Varsha Bhatt

Inspirational

3  

Varsha Bhatt

Inspirational

નોરતાની નવલી રાત

નોરતાની નવલી રાત

1 min
414


નવરાત્રીનું નામ પડે એટલે યુવાધન હિલોળે ચડે. તેનાં પગમાં આપોઆપ જ થનગનાટ આવી જાય. પણ આ કોરોના વાઈરસે બે વર્ષ થી નવરાત્રીને ઝાંખી પાડી દીધી છે. જો કે આ વખતે પણ શેરી ગરબાને જ છૂટ મળી છે.

બધાં જ તહેવારોમાં આ નવરાત્રીનો તહેવાર ખૂબ લાંબો ચાલતો તહેવાર છે. જે લોકોમાં અલૌકિક શકિતનો સંચાર કરે છે. આખું વર્ષ કામ કરતાં થાકી જતી ગુજરાતણો નવરાત્રી આવતાં જ પુરા ઝનૂનથી ગરબા રમવાનો સ્ટેમીના આવી જાય છે. આમ, ગરબા એ ગુજરાતની ઓળખ બની ગઈ છે.

હવે તો દરેક ફંકશનમાં ગરબા રમાય છે. પણ નવરાત્રીની વાત જ નિરાળી છે. જો કે સમય જતાં હવે નવરાત્રીનાં ગરબા મોર્ડન બન્યાં છે. આ સમયમાં કોરોના થોડો ઓછો થતાં માતાજીના ગરબા કરવાનો લહાવો મળશે. 

રોજીંદા જીવનમાં કંઈક અલગ કરવાથી તાજગી મળે છે. આ નવલાં નોરતાં નવ દિવસ ચાલતાં હોવાથી એક અનોખો ઉત્સાહ આવી જાય છે. તો આપણે સાથે મળીને માતાજીને પ્રાર્થના કરીએ કે આ કોરોના વાઈરસ જતો રહે. અને ફરી પાછા આપણે આપણાં તહેવારોની મોજ માણી શકીએ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational