Varsha Bhatt

Inspirational

3  

Varsha Bhatt

Inspirational

નવાં વર્ષનો પહેલો દિવસ

નવાં વર્ષનો પહેલો દિવસ

1 min
214


આજ નવાં વર્ષનો પહેલો દિવસ છે. તો જૂનું ભૂલી નવાં વર્ષને દિલથી સ્વાગત કરો. તમારાં જીવનમાં જેણે પણ તમારૂ દિલ દુભાવ્યું હોય કે પછી કોઈ કડવાં અનુભવો થયાં હોય તે ભૂલીને નવાં વર્ષનાં નવાં સંકલ્પો, નવી આશાઓને આવકારો.

માનવીનો અવતાર મળવો એ આપણું સદભાગ્ય છે. તો એક માનવ તરીકે તેમાં ખરાં ઉતરવાની કોશિશ કરો. બની શકો તો કોઈનો હાથ જાલો, મદદ કરો, તો હળવાં ફૂલ થઈ જશો. જૂની વાતો યાદ રાખશો તો તેનાં બોજા નીચે દબાઈ જશો.

 નવાં વર્ષે નવાં સંકલ્પો કરો. હું હંમેશા પોઝિટિવ વિચારીશ, કાયમ હસતો રહીશ, પોતાની ખુશીઓ, સપનાંઓ પૂરા કરવા મહેનત કરો.

માફ કરતાં શીખો, તમને પ્રેમ કરતી હોય, તમારૂ માન જાળવતી હોય તેવી વ્યક્તિને " આઈ લવ યુ " કહો. મોડું ન કરો. હૃદયની સંવેદનાને સજીવન રાખો, ગમતી ક્ષણોને મન ભરીને માણી લો, અણગમતી વાતો, અણગમતાં લોકો સાથે પણ પ્રેમથી રહો. સવારે ઊઠતાંવેત જ એક વાકય રોજ બોલો...." ચાલ જીવી લઈએ " જે એક નવું જોમ, નવી આશા આપશે.

આવડી મોટી દુનિયામાં ઘણું જાણવાનું છે. તે જાણો, માણો, શીખો.... જીવનમાં જે પણ ગોલ કર્યા હોય તે પૂરાં કરવાં મહેનત કરો. દિવસો બદલશે, તારીખ બદલશે, વરસો બદલશે. બસ તમે તમારૂ વ્યક્તિત્વ ન બદલવા દેશો. એ જ તમારાં માટે નવાં વર્ષની નવી સુંદર ભેટ હશે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational