સેવીયર ચોકલેટ
સેવીયર ચોકલેટ
"શું થયું ?.. ઉઠો.. ઉઠો.." અહાન એક બેહોશ લેડીને ઉઠાડવાની કોશિશ કરી રહ્યો હતો.
ધણાં પ્રયત્નો પછી પણ તે ઉઠી ન હતી રહી એટલે તેણે કોઈની મદદ લેવાનું નક્કી કર્યું. એટલાંમાં તેની નજર તે લેડીના પસૅ પર પડી એટલે તેણે તેનું પસૅ ચેક કર્યું શાયદ કોઈ નંબર મળી જાય તો કોઈને બોલાવી શકાય મદદ માટે. કેમકે એ લોકો જે જગ્યાએ હતાં ત્યાં લોકોની અવર જવર નહતી તે સડક સુમસામ હતી.
અહાન એ પસૅમાં જોયું તો તેમાંથી એક કાગળ નીકળ્યો. તેણે તે કાગળ ખોલીને જોયું તો તેમાં લખ્યું હતું કે,
"હું ઈશાની છું અને મને ડાયાબિટીસ છે એટલે હું આ કાગળ પર લખું છું કેમકે ક્યારેક મને આની જરૂર પડી જાય."
આટલું વાંચતાં અહાન સમજી ગયો કે આમનું સુગર લો થઈ ગયું છે. એટલે પહેલાં તો તેણે તે લેડી પર પાણીનો છટકોરો નાખ્યો અને તેમને હોશમાં લાવ્યો અને પછી તેની પાસે રહેલી એક ચોકલેટ તેમને ખવડાવી જેનાથી તેમનું સુગર નોર્મલ થઈ ગયું.
ઈશાની એ અહાનનો આભાર માન્યો અને કહ્યું, 'હાય હું ઈશાની' અને તમે ?
"હું અહાન, તમે ઠીક તો છો ને.."
"હા, હું એકદમ ઓકે છું. પણ મને એક વાત કહે આ સુમસામ સડક પર... એકલો ?"
"કોઈ કામ માટે જતો હતો અને મારા લીધે તે કામ અધુરું રહી ગયું."
"આઈ એમ સોરી.."
"અરે ! ના હું તો જોબ ઈન્ટરવ્યુ માટે જતો હતો."
"અચ્છા કંઈ કંપનીમાં ?" ઈશાની એ ઉત્સુકતાથી પુછ્યુ.
"CTG મેનેજમેન્ટ કંપની"
"અચ્છા ઓકે.."
"બેસ્ટ ઓફ લક.. કહી." ઈશાની ચાલી ગઈ.
અહાનના ઈન્ટરવ્યુનો સમય જતો રહ્યો હતો એટલે તે થોડો દુઃખી હતો પણ એક સંતોષ હતો. એટલાંમાં તેનાં ફોનમાં મેઈલ આવ્યો તેણે તે જોયો તો તે ઓફર લેટર હતો જોબ માટેનો અને સાથે અહાનને આજેજ મળવા બોલાવ્યો.
તે અંદર ગયો ત્યારે તેને ખબર પડી કે આ તો ઈશાનીની કંપની છે જેની તેણે મદદ કરી હતી. લેટર લઈને તે વિચારી રહ્યો હતો કે, "આ ચોકલેટ પણ કેવી કમાલની વસ્તુ છે તેની મીઠાશની જેમ તે જિંદગીમાં પણ મીઠાશ ભેળવે અને સાથે કોઈની જિંદગી પણ બચાવે તે મનમાં ને મનમાં ચોકલેટનો આભાર માની રહ્યો હતો કેમકે ક્યારેય નહીં પણ આજે જ તેને ચોકલેટ પોતાની સાથે રાખવાનું મન થયું અને આ કમાલ થઇ ગયો."
