Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Parul Thakkar "યાદે"

Drama

5.0  

Parul Thakkar "યાદે"

Drama

નસીબના ખેલ 8

નસીબના ખેલ 8

2 mins
493


અને પછી એક નિર્ણય લેવાયો.... ધરા ને એના મોસાળ મોકલવાનો..... નવમુ જેમતેમ પાસ કરીને ધરાને મામાના ઘરે દસમુ ધોરણ ભણવા બેસાડવામાં આવે એવો નિર્ણય લેવાય ગયો..... ધરા ના અહીં કરેલા ( હકીકતમાં ન કરેલા) પરાક્રમની જાણ એના મામાના ઘરે પણ કરવામાં આવી અને ધરા પર ચાંપતી નજર રાખવાની સૂચના પણ અપાઈ ગઈ...

ધરાના નસીબે પોતાનો ખેલ શરૂ કરી દીધો હતો......

      ધરા મામાના ઘરે આવી ગઈ.... અહીં એના માસી કે જેમણે લગ્ન નહોતા કર્યા, કુંવારા જ હતા..એ એક પ્રાથમિક શાળામાં શિક્ષક હતા,  એટલે એમની ઓળખાણથી.. ઘરની નજીકની એક શાળામાં ધરાને બેસાડી... અને દસમુ ધોરણ હતું એટલે એક ટ્યૂશન કલાસમાં પણ બેસાડી.... આ ટ્યૂશન કલાસમાં જે સર ભણાવતા હતા તે ધરાની માસીની સ્કૂલમાં પણ ભણાવવા જતા હતા, તેમની ઓળખાણ અને સલાહથી જ ધરાને એ કલાસમાં બેસાડી હતી, અને એ જમાના માં ટાઈપકલાસ હતા.... ધરાને એ પણ શરૂ કરાવ્યા.... 

       ધરા સવારે 6:30 વાગે ટ્યૂશન કલાસમાં જતી.... ત્યાંથી 10:30 વાગે આવી ને, તૈયાર થઈ થોડું જેવું-તેવું જમીને 11:30 એ સ્કૂલે જતી.... ત્યાંથી 5 વાગે ઘરે આવતી... યુનિફોર્મ બદલીને તરત 5:45 એ ટાઈપકલાસમાં જતી, અને ત્યાંથી 7:30 વાગે ઘરે આવતી..... આખા દિવસની આ દોડધામમાં એ ખૂબ થાકી જતી.... આ બધી જગ્યાએ ચાલીને જ જતી.... ઘરે આવીને એ સીધી ટ્યૂશનનું હોમવર્ક કરવા બેસતી.... પછી જમવા ઉભી થતી..... જમીને પછી સ્કૂલનું હોમવર્ક.... 10 વાગતા સુધીમાં તો એ લોથપોથ થઈ જતી... પણ એ સુઈ ન શકતી..... એના માસી અને એના એક મામા એને એકસ્ટ્રા વાંચવા બેસાડતા.... 12 તો રોજ વાગતા.... પછી એને સુવા મળતું..  

    સવારે પાછું વહેલું ઉઠવાનું... 6:30વાગે તો પહોંચી જવાનું હોય ટ્યૂશનમાં.... સ્કૂલમાં એ વખતે બે ચોટલા ફરજિયાત હતા અને ધરા ને એ આવડતા ન હતા.... એના માસી એને રાતે જમી લીધા પછી માથું ઓળી આપતા... બે ચોટલા લઈ આપતા.... પછી સવારે તો એના માસીને પણ એમની શિક્ષકની નોકરીમાં જવાનું હોય.... ભલે એ 7 વાગે નીકળતા ઘરે થી... પણ સવારે ધરા જાય ત્યારે તો એ રાત ના લીધેલા બે ચોટલા ને ઉપર ઉપરથી થોડા સરખા કરીને જ જતી હતી...

     આખા દિવસની આ દોડાદોડીમાં ધરા ખૂબ થાકી જતી.... ઉપરથી આ થાક ને કારણે થોડી ધીમી ચાલે અને 5 મિનિટ પણ મોડી પહોંચે ઘરે તો તો એનું આવી જ બનતું.... મહેણાં ટોણાનો વરસાદ શરૂ થતો એના પર... જે ભૂલ એણે કરી જ નોહતી એના વિશે એને ખૂબ સંભળાવવામાં આવતું હતું... 10:30 થઈ 11 ની વચ્ચે જે થોડુંક જમી હોય એજ..... સ્કૂલમાં મમરાનો ડબ્બો ક્યારેક આપવામાં આવતો એને.... બાકી જો આ રીતે મોડી પડી હોય તો રાતનું જમવાનું કેન્સલ કરવામાં આવતું એનું... અને ધરા બિચારી એના પપ્પા-મમ્મીને યાદ કરતી રોતી રોતી સુઈ જતી.....!


Rate this content
Log in

More gujarati story from Parul Thakkar "યાદે"

Similar gujarati story from Drama