નિશાંતની વેદના
નિશાંતની વેદના
નવરાત્રીનો સમય હતો. બધાં તૈયાર થઈને રમવા જવાની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ નિશાંતનું મન ન હતું. તે નવરાત્રી આવે એટલે ચૂપચાપ રૂમમાં બેસી રહે. ગરબે રમવા જવાનું ટાળી દે.
પરંતું આજે તેની મમ્મીએ જીદ કરી. તું આમ ક્યાં સુધી ભૂતકાળના વંટોળમાં ઘેરાઈ બેસી રહીશ. તારે એમાંથી બહાર નીકળવું જ પડશે.
નિશાંત કંઈ જવાબ આપ્યા વિના બેસી રહે છે. ત્યારે તેની મમ્મીએ કહ્યું," તું કોના માટે દુઃખી થાય છે. જે તને છોડીને જતી રહી છે. એવી વ્યક્તિ માટે. ખરેખર જો તે તને પ્રેમ કરતી હોય તો તને આમ એકલો છોડી જાય નહિ.
વાત જાણે એમ હતી કે નિશાંત અને અનુ નાનપણથી જ રોજ સાથે નવરાત્રીમાં ગરબા રમવા જતાં. રાધા કૃષ્ણની નાટકમાં ભાગ લેતા. બંને એકબીજાને ખૂબ પસંદ કરતા.
એકાદ વર્ષમાં લગ્ન કરવાનું નક્કી કરેલ. પરંતુ ત્યાં તો અનુનો પરિવાર શહેર છોડી બીજા શહેરમાં સ્થાયી થયા હતા. ત્યાર પછી ક્યારેય ન તો અનુનો ફોન આવ્યો કે કોઈ સમાચાર. તે દિવસથી નિશાંત ગરબે રમવા જવાનું જ માંડી વાળ્યું.
