગના. ભરતનાટ્યમ વિશારદ. લગ્ન પછી નવા લોકો અને નવા વાતાવરણને અનુરૂપ થવા માટે ડાન્સમાં બ્રેક લીધો, અને પછી માતા બની એટલે જવાબદારી વધી એટલે બ્રેક લંબાઈ ગયો. હમણાં છેલ્લા ત્રણેક વર્ષથી ફરી પાછી નૃત્ય તરફ વળી. વધારે કંઈ નહિ પણ ઘરમાં જ નૃત્યની તાલીમ આપવાનું શરૂ કર્યું. બધુ જ એકદમ સરળ અને ગોઠવાયેલું ચાલી રહ્યું હતું પણ જીવનમાં હજુ એક ન્યુ ટર્ન આવવાનો બાકી હશે. મારા જ જીવનમાં નહિ દરેક મનુષ્યના જીવનમાં આ વળાંક કંઈક અંશે સારો તો કંઈક અંશે ખરાબ પરિણામ લાવ્યો.

હા, હું વાત કરું છું, કોરોનાકાળની. 24 માર્ચ 2020 પ્રથમ લોકડાઉન.. બાપ રે, ભલભલાની જીવનશૈલી ફેરવી નાખી. એક એવો રોગચાળો કે જેમાં ક્યાંય પણ, કોઈને પણ અડવાનો ડર. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ધોયા વગર અડકાય નહિ. ક્યાંય બહાર નીકળાય નહિ. ભેગા થવાય નહિ. સૌથી મોટો ભય એ હતો કે, જો આપણને આ રોગ લાગે તો આપણા પરિવારજનોના જીવ પણ જોખમાય. શાળાઓ બંધ, ડાન્સક્લાસ પણ બંધ અને પતિદેવની નોકરી 'વર્ક ફ્રોમ હોમ’ માં ફેરવાઈ ગઈ. એકાદ અઠવાડિયુ તો આ નવી જીવનશૈલીને અનુરૂપ થવામાં લાગ્યું.

એક દિવસ મારા પપ્પાનો ફોન આવ્યો અને તેમણે મને એક આમંત્રણ પત્રિકાનું લખાણ લખવાનું કામ સોંપ્યું. મારા પપ્પા મને આવા કામ અવારનવાર સોંપતા. ખબર નહિ પણ મારા પપ્પાને મારી ભાષાપ્રતિભા પર ખૂબ વિશ્વાસ. નાનપણથી મારી ગુજરાતી સાહિત્ય પ્રત્યેની રૂચિ જોતા તેમને મારી ભાષામાં સર્જનાત્મકતા દેખાઈ હશે. આજે પપ્પાએ સોંપેલુ કામ કરતાં કરતાં મને વિચાર આવ્યો કે, હમણા તો મને આ વિષમ પરિસ્થિતિને કારણે સવારમાં`મી ટાઈમ’ મળતો જ નથી. કેટકેટલા વિચારો મનમાં એકબીજા સાથે યુદ્ધ કરી રહ્યા હતા. આ વિચારોને હવે શબ્દ સ્વરૂપે મૂર્તિમંત કરવા માધ્યમની જરૂર હતી. મેં ગુગલ પર સર્ચ કરવા માંડ્યું અને મને `સ્ટોરીમિરર’ એપ દેખાઈ. સ્ટોરીમિરરની સંપૂર્ણ માહિતી મેળવી અને તેમાં સૌ પ્રથમ વાર્તા `અપરાજિતા’ લખી. ખૂબ જ સારા પ્રતિભાવ મળ્યા. સૌથી વધુ આનંદ આપનારી વાત એ બની કે, મારા મમ્મી-પપ્પા ખૂબ જ ખુશ થયા. પપ્પાને તો જાણે મારા માટે ગર્વ લેવાનું કારણ મળી ગયું. મારા પતિએ અને બંને દીકરીઓએ મને ખૂબ પ્રોત્સાહિત કરી. સ્ટોરીમિરર દ્વારા હું મારા વિચારોને વાચા આપી વાચકો સુધી પહોંચાડવામાં સફળ રહી. આટલું જ નહિ, મારા વોર્ડરોબના એક ખાનામાં ધરબાઈને પડેલા કેટલાય પુસ્તકો મારી રોજિંદી ઘટમાળમાં પુનઃ પ્રવેશ પામ્યા. 

આ સમયમાં ન્યુઝપેપર, ન્યુઝચેનલો પર કેટલાય દુઃખદ સમાચારો જોવા મળે છે. બાળકોના અભ્યાસ પર અસર પડી રહી છે, નોકરી-ધંધા પર માઠી અસર પડી છે. વિશ્વનું આર્થિક માળખું ખોરવાઈ રહ્યું છે. સતત મૃત્યુનો ભય રહ્યા કરે છે. ખૂબ જ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે આપણે.

મિત્રો, હું સમજુ છું... આજના આ આપત્તિકાળને જીરવવો સહેલો નથી, પણ ઈશ્વરે આપણને દરેક પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ અર્પિત કરી છે. દુઃખ અને તકલીફોનો સામનો કરવા તથા સ્વજનોને ખુશ રાખવા માટે આપણે ખુશ રહેવું પડશે. આપણા મનને સર્જનાત્મકતા તરફ વાળવું પડશે. એનાથી સ્વમાં શક્તિનો સંચાર થશે અને આ વિકટ પરિસ્થિતિમાંથી નીકળવાનો માર્ગ મળશે.


Rate this content
Log in

More gujarati story from JHANVI KANABAR

Similar gujarati story from Inspirational