Prashant Subhashchandra Salunke

Inspirational

3  

Prashant Subhashchandra Salunke

Inspirational

નિર્દય

નિર્દય

3 mins
267


“સાહેબ બે દિવસથી કાઈ ખાધું નથી કાઈક ખાવા આપશો તો ઉપકાર થશે તમારા છોકરા જીવશે” મારા વિચારોના સેતુને તોડતા આ અવાજનો મને તિરસ્કાર ઉત્પન્ન થયો મેં એક ઘૃણાપૂર્ણ નજર એ માણસ પર નાખી ફાટેલાં કપડાં ઊંડી ઉતરી ગયેલી આખા શરીરમાંથી એક ખરાબ વાસ આવતી હતી. મારા શરીરને એ અડી નહીં જાય એ બીકે હું થોડો પાછળ ખસ્યો અને બોલ્યો “છૂટાં નથી” “એ આગળ કંઈ પણ બોલ્યા વગર મારી સામે બે ક્ષણ જોઈ રહ્યો અને ત્યાંથી જતો રહ્યો. એનું એ મૌન મને ન ગમ્યું. અનુભવે મેં જોયું છે આવા ભિખારી ટ્રાફિક પર તમારા સાથે રકઝક કરી પૈસા લીધા સિવાય ખસે જ નહી. આખો દિવસ મારા વિચારોમાં એ માણસે જગ્યા લીધી એ સાંજે ઘેર પાછા ફરતા એ જ ભિખારી રસ્તા પર સિગારેટના ઠૂઠા ભેગા કરતો દેખાયો. બીજા દિવસે હું જરા ઉતાવળમાં હતો લાલ લાઈટ ક્યારે લીલી થશે તેનો વિચાર કરતો હતો ત્યાં અવાજ સંભળાયો “ સાહેબ ત્રણ દિવસથી કંઈ ખાધુ નથી કઈ આપશો તો ઉપકાર થશે તમારા છોકરા જીવશે” આજે મને કઈ કારણ બતાવવાની જરૂર ન પડી સિગ્નલ લીલો રંગ બતાવતો હતો અને એ ભિખારી મારી ગાડીને જતી જોઈ રહ્યો હતો ! પછી તો આ રોજનો નિયમ જ થઈ ગયો. જોકે મેં કોઈ દિવસ તેને એકે પૈસો આપ્યો નહી ખબર નહી કેમ જાણે એ જિદ પર જ ઉતર્યો હોય તેમ બધાને છોડી મારી પાસેજ પૈસા માંગવા આવતો અને જાણે મેં પણ મનમાં નક્કી જ કરી લીધુ હતું કે આને પૈસા આપવા જ નથી.          

વરસાદનો મોસમ શરૂ થઈ ગયો હતો. અને આજે એ ભિખારી મને ક્યાં ન દેખાયો. મને જાણે એની આદત થઈ ગઈ હોય તેમ હું બેચેન બની ગયો. બિચારાને થોડા પૈસા ક્યારેક આપ્યા હોત તો સારૂ થયું હોત. એકાદ રૂપિયાથી હું ક્યા ઘસાઈ ગયો હોત ? કાઈ નહી કાલે વાત, કાલે કાઈ આપીશ. હું આખો દિવસ પસાર થવાની રાહ જોવા લાગ્યો. જાણે મારા પર તે ભિખારીનો કર્જો હોય તેમ હું એને મળવા અધીરો થઈ ગયો હતો. સાંજે પણ પાછા ફરતીવેળાએ મે આજુબાજુ નજર ફેરવી, કદાચ તે દેખાઈ આવે. પણ વ્યર્થ હવે વાત બીજા દિવસ પર જ ગઈ.

બીજા દિવસે પણ એ મને દેખાયો નહીં મને ધ્રાસકો પડયો કદાચ એ બીમાર હોય એક તો અશકત શરીર, ઉપરથી આ વરસાદ કદાચ કાતિલ ઠંડીએ સહન ન કરી શક્યો હોય અને....ના ના હું મારા મનમાંને મનમાં મારી જાતને કોસવા લાગ્યો. અચાનક મને રાત્રે શું સુઝ્યું કે હું એક થેલીમાં ચાર પાંચ જૂના કપડાં નાખી થોડું ખાવાનું લઈને તે માણસની શોધમાં નીકળી પડ્યો એ વસ્તી તરફ મે ચાર-પાંચ ભીખારીઓને, એનું વર્ણન પૂછી એની તપાસ કરવા લાગ્યો. એ ભિખારીની તપાસ ન થઈ પણ એનું નામ વર્ણનને આધારે હું જાણી શક્યો “કસીમભાઈ” રાત વધતી જતી હતી. તેથી મે ઘેર જવાનું નક્કી કર્યું અને મારી કારનો દરવાજો ખોલી અંદર બેસતો જ હતો ત્યાં મારા કાનમાં અવાજ આવ્યો.”ડ્રગ્સ જોઈએ છે.?” હું ચમક્યો બોલનાર તરફ જોયું ત્યાં બારેક વરસના બે –ત્રણ છોકરા ઊભા હતા. હું ગુસ્સાથી બોલ્યો “ના“ “ગેટ આઉટ ફ્રોમ હિયર”

છોકરો આશ્ચર્યચકિત થઈ ગયો અને પૂછ્યું તો કાસમભાઈને કેમ શોધો છો ? એ તમને નહી મળે. કાલે જ પોલીસ એમને પકડી લઈ ગઈ. અત્યારે એમનો ધંધો અમે સાંભળીએ છીએ, જોઈતું હોય તો કહો ! એ મારા જવાબની વાટ જોતો ત્યાંજ ઊભો રહ્યો અને હું તેને જોતો !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational