STORYMIRROR

Krupali Chaklasiya

Drama Romance Thriller

3  

Krupali Chaklasiya

Drama Romance Thriller

નિઃસ્વાર્થ દિલોનું બંધન..

નિઃસ્વાર્થ દિલોનું બંધન..

15 mins
136

મિસ.અવની અમને તમારા પરિવાર વિશે જણાવો તો અમે તેમને તમારી જાણ કરીએ.. એક નર્સ એ આવીને કહ્યું.


'પરિવાર' આ શબ્દ સાંભળતા જ અવની ને તેના પરિવારે તેની સાથે કરેલો એ ધોખો યાદ આવી જાય છે જેનું તેણે સપના માં પણ ક્યારેય વિચાર્યું નહીં હોય..


મિસ અવની.. મિસ અવની.. પેલી નસૅ એ અવની નું ધ્યાન દોરતા કહ્યું.


મિસ અવની તમને ખબર છે તમે પાંચ દિવસ થી અહી એડમીટ છો પણ મને નવાઈ એ વાતની લાગે છે કે છેલ્લા પાંચ દિવસથી તમે હોસ્પિટલમાં દાખલ છો અને તમારા પરિવારે તમને મળવાની કે તમને ગોતવાની કોશિશ સુધ્ધાં નથી કરી.


નહીં સિસ્ટર.. હું ખુદ જ મારો પરિવાર છું. તમે મારાં પર એક ફેવર કરશો તમે મને જણાવશો કે મને ડીસચાજૅ ક્યારે મળશે.


એ તો તમારા ચેક અપ પછી ડોક્ટર જ્યારે કહેશે ત્યારે જ મળશે.


અવની ને જલ્દી થી રાજ ને મળવું હતું તેને જોરથી પોતાના ગળે લગાવી ને રડવું હતું અને તેની સાથે થયેલા ધોખા વિશે વાત કરવી હતી.. તે આ બધું વિચારતી હતી ત્યાં જ તેનાં કાને એક અવાજ સંભળાયો.


મિસ અવની.. હવે કેમ છે તબિયત તમારી.. તમારો ચેક અપ થઈ ગયો છે અને હવે તમે ઘરે જવા માટે બિલકુલ સારાં છો પણ હા, તમારે ચેક અપ માટે આવવું પડશે.


એક મિનિટ ડોક્ટર.. પણ તમે મને એ તો જણાવો કે મને થયું છે શું?


એ તો તમને ડોક્ટર અવસ્થી જ બતાવશે એટલાં માં ત્યાં એક નાની છોકરી પોતાના હાથમાં ટેડીબિઅર લઈને અવની તરફ આવી, અવની ની પાસે બેસીને તેને નીચે નમવા માટે કહ્યું, એટલે અવની એ તેની ગરદન તે નાની છોકરી તરફ જુકાવી. જેવી તેણે પોતાની ગરદન નીચે કરી કે પેલી નાની છોકરી એ અવની ના ગાલ પર એક કિસ કરી અને તેને જે જગ્યાએ વાગ્યું હતું તે જગ્યાએ હાથ ફેરવવા લાગી.


અરે! બેટા.. તું રડે છે શું કામ? કહેતાં કહેતાં અવની એ તેનાં માથે હાથ ફેરવ્યો.


માથે હાથ ફરવાથી તે રડતી બંધ થઈ ગઈ અને અવની સાથે રમવા લાગી. રમતાં રમતાં અવની એ કહ્યું, હાય.. મારું નામ અવની છે અને તારું નામ...??

અવની ના પુછવા છતાં તે કંઈ ના બોલી બસ તેની સામે જોતી રહી.


તે દિયા છે મારી દિકરી અને તેણે આજસુધી એક પણ શબ્દ બોલ્યો નથી.. કહેતાં કહેતાં એક શખ્સ અંદર આવ્યો.


વ્હાઈટ કોટ, ગળે સ્ટેથોસકોપ, આંખે ચશ્માં, ફોર્મલ બુટ, બરાબર આયૅન કરેલો બ્લુ શર્ટ, મેચીંગ ટાઈ અને એક મીઠી સ્માઈલ સાથે તે વ્યક્તિ બોલ્યો.


મિસ અવની આ મારી દીકરી દિયા છે અને આજે એ સહી સલામત છે તો એ બસ તમારાં કારણે.. પણ એક વાત મારે તમને કહેવી રહી. દિયા ની જાન તો તમે બચાવી લીધી પણ એક માઁ બનવા નું સૌભાગ્ય ગુમાવી દીધું.


ડોક્ટર મને સાફ શબ્દોમાં કહો કે તમે આવું કેમ બોલો છો..


મિસ અવની મારો કહેવાનો અર્થ એ છે કે હવે તમે ક્યારેય માઁ નહીં બની શકો‌..આ સાંભળતાં જ અવની ના પગ નીચેથી જાણે કે જમીન ખસી ગઈ તેને એકપણ વાત નો હોંશ ન હતો તે નાં તો રોઇ શકતી હતી કે નાં તો કંઈ વ્યક્ત કરી શકતી હતી.


તેને રહી રહીને બસ એક જ નામ મનમાં આવતું હતું અને તે હતું 'રાજ..'


રાજ' એ અવની નો કોલેજ ટાઈમ નો ફ્રેન્ડ ગણો કે પછી બોયફ્રેન્ડ... વાને ગોરો, ઊંચો, પાતળો કહી શકાય એક પરફેક્ટ બોડી જેવું તેનું શરીર..


કોલેજ માં પહેલા દિવસે અવની સાથે જ્યારે રેગીંગ થઈ ત્યારે અવની અને રાજ ની પહેલી મુલાકાત થઈ હતી. અવનીને રેગીંગ થી બચાવી ત્યાર થી તે બંને મિત્રો બની ગયા અને પછી ક્યારે તે મિત્રતા પ્યાર માં બદલાતી ગઈ એ તેને ખબર જ ના પડી...


પણ આ પ્રેમ એકતરફો કહી શકાય કેમ કે પ્રેમ તો માત્ર અવની તરફથી જ હતો બાકી રાજ તો તેની સ્પલીટ પર્સનાલિટી ને કારણે કોઈ વ્યક્તિ સાથે જાજો સમય સંબંધ નિભાવી શકતો નથી..પણ અવની ને તે વાત ની ખુશી હતી કે રાજ આજે પણ તેની સાથે છે..


અવની... મિસ અવની... ક્યાં વિચારો માં ખોવાયેલા છો.. ડોક્ટર અવસ્થી એ પુછ્યુ.


કંઈ નહીં ડોક્ટર.. કહીને અવની એ રાજ ને મેસેજ કર્યો અને તે હોસ્પિટલમાં છે તેમ જણાવ્યું.


રાજ તેને મળવા આવે છે અને તેને જેવી ખબર પડે છે કે તે ક્યારેય માં નહીં બની શકે. આ સાંભળતાં જ તે તેને છોડી ને ચાલ્યો જાય છે તે કહે છે કે તારાં નસીબ માં મા બનવાનું નથી પણ મારા નસીબ માં તો બાપ બનવાનું છે એટલે આજ થી તારો અને મારો રસ્તો અલગ.. અને એમય મારા લગ્ન નક્કી થઈ ગયા છે એક અમીર ખાનદાન માં...

આટલું સાંભળતા જ અવની ભાંગી પડે છે, રડવા લાગે છે અને ભુતકાળમાં રાજે કરેલા સાથ નિભાવવાની, સાથ ક્યારેય નહીં છોડવાની, ગમે તેવી પરિસ્થિતિમાં પુરી દુનિયા સામે ઉભા રહે વાની, આ કસમ પેલી કસમ, કેટ- કેટલાં વચનો.. આ બધું યાદ કરતાં કરતાં અવની ભોંય પર સરી પડે છે.


અવની હિંમત ભેગી કરીને ઉભી થાય છે અને તે રાજ ની પાછળ પાછળ દોડવા લાગે છે તે રાજ ને સમજાવાની, મનાવવાની કોશિશ કરે છે પણ આજે રાજે તેનો અસલી રંગ બતાવયો. અવની ને કરગરતી જોઈને રાજ હવે તેનાથી ઈરીટેટ થવા લાગ્યો.


એટલે તેણે અવની ને પોતાના થી દુર કરવા અવની ને ધકો માર્યો. ધકો લાગતાં ની સાથે જ અવની નું માથું જોરથી જમીન સાથે ભટકાયું.. પણ આ વાત થી રાજ ને ક્યાં કંઈ ફરક પડવા નો હતો.


જા.. જા.. તને શું લાગે છે કે હું તને પ્રેમ કરું છું. અરે! તારાં જેવી જાડી છોકરી ને હું તો શું બીજું કોઈ પસંદ નાં કરે.


ઘઉં વરણી ત્વચા, સ્વભાવે શાંત અને માયાળુ, બીજાને દુઃખી જોઇ ને પોતે પણ દુઃખી થઈ જાય,પણ વજન થોડો વઘારે..


તારી સાથે ઊભા રહેવામાં પણ શરમ આવે અને તું સમજે છે કે હું તને પ્રેમ કરું છું.


આટલું સાંભળતા અવની એ પુછ્યું કે " જો તે મને ક્યારેય પ્રેમ જ નથી કર્યો તો અત્યાર સુધી આ પ્રેમ નો ઢોંગ કેમ કર્યો.."


'ઢોંગ'.. સાચું કહ્યું તે આમ બોલીને રાજ હસવા લાગ્યો.


ઢોંગ તો તે કર્યો છે મારી સામે અને આખી દુનિયા સામે..


'મેં.. મેં શું ઢોંગ કર્યો?' અવની એ આશ્ચર્ય થી પુછ્યું.


વાહ..!! તું તો એમ વાત કરે છે જાણે તને કંઈ ખબર જ નથી અને આમેય હું તો તારા પૈસા, તારી પ્રોપર્ટી, એશો આરામ થી પ્યાર કરતો હતો પણ હવે તો તારી પાસે એવું કંઈ નથી.. એમ કહીને તે ત્યાંથી ચાલ્યો ગયો... અને અવની તેને જોતી જ રહી ગઈ.


આજે ફરી એક વખત કોઈ એ તેને તે રાત યાદ અપાવી હતી જેનાથી તેની પુરી જિંદગી બદલાઈ ગઈ.

આટલું યાદ કરતાં કરતાં તે ત્યાં જ પડી ગઈ. તેને જેવો હોશ આવ્યો કે તેણે જોયું કે તે કોઈ નાં ઘરે છે.

અવની ને વિશ્વાસ હતો તેનાં પ્રેમ પર અને રાજ પર પણ તેનો એ વિશ્વાસ પણ ચકનાચૂર થઈ ગયો જ્યારે તેને રાજની અસલિયત ખબર પડી.


તેનાં પરિવારે અને રાજે કરેલા ધોખા પછી અવની પાસે આજે કંઈ ન હતું તે સાવ એકલી પડી ગઈ હતી.

આટલું યાદ કરતાં કરતાં તે ત્યાં જ પડી ગઈ. તેને જેવો હોશ આવ્યો કે તેણે જોયું કે તે કોઈ નાં ઘરે છે.


અવની ને વિશ્વાસ હતો તેનાં પ્રેમ પર અને રાજ પર પણ તેનો એ વિશ્વાસ પણ ચકનાચૂર થઈ ગયો જ્યારે તેને રાજ ની અસલિયત ખબર પડી.


તેનાં પરિવારે અને રાજે કરેલા ધોખા પછી અવની પાસે આજે કંઈ ન હતું તે સાવ એકલી પડી ગઈ હતી.


અરે!‌ હું ક્યાં છું, આ કોનું ઘર છે અને પેલી નાની છોકરી ને કેમ છે, તે ઠીક તો છે ને.. તેની સાથે આટલું બધું થયું હોવા છતાં અવની ને દિયા ની ચિંતા હતી.


એટલાં માં ત્યાં એક વ્યક્તિ આવ્યો. સુટ બુટ માં હસમુખ ચહેરો, મોટી તેજ આંખો અને પ્રભાવશાળી વ્યક્તિત્વ.. અરે! ડોક્ટર સાહેબ તમે એટલે આ તમારું ઘર છે. પણ તમે મને અહીં શું કામ લઈ આવ્યા.


હોસ્પિટલમાં જે કંઈ થયું તેનાં પછી દિયા ખુબ ડરી ગઈ અને જ્યારે તમે બેહોશ થયાં ત્યારથી તે તમારી પાસેથી એક ક્ષણ માટે પણ દુર ગઈ નથી એટલે હું તમને અહીં લઈ આવ્યો.


આટલું સાંભળતા અવની દિયા ને મળવા તેના રૂમમાં ગઈ અને જઈને જોયું તો દિયા તેના ટોય સાથે રમી રહી હતી પણ જેવી તેણે અવનીને તે રૂમમાં આવતા જોઈ તેવી તરત જ તે દોડીને અવની ને ભેટી પડી અને તેણે પહેલીવાર અવની ને માઁ કહી.


દિયા ના મોંમાંથી મૉઁ શબ્દ સાંભળતા ડોક્ટર અવસ્થી ખુશ થઈ ગયા કેમ કે આજ સુધી દિયા એ પોતાના જીવનમાં એક શબ્દ પણ ન હતો બોલ્યો પણ આજે તેના મોંમાંથી મૉઁ શબ્દ સાંભળતા તે ખુશ થઈ ગયા.


ધીમે ધીમે દિયા અને અવનીનો બોનડ મજબૂત થતો ગયો સાથે સાથે ડોક્ટર અવસ્થી અને અવની વચ્ચે દોસ્તીની રિલેશનશિપ બનતી ગઈ.


એક દિવસ અવની ડોક્ટર અવસ્થી ના ઘરે દિયાની બર્થ-ડે પાર્ટીમાં ગઈ હતી ત્યારે તેણે પોતાની નાનપણ ની બર્થ ડે પાર્ટી અને તેનો પરિવાર યાદ આવ્યો તેણે નાનપણમાં જે રીતે બર્થ ડે ઉજવ્યા હતા તે તેને યાદ આવ્યા તેને યાદ આવતા તેની આંખ માં આંસુ આવી ગયા અને તે પાર્ટીમાંથી બહાર બગીચામાં આવી ગઈ જેથી તેને કોઈ જોઈ ન જાય.


પણ ડોક્ટર અવસ્થી આ બધું જોઈ રહ્યા હતા એટલે તે પણ એની પાછળ પાછળ બહાર બગીચામાં આવ્યા અને તેને એક સાચા દોસ્ત તરીકે પોતાના દિલમાં રહેલી બધી વાત કહેવા કહ્યું જો તમે કહેવા ઈરછતા હોય તો નહીંતર મને એ વાત જાણવામાં જરાય રસ નથી જે વાત તમને આટલું દુઃખ પહોંચાડે છે.


ડોક્ટર અવસ્થી ની વાત સાંભળી ને અવની પોતાના ભુતકાળમાં સરી પડે છે અને નમ આંખે તે પોતાનો ભુતકાળ કહેવા લાગે છે.


તમને ખબર છે એક દિવસ હું મારા કોલેજ થી ઘરે આવી ત્યારે મને કોઈ હોલમાં દેખાયું નહીં એટલે હું મારા રૂમ તરફ ચાલવા લાગી જેવી હું આગળ વધી ત્યાં મને એક ગણગણતો ધીમો ધીમો અવાજ સંભળાયો એટલે હું જ્યાંથી અવાજ આવતો હતો ત્યાં ગઈ. મેં ત્યાં જઈને જોયું તો મારા પગ નીચેથી જાણે કે જમીન ખસી ગઈ.


મારા માતા-પિતા વાતો કરી રહીયા હતાં કે હવે અવની થોડા દિવસ માં ૨૬ વર્ષ ની થઇ જશે એટલે જેવી તે ૨૬ ની થશે એટલે આ બધી પ્રોપર્ટી આપડી..હા થોડું દુઃખ થશે પણ તે આ ખુશી ની સામે સાવ નાનું છે. અને આમેય તે અનાથ ને આપણા પરિવાર નો હિસ્સો બનાવ્યો તે જ મોટી વાત છે, કહેતાં કહેતાં તે એકસાથે હસવા લાગ્યા.


ત્યારે મને ખબર પડી કે હું એક અનાથ છું અને મને એક પરિવાર દ્વારા ગોદ લેવામાં આવી હતી. બધા મને બહુ સારી રીતે રાખતા પોતાનું સંતાન હોય તેમ જ રાખતા ક્યારે કોઈ વાતની કમી નથી આવવા દીધી પણ હા મને ક્યારેય તેમણે લીગલી ગોદ નથી લીધી જ્યારે પણ હું તેમને પૂછું કે મારા real parents કોણ છે ત્યારે તે ગમે તેમ કરીને કોઈ બહાના બતાવીને તે વાત ને ટાળી દેતા..


એટલે હું પણ તેમને બહુ પૂછતી નહીં મને તો એક પરિવાર મળ્યો એ જ મારા માટે બહુ મોટી વાત હતી. જ્યારે મારા પરિવારને મળી ત્યારે મારી ઉંમર ત્રણેક વરસ ની હતી આ ત્રણ વર્ષની માસૂમ બાળકીને એક પરિવાર મળી જાય એ જ બહુ મોટી વાત હતી જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ મારો પરિવાર પ્રત્યે નો પ્રેમ પણ વધતો ગયો.... પણ કોણ જાણે કેમ તે પરિવાર મારા પ્રેમને સમજી ના શક્યો...


એક દિવસ મને મારાં real parents વિશે જાણવાનું મન થયું એટલે હું તે અનાથ આશ્રમમાં ગઈ જેના વિશે તે લોકો વાત કરતા હતા ત્યાં જઈને મેં જાણવાની કોશિશ કરી ત્યારે મને ખબર પડી કે તે લોકોએ મને ક્યારેય ગોદ લીધી જ નથી... અને હા ત્યારે મને એક વાતની ખબર પડી કે મારા માતા-પિતા નું જ્યારે એક્સિડન્ટ થયું ત્યારે હું ત્રણ વર્ષની હતી અને મારા માતા-પિતા ખૂબ ધનવાન હતા અને હું તેમનું માત્ર એક સંતાન.. એટલે તેમની બધી પ્રોપર્ટી મને મળવાની હતી જ્યાં સુધી હું ૨૬ વર્ષની ન થાવ ત્યાં સુધી આ પ્રોપર્ટી મારા નામે હતી અને જો તેને કોઈ બીજો લેવાની કોશિશ કરે તો તે ટ્રસ્ટ માં જતી રહેશે અને પ્રોપર્ટી હડપનાર સામે લીગલી કાર્યવાહી થશે.


એક રાતે જ્યારે હું બહારથી આવી ત્યારે બધા લોકો એક સાથે બેસીને હસી રહ્યા હતા એટલે મેં તમને પૂછ્યું કે આજે તમે બધા બહુ ખુશ લાગો છો. એવી તે શું વાત છે? મને પણ કહો ત્યારે બધા મારી સામું રાક્ષસી હસવા લાગ્યા જ્યારે મેં તેમને આ વિશે પૂછ્યું ત્યારે તેમણે મને કહ્યું કે આ ઘર ઉપર અને આ પ્રોપર્ટી ઉપર, બિઝનેસ ઉપર હવે તારો કોઈ હક નથી એટલે આજથી તું અમારી કાંઈ નથી ને આ પરિવાર પણ તારો કાંઈ નથી.


પણ મને ક્યાં ખબર હતી કે મારો જ પરિવાર મારી સાથે દગો કરશે તે લોકોએ દગો કરીને પેપર સાઈન કરાવી લીધાં અને બધી પ્રોપર્ટી તેમના નામે કરી લીધી પણ મને દુઃખ એ વાતનું હતું કે મેં જેને મારો પરિવાર સમજયો તેમણે મને ક્યારેય પોતાના પરિવારનો હિસ્સો સમજયો જ નથી.


પણ મેં એવાં કોઈ પેપર પર સાઈન નથી કરી. અવની બધા ની સામે જોતાં બોલી.

સાઈન તો તે કરી છે એટલે અમે કરાવી છે તને ખબર વગર.. યાદ છે તને તારાં નામે એક પ્રોપર્ટી લેવાની હતી અને તેમાં તારી સાઈન ની જરૂર છે એમ કહી ને તારી પાસે એક પેપર સાઈન કરાવ્યા હતા તે પેપર આ જ હતાં.. અવની ની માઁ અટ્ટહાસ્ય કરતાં બોલી.


પણ મારા પરિવારને ક્યાં ખબર હતી કે મેં જે પેપર સાઈન કર્યા હતા અને તે જે પ્રોપર્ટી માટે આટલાં ખુશ થઈ રહ્યા હતા તેની સાથે મેં શું કર્યું છે તે તેમને ક્યાં ખબર હતી. એટલે તે લોકો ની આવી વાત થી મારા ફેસ પર કંઈ રીએકશન ન આવતા તેઓ થોડા ગંભીર થઈ ગયા.


કેમ આ વાત થી તને શોક લાગ્યો કે હવેથી આ બધું અમારું છે તારો આના પર કોઈ હક નથી..


કોણે કહ્યું કે મારો કોઈ હક નથી મારો જે હક હતો તેનાં જરીયે હવે તમારો કોઈ હક નથી આ પ્રોપર્ટી ઉપર..


તેને આમ રિલેકસ જોતાં ઘર નાં બધા ગભરાયા અને તે એકીટશે અવની ની સામે જોઈ રહ્યા.


અરે આટલી બધું દુઃખી થવાની જરૂર નથી કેમકે આ પ્રોપર્ટી નો ૯૦% હિસ્સો મેં ટ્રસ્ટ માં આપી દીધો અને ૧૦% માં આ ઘર મેં રાખ્યું છે.


શું? ટ્રસ્ટ માં...?? પણ શું કામ.. આ બધું તો તારું જ હતું ને મીના બેન ઢોંગ કરતાં બોલ્યા.


અરે..!! રહેવા દે ને યાર મમ્મી હવે ઢોંગ કરવાની કોઈ જરૂર નથી. તમારાં લોકોની આ જાયદાદ હડપવા ની યોજના વિશે હું પહેલેથી જાણતી હતી એટલે જ એ દિવસે જ્યારે હું તે અનાથ આશ્રમમાં ગઈ હતી ત્યારે મેં વકીલ અંકલ સાથે વાત કરી ને આ પ્રોપર્ટી ને ટ્રસ્ટ માં આપી દીધી હતી અને તેના વિશે કોઈ ને પણ જણાવવાની ના કહી હતી.


પણ મને ક્યાં ખબર હતી કે મારો જ પરિવાર મારી સાથે દગો કરશે. મને દુઃખ એ વાતનું હતું કે મેં જેમને મારો પરિવાર સમજયો તેમણે મને ક્યારેય પોતાનો પરિવાર સમજયો જ નથી.


અવની ને રડતાં જોતાં ડોક્ટર અવસ્થી એ તેનો રૂમાલ તેને આપ્યો અને તેને શાંત થવા કહ્યું.


તો પછી તમારી આ વાત સાંભળતાં તેમના રિએકશન શું હતાં? ડો અવસ્થી એ વાત આગળ વધારતા કહ્યું.


અવની પાછી તેનાં ભુતકાળ માં સરી પડી..

તે રાત્રે જ્યારે મેં તેમને પ્રોપર્ટી ની વહેચણી વિશે વાત કરી ત્યારે તેઓ થોડી વાર માટે તો ચોંકી ગયા અને પછી બધાં એકબીજા સામે જોઈને હસવા લાગ્યા.


અમે કેવી રીતે માની લઇએ કે તું સાચું બોલે છે. તું તો આ બધું પાછું લેવા માટે અને અમને બેવકુફ બનાવવા માટે પણ કહી શકે છે.. મીના બેન બોલ્યાં.


હમમ્ મને લાગ્યું જ કે કંઈક આવાં સવાલો પણ મને પુછાશે એટલે મેં વકીલ અંકલ ને પહેલાં જ જણાવી દીધું હતું.


એટલાં માં વકીલ સાહેબ પણ ત્યાં આવી ગયા અને આવી ને તેમણે બધો ખુલાસો કર્યો.


તો પછી અમે જે પેપર પર સાઈન લીધાં છે તે..?


એકચ્યુલી અવની ને પહેલેથી જ ખબર પડી ગઈ હતી કે તમે આવો કંઈક પ્લાન બનાવો છો એટલે તેણે તે પેપર ની જગ્યાએ બીજા પેપર મુકી દીધા હતા.. વકીલ અંકલે કહ્યું.


તો એ પેપર માં શું હતું જેના પર તે સાઈન કરી છે, મીના બેન ગભરાતા ગભરાતા બોલ્યા.


તેમાં એમ લખેલું છે કે "હું અવની પુરા હોશો હાવાસ માં આ ઘર સિવાય બીજું બધું ટ્રસ્ટ માં આપું છું અને જો કોઈ તેને લેવાની કોશિશ કરશે તેને જેલ થશે".


પણ હા આ ઘરમાં તમે લોકો રહી શકો છો કેમકે હું તમારા જેવી નિર્દયી કે અહેસાન ફરામોશ નથી કે જેમણે મને આટલાં વર્ષ સાચવી, ખોટો તો ખોટો પણ પ્રેમ આપ્યો, નામ આપ્યું તેમને જો હું આ ઘરમાં રહેવાની ના પાડું તો મારા અને તમારામાં ફર્ક શું? રહે એટલે જ તમને હું આ ઘરમાં રહેવા ની છુટ આપું છું.


પછી મેં પણ તે ઘર છોડી દીધું કેમકે હું એવાં લોકો સાથે રહેવા નોતી ઈચ્છતી જ્યાં રહીને મને તે બધું પાછું યાદ આવે અવનીએ આંસુ લુછતા ડો અવસ્થી સામે જોયું.


પછી વાત આગળ વધારતા કહ્યું, તે રાત્રે જ્યારે હું તે ઘરેથી નીકળી ત્યારે હું એટલી ભાંગી ગઈ હતી કે મને કઈ વાતનો હોંશ જ ના હતો હું તે રસ્તા ઉપર ચાલી રહી હતી ત્યાં સામેથી એક કાર આવતાં જોઈ અને તે કારની સામે એક નાની છોકરી ઉભી હતી એટલે ગમે તેમ કરીને મેં તેને તો બચાવી લીધી પણ તેના પછી જે થયું એ મને હવે કહેવાની જરૂર લાગતી નથી.


મિસ અવની મને એક વાત કહો કે જ્યારે તમને તમારા પરિવાર ની આ પ્રોપર્ટી હડપવા ની વાત ખબર પડી ત્યારે જ તમે એમને કેમ કંઈ ન કહ્યું કે પુછ્યુ.. ડો અવસ્થી એ થોડા આશ્વર્ય સાથે પુછ્યું.


ડો અવસ્થી જો હું તેમને આનાં વિશે કંઈ પણ વાત કરેત તો એ લોકો ચેતી જાત અને ગમે એમ કરીને મારી પાસે સાઈન કરાવી લેત..


એટલે મેં એક એનજીઓ ની મદદથી મારી પ્રોપર્ટી ટ્રસ્ટ માં આપી દીધી જેથી તે લોકો ચાહે તો પણ મારી સાથે જબરદસ્તી ના કરી શકે અને જો કરવાની કોશિશ કરે તો તેમની સામે કાનૂની કાર્યવાહી થાય.


અવની ને આમ સમજદારીપુવૅક પરિસ્થિતિ ને હેન્ડલ કરતાં જોઈને ડો અવસ્થી મનમાં ને મનમાં ખુશ થઈ રહ્યા હતા.


ડો અવસ્થી એ અવની નો હાથ પોતાના હાથમાં લઈ ને કહ્યું કે અત્યાર સુધી માં જે થયું તે બધું ભુલી તો નાં શકાય પણ હા, તેને પાછળ છોડીને આગળ જરૂર વધી શકાય છે.


એ બંને વાતો કરી રહ્યા હોય છે ત્યાં દિયા બહાર આવે છે અને તેમને અંદર લઈ જાય છે અંદર જતાં જ ડો અવસ્થી અવની ને કહે છે કે આજ થી હું તને તમે નહીં તું કહીને બોલાવીશ કેમકે આજે તે એક સાચા દોસ્ત ને માફક મને ખુલ્લી ને બધી વાત કરી તે મને પોતાનો સમજયો એટલે આજથી ઓન્લી અવની... કહેતાં કહેતાં તે અવની ની પાસે જાય છે.


અને હા, આની સાથે મારે તને એક બીજી વાત પણ કરવી છે જો તેમાં તારી સહમતી હોય તો જ આપણે તેમાં આગળ વધીશું. તને ખબર છે જ્યારથી તું દિયા ની જિંદગી માં આવી છે ત્યારથી તે બહુ ખુશ રહેવા લાગી છે અને તેની સ્પીચથેરાપી માં પણ ઘણો સુધારો થયો છે. દિયા સુતા જાગતા બસ તારી જ વાતો કરે છે અને મને પણ લાગ્યું કે તું પણ દિયા ને પોતાની દીકરી જ માને છે.


તું જાણે છે અવની મેં જ્યારે તને પહેલી વાર હોસ્પિટલમાં જોઈ હતી ત્યારે જ તું મને ગમી ગઈ હતી પણ આ વાત કહેવાની મારી હિંમત નહોતી થતી પણ આજે પુરી દુનિયાની સામે હું તને પુછુ છું,


" શું તું દિયા ની માઁ અને મારી મિસિસ અવસ્થી બનવાનું પસંદ કરીશ" તારો જવાબ જે હોય એ પણ તેનાં કારણે આપણી દોસ્તી પર કોઈ અસર નહીં પડે.

આમ, અચાનક ડોક્ટર અવસ્થી ના આવાં પ્રપોઝલ થી અવની શોક થી ઘડીક સુધી કંઈ ન બોલી અને તેની આંખો ભરાઈ આવી એટલે ડો અવસ્થી ને થયું કે શાયદ અવની ને આ વાત નહીં ગમી હોય એવું વિચારતા તે કંઈક કહેવા આગળ વધ્યા કે તેના કાને સંભળાયું..


" તેરે દિલ કા મેરે દિલ સે રિશ્તા પુરાના હૈં,

 ઈન આંખો સે હર આંસુ મુજકો ચુરાના હૈ.."


અવની ગાતાં ગાતાં પોતાના બંને હાથ ખોલી ને દિયા ને બોલાવી રહી હતી તેને દિયા ને પોતાના દિલથી લગાવી લેવી હતી એક માઁ નો પ્રેમ આપવો હતો તેણે દિયા ને બોલાવી કે તરતજ દિયા દોડીને અવની ને ભેટી પડી.


પછી તે ડો અવસ્થી પાસે ગઈ અને તેને કહ્યું કે હું દિયા ની માઁ તો બનીશ પણ મિસિસ અવસ્થી....? અવની આટલું બોલી એટલે ડો અવસ્થી ને થયું કે શાયદ તે... તે આગળ કંઈ વિચારે તે પહેલાં જ અવની એ ડો અવસ્થી નો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું,


"તેરી બેચેની કાં તેરી તન્હાઈ કા, અહેસાસ હૈ મુજકો સુન,

મેં જો સાથ તેરે હું, ફિર તુજે હૈ કૈસા ગમ,

દદૅ બાટ લેંગે હમ સુન..


પછી અવસ્થી ની આંખ માં આંખ નાખી ને કહ્યું,


ઈન પલકો મેં ખુશીયો કાં સપના સજાના હૈ

ઈન રિશ્તો મેં ખુશીયો કાં ઘર સજાના હૈ.."


અરે! ઓ ડોક્ટર સાહેબ જરા સાંભળજો ને,

"Yes, I would love to be Mrs. Awasthi.."


આટલું કહેતા અવની બોલી, જે નિઃસ્વાર્થ પ્રેમ માટે હું તરસી છું તે નિઃસ્વાર્થ પ્રેમ મને અહીં મળ્યો છે, એક માઁ હોવાનું સુખ મને અહીં મળ્યું છે,ડો અવસ્થી જેવાં એક સાચા દોસ્ત અને હમસફર જે માત્ર મને પ્રેમ કરે છે તેમને મારી બીજી કોઈ વસ્તુ થી ફર્ક પડતો નથી પણ મારા માં રહેલી એ ખામી..??


અવની ને અટકાવી ને ડોક્ટર અવસ્થી એ કહ્યું કે આજ પછી તું કે બીજું કોઈ પણ આ વિશે વાત નહીં કરે, તે આટલું બોલતાં અવની તરફ ફર્યા અને અવની ને કહ્યું અને હા, આજથી હું ડોક્ટર અવસ્થી નહીં પણ ઓન્લી તારો અર્જુન.. કહેતાં તેમણે અવની ને બાથમાં લઈ લીધી.


હવે શરૂ થયું દિયા નાં બથૅડે નું સાચું સેલિબ્રેશન કેમકે આજના દિવસે જ નવાં બે રિશ્તા નો જન્મ થયો. દિયા એ અર્જુન અને અવની સાથે કેક કાપી ને બધા એ દિયા ને વિશ કરી પછી બધાં એ સાથે મળીને ડાન્સ કર્યો અને ગીત ગાયું,


'મેરી દુનિયા મેરી દુનિયા મેરી દુનિયા તું હી વે,

મેરી ખુશીયા મેરી ખુશીયા મેરી ખુશીયા તું હી વે..'


જે નિઃસ્વાર્થ પ્રેમ અને દિલો નાં સંબંધો ને અવની, દિયા અને ડોક્ટર અવસ્થી શોધી રહ્યા હતા તેની શોધ અંતે પુરી થઈ.




Rate this content
Log in

Similar gujarati story from Drama