Nayanaben Shah

Inspirational

3  

Nayanaben Shah

Inspirational

નિસર્ગ સાથે બાળપણ

નિસર્ગ સાથે બાળપણ

1 min
140


મૌલિકને વેકેશન તો ખૂબ જ ગમતું. વેકેશનમાં મૌલિકે જોયું તો મમ્મી ઘરની સફાઇ કરી રહી હતી. જુની વસ્તુઓ ભંગારવાળાને આપતા હતાં. પરંતુ જુના થોડા ડબ્બા એકબાજુ મુકી રાખ્યા હતાં. મૌલિક મમ્મીની સામે જોઇને બોલી ઉઠ્યો, "મમ્મી,આ ડબ્બાઓનું શું કરવાનું ?"

"બેટા,એમાં થોડા બી નાંખીશું એમાંથી નાના છોડ ઉગશે. જેની પર રંગબેરંગી ફુલો આવશે.ફુલો તો કુદરતે માનવ આપેલી ભેટ છે. અને આપણી નજીકના બાગમાં થોડી ઘણી જગ્યા છે જ.આ ડબ્બામાં છોડ થોડા મોટા થાય એટલે જમીનમાં રોપી દઇશું."

એ પછીના વેકેશનમાં તો નાના રોપેલા છોડે વૃક્ષનું સ્થાન લઇ લીધું હતું. ત્યારબાદ તો મૌલિક બપોરના સમયે પણ બાગમાં રમવા જતો .ઘણીવાર તો મૌલિક કહેતો, "મમ્મી, ઘરમાં એ.સી. રુમમાં એકલા પુરાઇ રહેવા કરતાં કડવા લીમડાના ઝાડ નીચે બેસીને અમે રમીશું."

મૌલિકની મમ્મી હસીને કહેતી, "વૃક્ષોમાંથી તો ભરપૂર ઓક્સિજન મળે છે.કુદરત આપણ ને ઘણું બધુ આપે છે.બેટા,તને ખબર છે કે કડવો લીમડો ત્રણ એ.સી. જેટલી ઠંડક આપે છે.કુદરતે ઘણું બધુ આપ્યું છે તમે બાળકો નિસર્ગ સાથે જ તમારૂ બાળપણ વિતાવો."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational