નવા સંકલ્પ
નવા સંકલ્પ


આશીર્વાદ આપતાં વડીલો કહેતા હોય છે કે નવું વર્ષ મંગલમય નિવડે. ખરેખર તો જૂના વર્ષ કરતાં નવું વર્ષ વધુ ને વધુ સારું રહે એવી દરેક ને ઈચ્છા હોય છે. તેથી જ મેં નવા વર્ષે કેટલાક સંકલ્પ કર્યા છે. કહેવાય છે કે સારા કામમાં ઈશ્વરનો સાથ હોય છે.
અત્યાર સુધી હું અને મારી બહેનપણી ભેગા મળીને ઓળખીતા ને ત્યાંથી જૂનાં કપડાં ભેગા કરી ગરીબ બાળકોને આપતાં હતાં, જૂનાં રમકડાં પણ ઉઘરાવતા હતાં જે ગરીબ જરૂરિયાત વાળાને આપતા. પરંતુ આ વર્ષે અમે નક્કી કર્યુ છે કે પહેલાં બાળકો ને ભણાવવા પછી તેમને એમાંથી સવાલો પૂછવા. જે સાચાં જવાબો આપે એને નવા કપડાં આપવા. જોકે જૂનાં કપડાં તો આપવાનાં જ.
અત્યાર સુધી હું માત્ર મારી આવક ના દસ ટકા જ દાનમાં કાઢતી હતી, હવે થી વીસ ટકા દાનમાં કાઢીશ.
મહિને એક વખત રક્તપિત્ત આશ્રમમાં જઈ સેવા આપીશ. અત્યાર સુધી સરકારી દવાખાને મહિને એક વાર જઈને જરૂરિયાતવાળાને મદદ કરતી હતી, હવે થી, મહિને બે વાર જઈશ.
નવા વર્ષે મારા થકી કોઈનું પણ દિલ ના દુભાય એવો પ્રયત્ન કરતી રહીશ.
આ બધું કરવા માટે હું મારી જાતને ખુશ રાખીશ. હંમેશાં સારું સારું વિચારીશ. મારી જાતને હંમેશા પ્રવૃત્તિમય રાખીશ.
હવેથી હું બધી સ્પર્ધામાં ભાગ લઈશ, પછી એ સ્પર્ધા સાહિત્યને લગતી હોય કે રસાેઈને લગતી હોય કે પછી ભજન સ્પર્ધા હોય. દરેક વિષયોની જાણકારી પ્રાપ્ત કરવા માટે મારું વાંચન વધારીશ.
હું સરળ, સાદગીપૂર્ણ જીવનની પસંદગી કરીશ, મારી સ્વપ્નની કારકિર્દી પર આગળ વધીશ.
છેલ્લે હું એટલું કહીશ કે હું યોગ્ય રીતે બધા સંકલ્પોને વળગી રહીશ.