નવોદીતા
નવોદીતા
નવોદતા
લેખક: કલ્પેશ પટેલ
ગામના છેડે એક જૂનું ઘરસણું ઘરસવાનું ઘર હતું. ત્યાં રહેતો હતો રાઘવ —એક શાંત સ્વભાવનો, બંસરી વગાડતો શખ્સ.
રણ જેવી વેરાન દુનિયામાં પણ એની અંદર એક અંદર ભીનક શાંત જમાવટ હતી. પણ એના જીવનમાં એક-ફક્ત એક વાત અધૂરી રહી હતી.
એનું ગીત.
એના જીવનનો સૌથી મોટુ સ્વપ્ન : એક એવું ગીત રચવું કે જેનાં સ્વરમાં એનાં આખા જીવનની કહાણી ચારે કોળે વહેતી રહે.
યુવાનોને સંગીત અને ગીત લખવાનું શીખવતો હતો, છતાં પોતે પોતાના માટે ક્યારેય પૂરુ ગીત લખી શક્યો નહોતો. વારંવાર એ શબ્દો શોધતો, કૃતિઓ રચતો, પણ લાગતું કંઈક ખૂટે છે... કંઇક અધૂરું રહી જાય છે...
જેમ જીવન ક્યારેક કોઈના પ્રેમ વગર અધૂરું રહી જાય છે, તેમ એનું ગીત અધૂરું રહી ગયું હતું.
એક દિવસ એના સંઘર્ષભર્યા જીવનમાં વીજળીનો ઝબકારો થઈને આવી ચડી હતી રાધા. ગામ ની આંગણવાડીની એક નવી શિક્ષિકા, નિવેદિતા સંગીત શિક્ષિકા. એ ગામના બાળકોને સંગીત શીખવાડવા આવી હતી.
એક દિ’ પૂનમે શાંત ગગન હેઠળ એણે રાઘવની મધુર બંસરી સાંભળી પૂછ્યું:
હે રાઘવ આ સુરને સાથ આપે તેવું
“તમારું પોતાનું કોઇ ગીત છે?”
રાઘવ,હસ્યો, આંખડી છલકાઈ ભીની થઈ ગઈ, “હા છે... પણ એ યુગલ ગીત છે. અને યુગલ ગીત કોઈ હમ સાથી વગર તે અધૂરું છે.
"શું તને શબ્દો ની ટુટ છે?”
નિવેદિત રાધાનો સીધો પ્રશ્ન.
“શબ્દો પૂરાં છે... પણ પ્રીતના સાદ વગર અધૂરા છે. તાળી એક હાથે વાગે?.
હવે તો લાગે છે કે તે કદાચ જીવન ભર પુરા ન પણ થાય...”
એનો અવાજ કંપિત થયો.
રાધા એ રાઘવની આંખડીએ થી મોતી પોતાના હાથમાં લઈ પોતાના માથે લીધું..
એ દિવસથી રોજે રોજ એ બંને સાંજના ઓટલાં પર મળતા. રાઘવની બંસરી ને રાધાના સ્વરમાં શબદોને સથવારે વાતો થતા. ધીમે ધીમે ગીત રચાતું ગયું.
રાધા હવે નાવિદિતા મીટી એના દિલમાં શબ્દોમાં થકી પોતાનું પ્રેમની પંખ ફેલાવી ચુકી હતી.
જોત જોતામાં, તે રાઘવના ફૂંકાયેલ શ્વાશે બંસરીના સૂરમાં શબ્દ બની.પૂર્ણતાની એક નવી ઝલક બની ઉભરી .
અને પછી રાઘવનું.. ગીત પૂરું થયું.
એ પુરા ગીતનું નામ હતું—“અધૂરું ગીત”.
એ ગીત સંપૂર્ણ હતું કેમ કે હવે એમાં બે જીવનની અધૂરાપણની વ્યથા પણ એક મીઠી મુંજવણ બની ગઈ હતી. જ્યાં નાવોદિત જીવનના બધાં અધૂરા સંબંધો, સપનાઓ પણ એક દિવસ કોઈના પ્રેમથી પૂરાં થઈ જાય છે.
ગીતના અંતિમ શબ્દો હતા:
"અધૂરું પૂરું કરવા અનંત 'રાહે ' ભટક્તો હતો, આહ આ પ્રિતે રસ્તો તો શું, આયખું વીતી જાશે રે..."
---
અર્થ: ક્યારેક જીવનનાં અધૂરા ગીતો કોઈના પ્રેમથી પૂરાં થઈ જાય છે.
ખેર.....
આમેય અધૂરાપણ પોતે જ એક સુંદર કૃતિ બની જતી હોય છે.
શબ્દ પરિચય :-
"ઘરસણું ઘરસવાનું" એ એક તળપદી ગુજરાતી વાક્યપ્રયોગ છે.
અર્થ: → ઘરસણું એટલે ઘસાવું, ઘસી કાઢવું. → "ઘરસણું ઘરસવાનું" નો અર્થ થાય — બહુ મહેનત કરીને કોઈ વસ્તુ સારી બનાવવી
→ સામાન્ય રીતે આપણે કહીએ છીએ કે, "ઘરસણું ઘરસવું પડ્યું," એટલે → બહુ મહેનત કરવી પડી.
→ ઘસીને સાફ કરવું પડ્યું. → અગવડથી કે મુશ્કેલીથી કંઈક પૂર્ણ કરવું પડ્યું.

