"Komal" Deriya

Inspirational

3  

"Komal" Deriya

Inspirational

"નિષ્ફળતા હાર નથી... (5 જુલાઈ

"નિષ્ફળતા હાર નથી... (5 જુલાઈ

2 mins
190


આજની શિખામણ 

"નિષ્ફળતા હાર નથી."

દરેક સફળતા પાછળ એક હિંમત અને સાહસની ગાથા હોય છે. નસીબથી સફળતા નથી મળતી પણ અઢળક મહેનત અને હિંમતથી મળે છે. કદાચ તમારી અથાક મહેનત પછી પણ જો તમને નિષ્ફળતા મળે છે તો એ તમારી હાર નથી. બસ તમારે પ્રયત્નો ચાલુ રાખવાના છે. 

સફળ ત્યારે જ થઈ શકાય જ્યારે હાર સામે લડવાની તૈયારી પૂરી હોય. તમે થાકીને હારી જાઓ તો તમારી નિષ્ફળતા સફળતામાં ક્યારેય નહીં પરીણમે.  જેમ સાઈકલ ચલાવતા આપણે પડી જઈએ અને લોહી નિકળે તો પણ આપણે ફરીથી સાઈકલ ચલાવવાની હિંમત કરીએ છીએ. આખરે આપણા અમર્યાદિત પ્રયાસ અને શીખવાની ધગશથી આપણે એ દ્વિચક્રી વાહન ચલાવવામાં સફળ થઈએ છીએ. જો પહેલી વાર પડતાની સાથે હારીને બેસી ગયા હોત તો આજે આપણે ચાલક ના બની શક્યા હોત. 

આ બાળપણમાં સાઈકલ શીખતી વખતે જે હિંમત કરી હતી. બસ, એટલી જ હિંમત જીવનની દરેક નિષ્ફળતાને સફળતામાં ફેરવવા કરવાની જરૂર છે. 

જીવનરૂપી સાઈકલ ચલાવતા તમે નિષ્ફળ થશો પણ જો લોહી નિકળશે, દુખાવો થશે, હાથ પગ ભાંગી જશે કે થાક લાગશે આવા બહાના બનાવી પ્રયત્ન કરવાનું બંધ કરી દીધું તો એ તમારી હાર હશે. નિષ્ફળતા એ હાર નથી. નિષ્ફળતા એ સફળતાની સીડી છે. જીવનની પરિસ્થિતિથી હારી ના જાઓ. અડગ બની સામનો કરો અને છેક સફળતા મળે ત્યાં સુધી લડતાં રહો. આ યુદ્ધ તમારે એકલાં જ લડવાનું છે એ પણ તમારી જાત સાથે. 

સફળતા કદાચ તમારી જીત હોઈ શકે પણ નિષ્ફળતા એ તમારી સફળતાની તરફ આગળ વધતુંં એક ડગલું છે. એ તમારી હાર નથી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational